VIDEO: Republic ના એડિટર અર્નબ ગોસ્વામી પર હુમલો

0
329
Photo Courtesy: Scroll.in

Republic Networkના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી પર ગઈકાલે રાત્રે તેમના ઘરની નજીક બે ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે તેની વાત અર્નબ ગોસ્વામીએ એક વિડીયોમાં કરી છે.

Photo Courtesy: Scroll.in

મુંબઈ: ગઈકાલે રાત્રે લગભગ સવાબારની આસપાર Republic Networkના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી પર મુંબઈના લોઅર પરેલમાં આવેલા તેમના નિવાસસ્થાન નજીક હુમલો થયો હતો. અર્નબ લોઅર પરેલમાં જ આવેલા તેમના સ્ટુડિયોથી પોતાના પત્ની શોમ્યાબ્રતા રે ગોસ્વામી સાથે પોતાની કારમાં ઘર પરત આવી રહ્યા હતા.

અર્નબ ગોસ્વામી જ્યારે ઘરથી લગભગ 400 મીટરના અંતરે હતા ત્યારે બે બાઈકસવારોએ તેમની કાર આંતરી હતી અને તેમને પોતાની કાર રોકવા માટે મજબૂર કર્યા હતા. ત્યારબાદ આ બંને બાઈક સવારોએ એક સાધન દ્વારા અર્નબની કાર પર હુમલો કર્યો હતો.

અર્નબ ગોસ્વામીના સિક્યોરીટી ગાર્ડઝ દ્વારા આ બંને ગુંડાઓને રોકવામાં આવ્યા હતા અને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બંનેને મુંબઈ પોલીસને હવાલે પણ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ ચાલુ છે.

Republic TVનું કહેવું છે કે આ બંને ગુંડાઓએ પોતે યુથ કોંગ્રેસના સભ્ય હોવાનું અર્નબ ગોસ્વામીના સિક્યોરીટી ગાર્ડ્સ સમક્ષ સ્વીકાર્યું હતું. આ ઘટના બાદ અર્નબે એક વિડીયો મેસેજ જાહેર કર્યો હતો જેમાં તેઓ આજે લોઅર પરેલ પોલીસ સ્ટેશન જઈને ખુદ FIR લખાવશે એમ કહ્યું હતું.

અર્નબ ગોસ્વામીએ બે દિવસ અગાઉ પાલઘરમાં બે હિંદુ સાધુઓના થયેલા મોબ લીન્ચિંગ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે આ જઘન્ય ઘટના પાછળ મહારાષ્ટ્રમાં શાસન કરી રહેલી મહા વિકાસ આઘાડીની સરકારની તેમજ તેનો હિસ્સો એવા કોંગ્રેસ પક્ષ અને તેના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધીની આકરી ટીકા કરી હતી.


eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here