જીવનસાથી મેળવવાનો Online મેળાવડો એટલે ભાતભાતની Dating Apps

0
169
Photo Courtesy: japstudies.com

એક સમય હતો જયારે મહદંશે કોઈ ના સારા પ્રસંગોમાં પોતપોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી વિષે ચર્ચાઓ કરવામાં આવતી હતી. કોઈ બે વ્યક્તિના લગ્નમાં બીજી અન્ય બે વ્યક્તિઓ વિષે માહિતી મેળવી અને તેમનું સગપણ થઇ શકે તેમ છે કે નહીં તે જોવામાં આવતું હતું. વાર્ષિકરીતે સમાજ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે લગ્નમેળો અને યોગ્ય યુવક યુવતીઓની માહિતી ધરાવતી બુક સુદ્ધા બહાર પાડવામાં આવતી હતી. જોકે જીવનસાથી મેળવવાની આ પ્રક્રિયા હજુ ય ચાલુ જ છે પણ હવે તેમાં આમ થોડો Modern Touch આવી ગયો છે. આજની Young Generation જીવનસાથી શોધવાની આ process જાતે જ Online કરે છે. આજે આપણે અહીંયા આવી જ કેટલીક Dating Apps અથવાતો સાઈટ્સ વિષે ચર્ચાઓ કરીશું.

Photo Courtesy: japstudies.com

Tinder

Online Dating માં Tinder એ મોખરાનું સ્થાન ધરાવે છે. જોકે ભારત માં Metro Cities ને બાદ કરતા હજુ ઘણા લોકોને Tinder વિષે વધુ ખાસ માહિતી નથી. Tinder એ એક Location Based Application છે અને GPS ની મદદ દ્વારા કામ કરે છે. Tinder ની Application શરુ કરો એટલે સહુથી પહેલા તમારે Registration કરાવવાનું હોય છે. આ પછી તમે તમારા Instagram અને Facebook account ને આ Application સાથે જોડવા જરૂરી છે જેથી તમારા Pictures Tinder ની Application પર આવી શકે. ત્યારબાદ તમારે તમારી પસંદગી અને કેટલા કિલોમીટરનું રેડિયસ રાખવું છે એ નક્કી કરવાનું છે અને બસ તમારું કામ પૂરું.

હવે તમે જયારે જયારે Tinder ની Application શરુ કરશો એટલે તમારી Screen પર તમારા રેડિયસમાં રહેલા તમારા પસંદગીના Female or Male users તમને જોવા મળશે. તમે Swipe Right કરશો તો તમે એ વ્યક્તિને અથવા એમની profile ને Like કરો છો જયારે Left Swipe એટલે Reject કરો છો. Swipe Up કરશો એટલે Super Like થશે. હવે અહીંયા તમારું કામ પૂરું થાય છે. તમે જેને Swipe Right અથવા તો Swipe Up કર્યું છે એ પણ જો Swipe Right અથવા Swipe Up કરશે એટલે Its A Match !! અને તમે બંને લોકો વાતો શરુ કરી શકો છો. એ પછી normal dating શરુ થઇ શકે છે. Tinder તમને દૈનિક અમુક Swipe Rights અને Swipe Up એક વખત આપવામાં આવે છે. જો વધુ ઉપયોગ કરવા માંગો તો અમુક Charges ચૂકવી અને આ સેવાઓનો લાભ લઇ શકો છો. મોટાભાગે Tinder નો ઉપયોગ Hookup અને Timepass માટે જ થતો હોય છે પરંતુ જો નસીબ કામ કરતું હોય તો અહીંથી જીવનસાથી પણ મળી શકે છે..

Shadi.Com Bharat Matrimony અને Jivansathi

Matrimonial Sites માં આ ત્રણેય Sites એકબીજાને બહુ સ્પર્ધા આપે છે કારણકે જીવનસાથી મેળવવા માટે આ ત્રણેય direct access આપે છે. ટેલિવિઝન હોય, Radio હોય કે Print Media સતત જાહેરાતોને લીધે આ લોકોનું માર્કેટ હંમેશા તેજીમાં જ રહે છે. તમારે આ સાઈટ્સ પર ખાસ કશું કરવાનું નથી, બસ તમારી Profile બનાવવાની, અમુક Photos ઉમેરવાના અને બસ તમને યોગ્ય Match શોધવામાં એ લોકો મદદ કરે. Basic Profile અને Membership માં તમને પાત્ર વિષે માત્ર સામાન્ય માહિતી આપવામાં આવે છે.

