લગ્ન કરો છો? તો આ રહ્યા બ્રાઇડ આઉટફિટના બેસ્ટ ઓપ્શન્સ

0
631
Photo Courtesy: wedmegood

લગ્ન એ દરેક વ્યક્તિ માટે એક યાદગાર દિવસ બની જાય છે. કેમકે એ દિવસને આખી ઝીંદગી આપણે વાગોળીએ છીએ. છોકરાઓ માટે લગ્ન શું છે એ મને નથી ખબર. પણ, હા દરેક છોકરીઓ માટે લગ્ન એક ખાસ મહત્વ ધરાવે છે. અને સાથે સાથે લગ્નમાં શું પહેરવું એ વિષે પણ એ સતત વિચારતી હોય છે.

સૌથી પહેલા તો લગ્નના બ્રાઇડ આઉટફિટ પસંદ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની હોય છે કે તમને શું શ્રેષ્ઠ લાગશે? બીજું તમને જે ગમે એ તમારી નજીકના લોકોને પણ ધ્યાનમાં આવવું જોઈએ. આ સિવાય બજેટ અને એ ડ્રેસની અવેબીલીટી તો રહે જ છે.

ગુજરાતી હોવાના કારણે આપણી પાસે એક ઇનબિલ્ટ ઓપ્શન છે જ: પાનેતર અને ઘરચોળું. આ સિવાય પણ બીજા ક્યા ઓપ્શન છે એ જોઈએ?

1) ગુજરાતીઓનો ટ્રેડીશનલ કલર:

સામાન્ય રીતે જો તમે કૈક નવું છતાં પારંપરિક કરવા માંગતા હો તો આ ઓપ્શન તમારા માટે જ છે. સફેદ પાનેતર અને મરુન ઘરચોળાના ઓપ્શનમાં વ્હાઈટ, મરુન અને ગ્રીન કલરના આ ચણીયાચોળી.

Photo Courtesy: Google
Photo Courtesy: Google

આ જ ઓપ્શનમાં તમે કલર સાથે થોડું કોમ્પ્રોમાઈઝ પણ કરી શકો છો. હેવ અ લૂક…

Photo Courtesy: Google

લાલ અને સફેદએ ઓલ ટાઈમ ફેવરીટ કલર કોમ્બીનેશન રહ્યું છે. તમને પણ સારું લાગી શકે.

2) ઓન્લી રેડ

લાલ કલર એટલે શગુનનો કલર. મોટા ભાગે બ્રાઇડ (માત્ર ગુજરાતની જ નહીં) લાલ કલર પર પોતાની પસંદગીનો કળશ ઢોળતી હોય છે. હમણાં સોનમ કપૂરે પણ તેના લગ્નમાં રેડ આઉટફીટ પર જ પોતાની પસંદ ઉતારી હતી. તો રાહ શેની જુઓ છો? કદાચ આ ઓપ્શન તમારા માટે જ છે.

Photo Courtesy: pinterest

 

Photo Courtesy: wedmegood

3) આઉટ ઓફ ધ બોક્સ:

લાલ પણ નહીં મરુન પણ નહીં અને વ્હાઈટ પણ નહીં. તમે જો તમારા મેરેજના દિવસે થોડું અલગ કરવા ઈચ્છતા હો અથવા તો તમે તમારા લુક માટે રિસ્ક ઉઠાવવા માંગતા હોવ તો આ ઓપ્શન તમારા માટે છે. તમને ગમતો કલર ઉઠાવી લો. આ જુઓ…

Photo Courtesy: wedmegood

4) લાઈટ કલર ઇઝ ગ્રેટ

ના ગમ્યું, જો તમને સાદગી વધુ ગમતી હશે તો વ્હાઈટ જેટલો સારો કલર એક પણ નથી, અને એ પણ રોયલ વ્હાઈટ અથવા તો ઓફ વ્હાઈટ અથવા તો સિલ્વર અને ડલ ગોલ્ડ કોઈ પણ. તમારી જેમ બીજી ઘણી બ્રાઇડને આ કલર ગમે છે. જુઓ:

Photo Courtesy: wedmegood

4) લાઈટ કલર ઇઝ ગ્રેટ

ના ગમ્યું? જો તમને સાદગી વધુ ગમતી હશે તો વ્હાઈટ જેટલો સારો કલર એક પણ નથી, અને એ પણ રોયલ વ્હાઈટ અથવા તો ઓફ વ્હાઈટ અથવા તો સિલ્વર અને ડલ ગોલ્ડ કોઈ પણ. તમારી જેમ બીજી ઘણી બ્રાઇડને આ કલર ગમે છે. જુઓ….

Photo Courtesy: Stylecraze

 

Photo Courtesy: wedmegood

આ તો માત્ર એક વિચાર છે. અમને ખબર છે આ સિવાય તમે તમારા લગ્નના દિવસે શ્રેષ્ઠ જ દેખાશો. આમ છતાં અમે આવી અનેક ટીપ્સ તમને આપતા રહેશું. હવે પછી આપણે અલગ-અલગ ડિઝાઈનર દ્વારા ડીઝાઈન થયેલા આઉટફીટની વાત કરીશું. જો કે તમે જોયેલા આ પિક્ચર્સમાં પણ અમુક ડ્રેસ કોઈ કોઈ ડિઝાઈનરના જ છે.

eછાપું 

તમને ગમશે: વેકેશન એટલેકે નાનપણમાં દરેક બાળકને મળતો ખુશીઓનો લખલૂટ ખજાનો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here