સ્વિત્ઝરલેન્ડ આ નામ કાને પડતાની સાથેજ આપણી નજર સમક્ષ એક સ્વર્ગસમા દેશની છબી ઉભી થઇ જતી હોય છે. સ્વિત્ઝરલેન્ડ વિષે આપણા મનમાં ઘણી બધી ધારણાઓ છે. ચાહે આપણે સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લીધી હોય કે ન લીધી હોય કેટલીક બાબતો આપણા દિમાગમાં એવી ફીટ બેસી ગઈ છે કે તેને હલાવી શકાય તેમ નથી.
સ્વિત્ઝરલેન્ડ વિષેની આવી ધારણાઓમાં આપણા દેશનું કાળું નાણું સંઘરતી ત્યાંની બેન્કો, સ્વિસ ચોકલેટ્સ, સ્વિત્ઝરલેન્ડની તંદુરસ્ત ગાય તેમજ સ્વિસ આલપ્સ મુખ્ય છે. પરંતુ સ્વિત્ઝરલેન્ડ અન્ય ઘણી હકીકતો પોતાની અંદર સમાવીને બેઠું છે જે કોઈને કોઈ કારણસર આપણી સમક્ષ આવી નથી. આપણે આજે એ જ હકીકતો પર ધ્યાન આપીશું જે કદાચ સ્વિત્ઝરલેન્ડ તરફની આપણી સમગ્ર દ્રષ્ટિ જ બદલી નાખશે.
સ્વિત્ઝરલેન્ડ વિષે કેટલીક અજાણી હકીકતો

સ્વિત્ઝરલેન્ડ એ રાજધાની અને રાષ્ટ્રપતિ વગરનો દેશ છે

એવું માનવામાં આવે છે કે બર્ન એ સ્વિત્ઝરલેન્ડની રાજધાની છે, પરંતુ એવું નથી. બર્ન એ સાત ફેડરલ કાઉન્સિલમાંથી એકનું મુખ્ય શહેર માત્ર છે. અહીંના નાગરિકો પાસે દેશનો કોઇપણ કાયદો બદલી નાખવાની કે તેને રદ્દ કરવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વિત્ઝરલેન્ડને રાષ્ટ્રપતિ પણ નથી. ઉપર જણાવ્યા મુજબ ફેડરલ કાઉન્સિલમાંથી એક એક પ્રતિનિધિ એક વર્ષ માટે પોતાનો નેતા આગળ મોકલે છે જે દેશનું સુકાન સંભાળે છે.
ગન અને શરાબ અંગે અનોખા કાયદા

યુદ્ધના સમયે સ્વિત્ઝરલેન્ડ કાયમ ન્યુટ્રલ રહે છે એવી એક ધારણા આપણા મનમાં છે, પરંતુ આ ધારણા સાવ સાચી નથી. સ્વિત્ઝરલેન્ડમાં 18 વર્ષના કોઇપણ યુવાન કે યુવતીને લશ્કરી તાલીમ લેવી ફરજીયાત છે. આ ઉપરાંત આ દેશમાં ગન અંગેના કાયદા સમગ્ર વિશ્વમાં સૌથી ઉદાર છે. કદાચ આ જ કારણ છે કે સ્વિત્ઝરલેન્ડમાં ક્રાઈમ રેટ સમગ્ર વિશ્વમાં સૌથી ઓછો છે અને દેશના પચાસ ટકા લોકો પાસે ગન છે. આ ઉપરાંત સ્વિત્ઝરલેન્ડમાં રાત્રે દસ વાગ્યા પછી શરાબ પીરસી શકાતો નથી.
અહીં લાંચ લેવી ગુનો નથી