જો વધુ માહિતી જોઈએ કે Phone number જોઈએ તો એના માટે તમારે તેમના અઢળક plans માંથી કોઈ એક ખરીદવાનો અને એ Plan મુજબ તમને અમુક Profiles Phone નંબર અને અન્ય માહિતી સાથે દેખાડવામાં આવે છે. જોકે આજની યુવા પેઢી smart છે. એ Profile અને Profile Photo પરથી પાત્રને Social Media પર બહુ સરળતાથી ગોતી કાઢે છે અને પછી એ મામલે આગળ વધતા હોય છે. આ Sites નો સફળતાનો Ratio મારી દ્રષ્ટિએ 50 ટકા જેટલો હોય છે કેમ કે અહીંયા તમને મળતી બધી માહિતી સાચી હોય એ જરૂરી નથી અને અમુક કિસ્સામાં છેતરપિંડી થયેલ હોવાનું પણ સામે આવ્યું છે.

લાગતું વળગતું: Facebook થકી થતા લગ્નો વિષે ગુજરાત હાઇકોર્ટનું મંતવ્ય

Happn અને Truly Madly

Happn પણ મહદંશે Tinder ની જેમ જ કામ કરે છે પણ અહીંયા એક સરળતા એ છે કે User base વધારે હોય તમે જે પાત્રને આજે Signal પર જોયું હોય એ તમને આસાનીથી અહીંયા મળી શકે છે. અહીંયા Radius limit 250 metersની જ હોય તમને તમારા વિસ્તારમાંથી જ પાત્ર મળે એની શક્યતાઓ વધારે રહેલી છે. મોટેભાગે Happn નો ઉપયોગ પણ Stalking માટે વધુ થાય છે. Stalking એટલે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરવાની પણ બસ માત્ર તેમનો પીછો કરવાનો, તેઓ શું કરે છે તે તમામ બાબતની જાણકારી મેળવી રાખવાની એટલે અહીંથી જીવનસાથી મળે એ શક્યતાઓ ઘણી ઓછી છે.

Truly Madly ને India ના પોતાના Tinder તરીકે જોવામાં આવે છે. જોકે હજુ Metro Cities ને બાદ કરતા તેની નોંધ બહુ ઓછી લેવામાં આવે છે. અહીંયા Tinder કરતા વધુ સવલત એ છે કે તમે Age Preference પણ નક્કી કરી શકો છો અને એથી પણ વધુ સારું તમારા કોઈ મિત્ર જો આ Application use કરતા હોય તો તેઓ તમને Endorse કરી અને તમારો Trust Rating વધારી શકે છે જેના લીધે જયારે તમે કોઈ અજાણ્યા પાત્ર સાથે Dating માટે આગળ વધી રહ્યા હોય તો તમને એમના વિષે વધુ વિશ્વાસ થઇ શકે. આ સિવાય તમારા Match સાથે તમે ઘણી બધી Games રમી શકો છો જેથી એકબીજા વિષે વધુ માહિતી મેળવી શકો.

Frivil

આ એક સામાન્ય Dating Application નથી અહીંયા બધા કરતા થોડું Twist વધુ છે. અહીંયા Profile બનાવ્યા પછી તમને જે-તે Users અથવા તમારી profile સાથે Match થતા Users ના Pictures દેખાડવામાં આવશે જેને તમારે rate કરવાના છે. જો બંને profiles એક બીજાને match થાય તો દરરોજ રાત્રે 9 વાગ્યે એક League નું આયોજન થાય જેમાં તમે એક બીજા વિષે વધુ માહિતી મેળવી શકો અને જો તમને બંને ને યોગ્ય લાગે તો Chat કરી અને Dating માટે આગળ વધી શકો છો, જીવનસાથી મેળવવાની જ જો ઈચ્છા હોય તો આ એપ કદાચ તમને વધુ સારી રીતે મદદ કરી શકે છે. આ Application ને Picture Matching Application પણ કહેવાય છે.

આ તો અમુક Applications વિષે જ ચર્ચાઓ થઇ છે અને આવી તો હજુ અઢળક Applications અત્યારે હાજર છે પણ આ તમામ Applications Use At Your Own Risk . તમારી અત્યંત ખાનગી માહિતી અન્ય વ્યક્તિઓને આપતા પહેલા ખુબ વિચારી જોવું. આ પ્રકારની Dating Apps અને Sites પરથી મળેલા અજાણ્યા વ્યક્તિને પ્રથમ વખત મળવા જતી વખતે તેમ જ તેમના સાથે આગળ વધતી વખતે સાવધાની રાખવી ખુબ જરૂરી છે.

તેમ છતાં અખતરો કરવામાં વાંધો નથી, છેવટે તો જીવનસાથી મેળવવાની જ વાત છે ને?

eછાપું

તમને ગમશે: ઇતિશ્રી આયુર્વેદ પર બદનક્ષી કરે રાખતા લોકો પરનો અધ્યાય સંપૂર્ણમ!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here