VIDEO: ટિમ ઇન્ડિયા પર પ્રશંસામાં ઓળઘોળ થઇ જતાં સુનિલ ગાવસ્કર

0
317

બ્રિસ્બેન ટેસ્ટ હવે તેના અંતિમ દિવસ પર આવી પહોંચી છે અને જો આવતીકાલે વરસાદનું વિઘ્ન નહીં નડે તો પરિણામ નિશ્ચિત છે, આવામાં મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર ટિમ ઇન્ડિયા પર ઓળઘોળ થઇ ગયા છે.

બ્રિસ્બેન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝનો અંત આવતીકાલે આવી જશે, બંને ટીમોને મેચ જીતવાના એક સરખા ચાન્સીઝ છે.

પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર ટિમ ઇન્ડિયા પર ઓળઘોળ થઇ ગયા છે.

આજે સુનિલ ગાવસ્કરનો એક વિડીયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે આકરી પરિસ્થિતિમાં ટિમ ઇન્ડિયાએ કરેલા દેખાવના ભરપૂર વખાણ કર્યા હતા.

ગાવસ્કરે જણાવ્યું હતું કે તેમણે ઘણીબધી વખત એક ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો છે એટલે તેમને ખ્યાલ છે કે અહીં રમવું કેટલું અઘરું છે.

‘સનીભાઈ’ના હુલામણા નામે ઓળખાતા ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના નિર્ધાર, મજબૂત માનસિકતા અને લડાયક સ્વભાવના વખાણ કર્યા છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે,

ટિમ દ્વારા દર્શાવવામાં આવેલા સંકલ્પ, મજબૂત મનોબળ તેમજ લડાયક ભાવનાએ સહુથી વધુ ઉત્સાહ આપ્યો છે. ઘણા ખેલાડીઓ પાંચ મહિનાથી પણ વધુ સમય ઘરથી દૂર રહ્યા છે અને એ પણ કવોરન્ટાઇનમાં. તેમણે તેમના મિત્રોને ઈજા પામતાં અને તેમના હાડકાં તૂટતાં જોયા છે. તેમને દરેક મિનિટે અને દરેક પ્રસંગે તેમની ક્રિકેટિંગ તેમજ માનસિક સીમાઓની પરીક્ષા આપવી પડી છે. ભારેમાં ભારે દબાણ વચ્ચે પણ તેમણે લડવાનું મુક્યું નથી. કદાચ તેઓ હજી પણ ટ્રોફી ઘેરે પરત લાવી શકે છે.

ઓસ્ત્રેલિયનોને સંબોધતા ગાવસ્કરે જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેઓ કાયમ પોતાની ટીમને અને વિરોધી ટીમને સન્માન આપતા હોય છે અને હવે તમે એ બાબત કાયમ યાદ રાખશો કે આ ભારતીયોએ તમારી સમક્ષ આ ઉનાળામાં શું સાબિત કરી બતાવ્યું છે.

ટિમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટમાં 36 રને ઓલઆઉટ થઇ ગઈ હતી, ત્યારબાદ તેણે મેલબર્ન ખાતે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ જીતી બતાવી હતી.

તો સિડનીમાં પોતાની હિંમત અને મજબૂત મનોબળ થકી રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ ટીમને અશક્ય ડ્રો ની ભેટ અપાવી હતી.

બ્રિસ્બેન ટેસ્ટમાં પણ ટોપ અને મિડલ ઓર્ડર નિષ્ફળ જવાના સમયે વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે 100 રનની ભાગીદારી કરીને ટીમને ગેમમાં  જાળવી રાખી હતી.

આમ, સુનિલ ગાવસ્કરનું ટિમ પર ઓળઘોળ થઇ જવું જરા પણ આશ્ચર્ય પમાડતું નથી.

તમને ગમશે – ગાવસ્કર: ટિમ ઇન્ડિયામાં અલગ ખેલાડીઓ માટે અલગ નિયમો છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here