2019 લોકસભાની ચુંટણીમાં વિવિધ વોટબેંક મહત્ત્વનો ભાગ ભજવશે

0
149
Photo Courtesy: wtdnews.com

1947 થી 2018 કોંગ્રેસે જ્ઞાતિવાદ અને વોટબેંક ને આધારે આજ સુધી મોટાભાગની ચુંટણીઓ જીતી છે પરંતુ એની એક પછી એક રાજ્યોમાં થયેલી હાર એ જ દર્શાવે છે કે ભાજપાએ એની આ વોટબેંકને ધ્વસ્ત કરી દીધી છે અને 2019 માટે એ સશ્ત્ર બુઠ્ઠું થઇ ગયું છે. પરંતુ આપણે ત્યાં હજીપણ જ્ઞાતિવાદના આધરે મતો પડે છે પણ આ જ્ઞાતિવાદનું ધ્રુવીકરણ થયું છે એ કઈ રીતે એ આપણે જોઈએ.

હવે વોટબેંક પોલીટીક્સમાં મુખ્ય ત્રણ જ્ઞાતિઓ જ રહી છે એક હાર્ડકોર હિન્દુત્વ, સેક્યુલર અને મુસ્લિમ.

Photo Courtesy: wtdnews.com

હાર્ડકોર હિન્દુત્વ એ સૌ પહેલા અડવાણીજીનું કાર્ડ હતું એ સાચું. સેક્યુલર એ હિંદુ મતદાતાઓ જ છે જે કોંગ્રેસની વોટબેંક છે અને વાજપેયીજીના ફોલોઅર્સ એટલેકે સોફ્ટ હિન્દુત્વ વોટબેંક. નરેન્દ્ર મોદી આમ તો મૂળભૂત રીતે સોફ્ટ હિન્દુત્વમાં માને છે અને અત્યારસુધી તો નરેન્દ્ર મોદીએ હાર્ડકોર હિન્દુત્વવાદીઓ ને દુર જ રાખ્યા છે અને સાચી અને નિષ્ઠાવાન બ્યુરોક્રેસીથી ચલાવ્યું છે. અને એમની મનમાની થવા દીધી નથી. પ્રવીણ તોગડિયા એનું હાલનું જ દ્રષ્ટાંત છે. પરંતુ ગોધરા કાંડ પછી મીડીયાએ એમની છાપ હાર્ડકોરની છાપ ઉભી કરી દીધી આમ એડવાન્ટેજ નરેન્દ્ર મોદી! હવે આડકતરી રીતે નરેન્દ્ર મોદીની એક હિંદુ વોટબેંક ઉભી થઇ ગઈ હવે કોંગ્રેસે મુસ્લિમ એપીઝ્મેન્ટની નીતિ અપનાવી એથી હિંદુઓ કોંગ્રેસથી વેગળા થઇ ગયા અને આમ મેજોરીટી હિંદુ ભાજપની તરફેણમાં થઇ ગયા.

જ્યાંસુધી મુસ્લિમ વોટબેંક નો સવાલ છે એમાં પણ મુસ્લિમોને કોંગ્રેસે એમનો માત્ર વોટબેંક તરીકે યુઝ જ કર્યો છે. મુસ્લિમો પણ હવે માનવા લાગ્યા છે કે કોંગ્રેસની આ પોલીસીથી એમને વિકાસના કોઈ ફળો આપ્યા નથી. એથી મુસ્લિમ વોટબેંક કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો જેઓ ‘સેક્યુલર’ છે એમાં વહેચાઈ ગઈ છે. આ ઉપરાંત એમાં પણ એક ધડો છે જે મુલ્લાઓની જોહુકમી સામે છે અને સમાનતામાં માને છે. મુસ્લિમોનો આ ભાગ વિકાસની વાત સમજે છે અને શાંતિ પણ ઝંખે છે હુલ્લડો વિરુદ્ધ છે તેઓ છેલ્લા અમુક વર્ષથી ભાજપ તરફ વળ્યા છે. આથી એક બાબત સ્પષ્ટ છે કે જો મુસ્લિમો પણ ભાજપને મત આપતા ના હોત તો સમગ્ર દેશમાં કોંગ્રેસનો આટલો બધો રકાસ ના જ થાત આમ કોંગ્રેસે પોતાની પરંપરાગત મુસ્લિમ વોટબેંક પર પણ પોતાની પક્કડ ગુમાવી છે.

