ભારતને શ્રેષ્ઠ મિસાઈલ સુપર પાવર તરીકે પ્રસ્થાપિત કરતું Agni V

4
389

Agni V સામેલ થતા ભારતની હવે પ્રહાર ક્ષમતાનો વ્યાપ ખુબ મોટો થઇ ગયો છે. આપણા દેશમાંથી સમગ્ર એશિયા, આફ્રિકા અને યુરોપના કેટલા દેશો અને મુળ તો આખું ચાઈના હવે સંપુર્ણ રેન્જમાં આવી ગયું છે. જો કોઈ વિકટ પરિસ્થિતિ આવી પડી તો 24 મિનિટમાં બીજીંગ, શાંઘાઈ કે ગ્વાંડોંગ જેવા શહેરોને એક ઝાટકે તબાહ કરી શકાય  આ એવી આંતર-ખંડીય મિસાઈલ પ્રણાલી છે કે જે ચીનની રાજધાની બીજીંગ કે પછી તેના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન શાંઘાઈ કે પુર્વ તટ પર આવેલા ઔદ્યોગીક શહેરો બધું જ તબાહ કરવા સક્ષમ છે.

This slideshow requires JavaScript.

હમણાં જ ચાર દિવસ પહેલાં ભારતના કુશળ વૈજ્ઞાનિકો, કાબેલ ટેકનીશીયન અને DRDO – Defense Research and Development Organization જેવી  અલ્ટ્રા-મોર્ડન લેબોરેટરીના સંયુક્ત મહેનત અને પ્રયાસોથી ફરી એક વાર દેશનું માથું ઉંચું રહે એવા સમાચાર આવ્યા. પોખરણ – 2ના અંદાજે બે દાયકા બાદ, ભારત ન્યુક્લીઅર ક્ષમતા ધરાવતું Agni V મિસાઈલનું સફળ પ્રી-ઇન્ડક્શન (ઓડીશા કાંઠે આવેલ ડો. અબ્દુલ કલામ ટાપુ પરથી) સફળ પરિક્ષણ કરી આંગળીને વેઢે ગણી શકાય એવા દેશોની યાદીમાં આવી ચુક્યું છે. જેમાં અમેરીકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સામેલ છે.  અને આ 2018ના વર્ષમાં જ બીજું સફળ પરિક્ષણ હતું.

Agni V મિસાઈલ ત્રણેય દળોનું સહીયારૂં SFC – Strategic Force Command હેઠળ રહેશે. આ SFC અત્યારે પૃથ્વી – 2 (350 કી.મી.), Agni I (700 કી.મી.), Agni II (2000 કી.મી.) અને Agni III (3000 કી.મી.) ઉપરાંત સુખોઈ MKI, અને મિરાજ 2000 પણ પરમાણું બોમ્બ વહન કરવા પુર્ણ રીતે સક્ષમ છે.

Agni V, આંતર ખંડીય બેલાસ્ટીક મિસાઈલનું સફળ પરીક્ષણ અને તેને આપણા સંરક્ષણ દળોમાં સમાવેશ કરવાની કાર્યવાહી પણ શરૂ થઈ ચુકી છે.  વેલ, આપણા વૈજ્ઞાનિકો આ સફળ પરિક્ષણ બાદ શરૂઆતમાં તેની મારક રેન્જ વિશે ફોડ પાડીને વાત કરતા ન હતા. પણ પછી એ મારક રેન્જ 5500 – 5800 કિલોમીટર છે એવું તેમણે જણાવ્યું હતું.

પણ ચીનના PLA – (Peoples’ Liberation Army) Academy of Military Science ના વૈજ્ઞાનિક  ડુ વેનલોંગના ચાઈના ગ્લોબલ ટાઈમ્સના લેટેસ્ટ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું કે Agni V ખરેખર 5000 Miles (8000 kms) ક્ષમતા ધરાવે છે. મૂળ વાત એમ છે કે Agni V ના સફળ પરીક્ષણથી ચીનના પેટમાં તો જબરદસ્ત તેલ રેડાણું છે. તેના ઓફીશીયલ મીડીયામાં ભારતને આમ તો પોતાના મિત્ર અને વેપારમાં ભાગીદાર જણાવે છે પણ સાથે સુફીયાણી સલાહ પણ આપતું રહે છે કે તમારા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં વધુ કામની જરૂર છે.

આ ચાઇનાના પેટમાં તેલ રેડાય એવું તો શું છે? તો પહેલાં Agni V વિશે માહિતિ જાણીએ.

