ભારત માતા પોતે જણાવે છે કે તેમને પોતાના સંતાનોની કઈ આદતો નથી ગમતી

0
1480
Photo Courtesy: intoday.in

મિત્રો,  ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે…. ઓગસ્ટ એ ક્રાંતિકારી મહિનો ગણાય છે….  અને સદનસીબે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી જે દિવસે આઝાદ થયો એ દિવસ પણ આ મહિના દરમ્યાન જ આવે છે.. ટૂંકમાં કહું તો ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિકારી… બહોત હી ક્રાંતિકારી… તો મારી સાથે ઊંચા અવાજે બોલો… “ભારત માતા કી જય..” “વંદે માતરમ…”  “વંદે માતરમ…” “વંદે માતરમ…”  મિત્રો, આજે તમને જણાવતાં દલડું એકદમ ગદગદિત થાય છે કે સાક્ષાત ભારત માતા frday ફ્રાયમ્સના મંચ પર ઉપસ્થિત છે…

Photo Courtesy: intoday.in

પંકજ પંડ્યા : સુસ્વાગતમ ભારત માતા… વંદન સ્વીકાર કરો….

ભારત માતા :  સુખી રહો…

પંકજ પંડ્યા :  સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ…

ભામા : તને પણ ખૂબ ખૂબ બધાઈ…

પંકજ પંડ્યા : આજ ખુશ તો બહોત હોંગે આપ…

ભારત માતા : મારા લાડલાઓ સ્વાતંત્ર્ય દિન નો ઉત્સવ ઉજવી રહ્યા હોય એટલે એ તો સ્વાભાવિક છે…. પરંતુ…

પંકજ પંડ્યા : પરંતુ ? પરંતુ શું માતે ?

ભામા:  મારા લાડકવાયાં સંતાનો, એટલે કે દેશના નાગરિકો, પોતાની ફરજો પ્રત્યે હંમેશાં દુર્લક્ષ સેવે છે… એ વાત કાળજું કોરી ખાય છે…

પંકજ પંડ્યા : જેમ કે….

ભારત માતા : જેમ કે સ્વચ્છતા…

પંકજ પંડ્યા : માતાજી, સ્વચ્છતાથી કદાચ અમને ફર્ક પડે…. ગંદકી શહેરના રસ્તાઓ પરથી સાફસૂફ કરીને નિર્ધારિત જગ્યાએ ઠાલવવામાં આવે તો અમે સ્વચ્છ થયા કહેવાઈએ…. તમારા માટે તો એનું એ જ છે ને ?  તમારા માટે તો જસ્ટ એવું કહી શકાય કે… કચરો એક અંગ પરથી ઉઠાવીને તમારા બીજા અંગ પર ઠાલવ્યો… તમને સંપૂર્ણ સ્વચ્છ રાખવા માટે કચરો વાળી ઝૂડીને બીજા દેશમાં ઠાલવવો પડે…

ભામા: હાહાહા… એવું ના   હોય….  જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે…

પંકજ પંડ્યા : સમજી ગયો…

ભારત માતા : મને એક વાતનો આનંદ છે કે મારા સંતાનો મારા પ્રત્યે અત્યંત લાગણીશીલ છે… મારો ધ્વજ ફરકતો જોઈને પણ એમની આંખના ખૂણા ભીના થી જાય છે….

પંકજ પંડ્યા : બસ તો પછી બીજું શું જોઈએ ?

ભામા : દેશની ગરિમા જાળવવા તનતોડ મહેનત કરવાની આવે, પ્રામાણિકતાથી કામ કરવાનું હોય કે ભ્રષ્ટાચાર કે અત્યાચારનો સામનો કરવાનો હોય ત્યાં મારા સંતાનો ઉદાસીન બની જાય છે….  વધુ પડતી વસ્તીને લીધે સ્પર્ધાત્મકતાનો સામનો કરવો જ રહ્યો…

પંકજ પંડ્યા : સાચી વાત….  એક વિચિત્રતા એ પણ છે કે આખી દુનિયામાં સૌથી સૂફીયાણી વાતો અહીં થાય છે પણ  એના અમલીકરણમાં આપણે ખૂબ પાછળ છીએ…

ભારત માતા : એવી સૂફીયાણી વાતોથી કંઈ ના વળે…. દેશને સૂફીસંતો થી વધુ સાફસૂફી સંતોની જરૂર છે જે દરેક પ્રકારના કચરાનો નિકાલ કરે…

પંકજ પંડ્યા : વાહ….. અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયા પછીના ભારત વિશે તમે શું કહેશો…

ભામા: પહેલાં અંગ્રેજો દેશનું શાસન ચલાવતા હતા… અને દેશના લોકો લોકશાહી ઢબે ચલાવે છે. પણ નાગરિકોમાં દેશ ભક્તિનો રસાસ્વાદ નજરે ચડતો નથી.

પંકજ પંડ્યા : એટલે ?

ભારત માતા : એટલે એમ કે 15 ઓગસ્ટ 1947ના દિને દેશને swadhinta  મળી પણ મને પ્રજાની પોતાના દેશ પ્રત્યેના પ્રેમમાં જે swad-hinta છે તે કોરી ખાય છે…. એવું નથી કે બધા દેશને નફરત કરે છે…. પરંતુ દેશ પ્રેમ કોઈની અગ્રિમતા નથી એ શત પ્રતિશત સત્ય છે…

પંકજ પંડ્યા : શત પ્રતિશત સહમત…  ભારતની ભૂમિને બહુરત્ના વસુંધરા કહેવાય છે…

ભામા :  કુદરતી સ્તોત્રો ઉપરાંત રત્નો સમાન સપૂતોથી જડિત આ દેશની ભૂમિ ખરા અર્થમાં બહુ રત્ના વસુંધરા છે…

પંકજ પંડ્યા : સાચું…  આ ભૂમિ ભામાશાઓ થી ભરેલી છે.. ભામાશા મતલબ ભારત માતાની શાન…

ભારત માતા : hmm

પંકજ પંડ્યા :  અમે તમારા સંતાનો છીએ અને અમને ગર્વ છે કે આ ભૂમિ પર એવા સપૂતો પાક્યા છે કે જેમનું ઋણ ચૂકવવા માટે દેશની સમગ્ર જનતા આજીવન વ્યાજ payee બનીને રહે તો પણ ઋણ મુક્ત ના બની શકાય…  btw તમે  દેશની જનતાને કોઈ સંદેશ આપવા ચાહશો ?

ભારત માતા :   ચોક્કસ…. હું એટલું જ કહેવા માગીશ કે દરેક વ્યક્તિમાં કોઈ એક આવડત તો એવી હોય છે જ જે એને બીજા લોકોથી અલગ પાડે છે… પોતાની આ આવડતને ઓળખો અને પ્રામાણિકતા પૂર્વક મહત્તમ સમય આપીને કામને વળગી રહો… તમને જે સ્માર્ટનેસ મળી છે એનો ઉપયોગ નહિ કરો અને આખો દિવસ ફોન  મચડયા કરશો તો સ્માર્ટ ફોન તમારી સ્માર્ટનેસને ભરખી જશે…  ફોરવર્ડ બનો….. બાકી સુવિચારો ફોરવર્ડ કર્યા કરવાથી ફરક પડી શકતો હોત તો …….

પંકજ પંડ્યા : ભારત માતાકી જય…..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: બચતને મજબૂત બનાવતા કારીગરો: બેંક ખાતું અને ફિક્સ્ડ ડીપોઝીટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here