Twitter પાસવર્ડ Change એલર્ટ અને હવે Instagram પણ બનશે તમારું Wallet

0
317
Photo Courtesy: bizbilla.com

જો તમે ટ્વીટર પર એક્ટિવ હશો તો છેલ્લા બે ત્રણ દિવસમાં તમે સતત Password Change કરવા માટેનું એક Notification જોયું હશે અને તમને કદાચ Twitter તરફ થી એ જ માટે E-mail પણ મોકલવામાં આવ્યા હશે, તો આજે આપણે અહીંયા એ જ વાત કરીશું અચાનક તો એવું શું થઇ ગયું કે Twitter તરત જ Alert થઇ ગયું અને Users ને Password બદલવા કહેવા લાગ્યું ?

Photo Courtesy: bizbilla.com

Twitter દ્વારા દુનિયાભરના Users ને તાત્કાલિક ધોરણે Password બદલી નાખવા કહેવામાં આવ્યું છે. હકીકતે Twitter ની પ્રક્રિયા એવી છે કે જયારે તમે તમારા Account નો Password Set કરો છો તે સાથે જ તે Bcrypt Technology ની મદદ થી HASH કરવામાં આવતા હતા અને Password ને Numbers અને Letters ના set થી combaine કરી દેવામાં આવતા હતા જેને લીધે Company નો કોઈ વ્યક્તિ પણ Users ના Passwords Leak ના કરી શકે અથવા તો કોઈ પણ User ના data leak ના થઇ જાય, આ સમગ્ર પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી તેમના Internal Log માં તમામ Users ના Password રાખવામાં આવતા હતા. ગયા અઠવાડિયે જ Twitter ને આ Internal Log માં એક BUG હોવાનું માલુમ પડતા જ તેઓ તરત એલર્ટ થઇ ગયા હતા અને આ BUG ને હટાવી દેવાયો હતો.

જોકે Twitter Support તેમ જ Twitter ના CEO Jack Dorsey દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કોઈ પણ Twitter User ના Data ને નુકશાન થયું નથી અને માત્ર Safety ખાતર Users Password Chage કરી લે. એક સમયે જયારે કેમ્બ્રિજ એનાલિટિકા અને Facebook Data Leak અને તેના દ્વારા Political Party ને ફાયદો પહોંચાડવા બાબતે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે ત્યારે Twitter દ્વારા પહેલે થી જ આ મામલે Clarification અપાઈ જતા તેના Users તેમજ Investors નો ભરોસો વધ્યો હશે તે નક્કી છે.

વધુ Safety માટે તમે હંમેશા Two Way Authentication નો ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર તમારા Mobile Phone થી એક વખત Verification કરવાનું રહે છે અને તે સાથે જ જયારે તમે કોઈ નવા Mobile કે Laptop/Computer થી Twitter Access કરશો અને તમારો password enter કરતા જ તમને Twitter દ્વારા તમારા Phone પર 6 Digit નો એક password મોકલવામાં આવશે જે તમે Enter કરશો પછી જ તમારું Twitter Access થઇ શકશે. એટલે કદાચ જો તમારો Password Leak પર થઇ જાય તો Two Way Authentication વગર કોઈ તમારા Account માં કશું નહિ કરી શકે.

તમને ગમશે: દરેક ગુજરાતીના ઘરમાં બેજીજક થાણાં જમાવતા આપણા અથાણાં

Instagram Payments 

Whatsapp Payments પછી હવે વધુ એક Social Networking Giant Instagram પણ Payments બાબતે આગળ વધી રહ્યું છે. જોકે Instagram દ્વારા ગયા વર્ષે Payment Feature Add કરવાની વાત કરવામાં આવી હતી જેને તેઓએ હવે United Kingdom અને United States Of America ના અમુક ચુનિંદા Business Houses અને Users માટે શરુ કરી દીધી છે.

Business Houses તેમના Bank Details ને Instagram સાથે Link કરી અને તેમાં Payments મેળવી શકે છે, જયારે Users ને તેમના Credit અથવા Debit Card લિંક કરી તેના દ્વારા Payment કરવાનું રહેશે. Online Shopping પસંદ કરતો એક અલાયદો વર્ગ હવે ધીમે ધીમે Instagram પરથી પણ Shopping કરતો થયો છે તે સમયે હવે Instagram Payment માટે પણ ભાગીદાર બનતું હોય વેપારી અને ગ્રાહક બંને માટે Win Win ઘટના બની રહી છે. મજેદાર બાબત એ બનશે કે ભારત માટે આ Payments Service ક્યારથી અમલી બને છે તથા ભારતમાં Users તેનો કેવો પ્રતિભાવ આપશે.

આર્ટિકલના ફાઇનલ કનકલ્યુઝન તરીકે એક વસ્તુ ક્લિયર છે કે તમારે તમારો Twitter password તાત્કાલિક બદલી દેવો જોઈએ 😉

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here