ઓપરેશનલ રેન્જ: 5500 – 5800 Kms.
કુલ વજન: 50000 Kgs (50 Tons)

લંબાઈ: 17.5 m

ડાયામિટર: 2 m

સ્પીડ: 24 Mach

એન્જીન: 3 તબક્કાનું સોલીડ સ્ટેટ ઇંધણ સાથે

વોરહેડ: પરમાણુ

વોરહેડ વહન ક્ષમતા: 1500 Kgs. (1.5 Tons)

Agni V એ 5000 કિમીની મારક ક્ષમતા ધરાવતું અને ન્યુક્લીઅર પે-લોડ સક્ષમ મિસાઈલ સંપુર્ણ સ્વદેશી મિસાઈલ છે. આ મિસાઈલ પ્રણાલી સાથે વધુ આનંદ અને ઉપલબ્ધિની વાત એ છે કે આપણે સ્વદેશી પદ્ધતિએ જ કેનીસ્ટર લોંચ પ્રણાલી વિકસાવી. કેનીસ્ટર એટલે એક એવી કેપ્સ્યુલ (સરળ સમજ માટે આ શબ્દ વાપર્યો છે) કે જેમાં આ મિસાઈલ ગોઠવાયેલી હોય અને સચવાયેલી પણ હોય. પણ જ્યારે 50 ટનની મિસાઈલ છોડવાની હોય કે જે 5000 કી.મી.ની રેન્જ ધરાવે છે તો તેને છોડવાનો ધક્કો કેવડો હોય? આ મિસાઈલ છોડતી વખતે લગભગ 300-400 ટનનો ધક્કો લાગે. તો એના માટે આ કેનિસ્ટર એ ધક્કો એક સ્પોન્જની જેમ પોતાનામાં સમાવી લે અને તેના વહન માટે 7 એક્સેલ, 140 ટન, 30 મીટર લાંબી સ્પેશીયલ ટ્રક ડેવલપ કરવામાં આવી જેનાથી ઝડપી મુવમેન્ટ, ઝડપી લોંચ, ફાયર અને મુવ બધું જ ઝ્ડપથી શક્ય બને.

આમ તો સપ્ટેમ્બર 2011માં ત્રણ તબક્કાના રોકેટના સફળ પરિક્ષણ બાદ Agni 5 મિશનની શરૂઆત થઈ. પ્રથમ પરિક્ષણ ફેબ્રુઆરી 2012માં નિર્ધારાયેલું હતું. પણ થોડું મોડું થયું. કારણ 5000 કી.મી.ની રેન્જ ચેક કરવાની હતી અને વચ્ચે અનેક દેશોની (ઇન્ડોનેશીયા ઓસ્ટ્રેલિયા વગેરે) હવાઈ સીમા આવે, સમુદ્રી રસ્તે અનેક વહાણો ચાલતા હોય, પેસેન્જર વિમાનોની અવરજવર હોય, અને પાછાં નેવીની મદદ વડે સમુદ્રમાં ટ્રેકીંગ સ્ટેશન પણ મુકવાં પડે. જ્યાં ટારગેટ હીટ કરવાનું હોય ત્યાં પણ ટ્રેકીંગ ગોઠવવું પડે. આ બધી સમસ્યાઓના નિવારણ બાદ 19 April, 2012 પ્રથમ પરિક્ષણ થયું. બંગાળના ઉપસાગરમાં આવેલ વ્હીલર ટાપુ પરથી છોડવામાં આવ્યું. ICBM  – Inter Continental Ballistic Missileની સંરચના એ પ્રકારે હોય કે તે અંદાજે 100 કિમીની ઉંચાઇ પર અંતરીક્ષમાં ટ્રાવેલ કરે અને જ્યારે ટાર્ગેટ નજીક આવે ત્યારે પુનઃ વાતાવરણમાં પ્રવેશ કરે. તો Agni 5 સફળ રીતે ત્રીજા તબક્કાના એન્જીનના બુસ્ટર સાથે વાતાવરણમાં પ્રવેશ્યું અને સુનિશ્ચિત ટાર્ગેટથી થોડા જ મીટર દુર જઈને ત્રાટક્યું. આ એક જબરદસ્ત સફળતા હતી.

ત્યારબાદ એક પછી એક ટેસ્ટ થતા ગયા અને સુધારાઓ થતા રહ્યા. વરસ 2018માં જાન્યુઆરી અને જુન એમ બે પરિક્ષણ થયાં. Agni V નું નેવલ વર્ઝન (INS Arihant – પરમાણુ સબમરીન દ્વારા), અને એન્ટી સેટેલાઈટ વર્ઝન કે જે 800 કિમી દૂર અંતરીક્ષમાં આવેલ ઉપગ્રહોને પણ લક્ષ્ય બનાવી શકે.  Agni V માં અનેક ટેકનોલોજીકલ ઇનોવેશન ઉપયોગમાં લેવાણા છે. RLG – Ring Laser Gyroscope અને એક્યુરેટ ટારગેટ ભેદવા માટે આધુનીક નેવીગેશન સીસ્ટમ ઉપયોગમાં લેવાઈ છે.

Agni V હવે ટુંક સમયમાં જ આપણી સેનામાં ફરજ બજાવવા જોડાશે અને સદાય દેશની સુરક્ષા માટે તત્પર રહેશે.

જય હિંદ.

eછાપું 

તમને ગમશે: જય જય WhatsApp સરકાર !!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here