કેવું રહ્યું આપણા બધાનું 2020? એક અનોખું વિહંગાવલોકન!

0
310
Photo Courtesy: Free Press Journal

હાશ…. પૂરું થયું હો 2020…

ઈશ્વર એ કસોટી કરી કે શું આ આખું વર્ષ?????

પેલી કહેવત છે ને મિત્રો કે “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે” એ કહેવત આ વર્ષને સહ્રદય અર્પણ ..

2019… 31 ડિસેમ્બરે સૂતા પછી 2020 એ આખું વર્ષ જગાડયા જ છે ..

આ સાવ અલગ વર્ષ માટે ખાસ લખાયેલ વાક્ય

Don’t take love for granted.. Once upon a time people cheered 2020 a lot, Now no one gives a damn!

ખરી જ વાત છે ને …… ખુબ નાચ્યાં ખુબ નાચ્યાં ….. પછી 2020 એ નચાવ્યા …

“કોરોના” …. ઓહોહો ના ભાઈ આંખ ભીની કરી નાખી તે તો એમાં ક્યાં કોરો રે કોઈ??????

જાન્યુઆરી થી ડિસેમ્બર કાંઈ કેટલુંય બની ગયું …… આ વર્ષ ફરી ફરી ને ફરિયાદોથી ભરેલું નીકળ્યું ….

વિશ્વવ્યાપક મહામારી કોરોના 2020ની ગિફ્ટ છે …… સાઇકલોન અમફાન ,  ઉત્તરાખંડમાં દાવાનળ, સાઇકલોન નિસર્ગ,  કેરળમાં પૂર ,  હૈદરાબાદમાં પૂર ઘણું ઘણું બની ગયું …..

સોશિયલ અને એન્ટીસોશિયલ બધુંય થયું 2020માં ….. ભરખમ વર્ષ હો પણ ….. સામાન્ય રીતે કોઈ પણ વાર્તા કે લેખ પાછળ શીખ હોય આ 2020 વર્ષ આખું જ એક શીખ છે…!

Every year there have been lessons learnt , this time it was theories. Hope the notes are ready!

કેટલા પાઠ પણ ….. ?????!!!!!!

માસ્ક પહેરી ને વર્ષ કાઢ્યું, ન મોઢા જોવાય…….. અને હસીને જોવે છે કે જોઈને હસે છે એ કેમનું નક્કી થાય?????

અને બીમારીય કેવી દેખાતી નથી પણ વર્તાય છે …..લેતા જાવ લોકો થી લોકો ને એણે  દૂર કર્યા ..

હાથ સેનિટાઈઝ કરવામાં ને કરવા માં ભાગ્ય ની રેખાઓ જતી રહી છે…

બસ હવે થોડા દિવસ રહ્યા …. વર્ષને વિદાય દેવાના હરખભેર .. આમ તો વિદાય વસમી હોય પણ આ આનંદદાયક છે.

કારણ બહુ અઘરું વર્ષ હતું …

માનવજીવન ની સમસ્યાઓનો સંગ્રહ એટલે 2020… ઉકેલ માટે 2021ના પાનાં ફેરવવા પડશે એમ લાગે છે ..  એક નાનકડી વાત વાંચજો :

One day 2020 will be code for everything out of control.

How was your day ???

A Total 2020.

Say no more

જિંદગીમાં ક્યારેય નહીં સાંભળ્યા હોય એવા શબ્દો મળ્યા: કોરંટાઇન , લોકડાઉન , પેન્ડેમિક, કોવિડ 19 .. વાહ 2020માં તો શબ્દકોશમાં નવા શબ્દો ઉમેરાંણા ..

જિંદગીના રંગમંચ પરનો મોટ્ટો કલાકાર હો 2020!! ….. ઘણા રોલ ભજવ્યા એણે  લોકો ના જીવન માં …..

બસ, ભગવાન પાસે માંગીએ કે 2020ની સ્મૃતિ વિસ્મૃતિ પામી ને સુખદ ભવિષ્ય ની કામનાઓ કરીએ .. !!!!!!

વિચાર: પૃથા મંકોડી.

તમને ગમશે: જો આપણને આપણું જીવન ઉંધેથી જીવવા મળે તો? સારું નસીબ બીજું શું?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here