ગયા વર્ષે થયેલા એક સરવે અનુસાર સ્વિત્ઝરલેન્ડ સૌથી ઓછા ભ્રષ્ટ દેશોના મામલામાં ત્રીજા નંબરે આવ્યું હતું, પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે સ્વિત્ઝરલેન્ડમાં લાંચ લેવી કે લાંચ આપવી એ ગુનો નથી. પરંતુ આ નિયમ અમુક પ્રકારની સેવા લેવા પૂરતો જ મર્યાદિત છે. સ્વિત્ઝરલેન્ડમાં એવું માનવામાં આવે છે કે જો લાંચ લેવાની છૂટ આપવામાં આવે તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સારી રીતે લડી શકાય છે.
તમને ગમશે: ચીનની એક ‘ના’ થી UK પર પર્યાવરણનું સંકટ ઘેરું બન્યું
જેટલી વધુ કમાણી એટલો મોટો દંડ

સ્વિત્ઝરલેન્ડમાં પણ તમારી કાર તમે અમુક સ્પિડ લિમીટથી વધુ દોડાવો તો તમને દંડ જરૂર થાય છે. પરંતુ અહીં અનોખી વાત એ છે કે આ દંડ તમારી આવક અનુસાર હોય છે. એટલે ઓછી આવક ધરાવતી વ્યક્તિને સો યુરો જેટલો દંડ થાય તો પૈસાદાર વ્યક્તિને પાંસઠ હજાર યુરો સુધીનો પણ દંડ થઇ શકે એવી જોગવાઈ છે.
ચોકલેટ એ સ્વિત્ઝરલેન્ડમાંથી સૌથી વધુ એક્સપોર્ટ થતી પ્રોડક્ટ છે

સ્વિત્ઝરલેન્ડની વાત કરીએ અને સ્વિસ ચોકલેટની વાત ન કરીએ એ કેવી રીતે બને? સ્વિત્ઝરલેન્ડમાંથી સૌથી વધુ જે પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે તે ચોકલેટ જ છે. Toblerone એ સ્વિત્ઝરલેન્ડની સૌથી મોટી ચોકલેટ ઉત્પાદક કંપની છે. અહીં દર વર્ષે સાત મિલિયન ચોકલેટ બારનું ઉત્પાદન થાય છે. Toblerone ની રૂબી ચોકલેટ વિશ્વવિખ્યાત છે અને આજકાલ એક અન્ય ચોકલેટ ઉત્પાદક Valcambi Products દ્વારા ઉત્પાદિત ચોકલેટના ગોલ્ડ બાર પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યા છે.
સ્વિસ નાઈફ સ્વિત્ઝરલેન્ડની નથી

સ્વિસ નાઈફ એ એક એવી પ્રોડક્ટ છે જે ભૂતકાળમાં યુરોપિયન સૈનિકોને કામ આવતી હતી પરંતુ હવે મુસાફરીમાં પણ આ પ્રોડક્ટ અત્યંત જરૂરી બની ગઈ છે. સ્વિસ નાઈફનું નામ ભલે આપણને સ્વિત્ઝરલેન્ડનું નામ યાદ અપાવતું હોય પરંતુ ખરેખર આ પ્રોડક્ટને સ્વિત્ઝરલેન્ડ સાથે કોઈજ સંબંધ નથી કારણકે તે ગ્રીસમાં બની છે.
હોટલ Null Stern એક ઓપન એર હોટલ છે

સ્વિસ આલપ્સમાં ફ્રેન્ક અને પેટ્રિક રિક્લીન નામના જોડિયા બંધુઓએ Null Stern નામની ઓપન એર હોટલ શરુ કરી છે. આ હોટલ સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટ ઉપર આવેલી છે અને તેને છત નથી. આટલી ઉંચાઈએ આવી હોવાથી આ હોટલથી સમગ્ર સ્વિત્ઝરલેન્ડનો અદભુત નઝારો જોઈ શકાય છે. આ હોટલમાં એક રાત્રી રોકાણનું ભાડું માત્ર 300 અમેરિકન ડોલર્સ છે. અહીં બેડની બાજુમાં ટેબલ ઉપરાંત એક ટેલિવિઝન પણ છે.
eછાપું