હવે આવીએ જ્ઞાતિવાદ પર જેમકે ગુજરાતમાં પાટીદાર, કર્ણાટકમાં લિંગાયત, હરિયાણા તરફ ગુજ્જરો વગેરે પ્રાદેશિક વોટબેંક. અહી આ જ્ઞાતિઓમાં પણ અમુક શ્રીમંતોએ જ્ઞાતિનું ભલું કર્યા વગર અત્યારસુધી કોંગ્રેસ સાથે એક ભાણે બેસીને સત્તાની મલાઈ જ ખાધે રાખી હતી. આ જ્ઞાતિના બનીબેઠેલા આગેવાનો હતા ત્યાં ભાજપ એ એ જ્ઞાતિના યુવાન કાર્યકર્તાઓ અને કાર્યક્ષમ આગેવાનોને એમની સામે ઉભા કરી જ્ઞાતિઓને પણ પોતાની તરફેણમાં કરી લીધી અને પેલા બનીબેઠેલા આગેવાનો ને સાઈડલાઈન થઇ ગયા. આમ અહીં પણ ભાજપ બધાને સાથે લઈને ચાલે છે એની પ્રતીતિ પ્રજાને થઇ. આવુંજ દલિતો અને આદિવાસીઓ બાબતમાં થયું છે. એમના આગેવાનોએ કોંગ્રેસ રાજમાં અને કોંગ્રેસીઓએ પોતાનું કઈ ભલું નથી કર્યું એની પ્રીતીતી એમને થઇ અને સમાજનો આ હિસ્સો પણ ધીરેધીરે કોંગ્રેસ વિરુદ્ધ થવા લાગ્યો અને આ રીતે એક હિન્દુત્વની સંપૂર્ણ વોટબેંક ભાજપની તરફેણમાં ઉભી થઇ.

કોંગ્રેસે હમેશા RSS ની ટીકા કરતા કહ્યું છે કે એ બ્રાહ્મણોના વર્ચસ્વવાળો સંઘ છે અને ભાજપ એના ઈશારે ચાલે છે. વિડંબણા એ છે કે બીજી તરફ કોંગ્રેસના જ અધ્યક્ષ પોતાની જાતને જનોઈધારી હિન્દુ તરીકે જાહેર કરે છે ત્યારે સ્વભાવિક નરેન્દ્ર મોદીનું OBC ફેક્ટર કોંગ્રેસ પર સ્કોર કરી જાય છે.

આમ ભાજપએ સિસ્ટમેટીકલી કોંગ્રેસની જ્ઞાતિવાદી અને મુસ્લિમ વોટબેંક ખોરવી દીધી છે. હવે એમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારભર્યો ઈતિહાસ ઉમેરાતા અને નરેન્દ્ર મોદીની ક્લીન ઈમેજ ને લીધે હવે બહુમતી રાજ્યો ભાજપાએ મેળવી લીધા છે. વળી આ વોટબેંક રાજકારણ ઉપરાંત વિકાસની રાજનીતિ અને ભ્રષ્ટાચાર નાબુદીના પગલાઓ વગેરે ભાજપને વધુને વધુ બહુમતી અપાવે જાય છે.

આમ લગભગ વોટબેંક વગરની થઇ ગયેલી કોંગ્રેસ માટે 2019 જીતવા હવે ગઠબંધન સિવાય પર્યાય નથી. પરંતુ આ ગઠબંધન કરવામાં પણ તેને તકલીફ પડવાની છે એટલું જરૂર છે.

eછાપું

તમને ગમશે: સમગ્ર વિશ્વમાં ચારે તરફ ચાલી રહી છે સિંહ ઘેટાની રસપ્રદ રમત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here