અવની અને આકાશ – પ્રેમ સંબંધમાં આવતા આરોહ અવરોહની લઘુકથા

0
146
Photo Courtesy: byrslf.co

જો તમારી એવી જ  ઈચ્છા છે તો હવે આગળ હું કઈ જ નહીં કહું. મારા માટે સૌથી પહેલા તમે છો, પછી બીજા બધા! જો તમારી એવી ઈચ્છા છે કે હું તમારી પસંદના છોકરા સાથે લગ્ન કરું તો એમ જ થશે! હવે આજ પછી તમે મારા મોઢેથી આકાશ નું નામ ક્યારેય નહીં સાંભળો!! અવની તેના મમ્મી-પપ્પા હિતેશભાઈ અને ઉષાબેનને ખુબ જ મક્કમતાથી  કહી રહી હતી.

અવની..હિતેશભાઈ અને ઉષાબેનનું એક માત્ર સંતાન હતી અને તેઓ તેની દરેક વ્યાજબી ઈચ્છાઓ પૂરી કરતા અને અવની પણ પોતાના એક જ હોવાનો ક્યારેય પણ ગેરલાભ લે એવી છોકરી નહતી. ખુબ જ સમજદાર અને સંસ્કારી અને કહ્યાગરી છોકરી હતી અવની! પોતાના જીવનમાં અવનીએ ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટી જીદ કે માંગણી કરી ન હતી એટલે જ તો હિતેશભાઈ અને ઉષાબેનને તેના પર ખુબ જ ગર્વ હતો. ક્યારેય તેઓ વચ્ચે નાનો અમસ્તો પણ ખટરાગ થયો નહતો. પરંતુ આજે? છેલ્લા ત્રણ મહિનાથી તેમના ઘરમાં કકળાટ હતો અને તેનું કારણ હતું આકાશ, અવનીનો બોયફ્રેન્ડ.

અવની અને આકાશ સાથે જ job કરતા હતા અને ધીરે-ધીરે એકબીજાના પ્રેમમાં પડી ગયા. આકાશ દેખાવમાં સામાન્ય પણ ખુબ જ સંસ્કારી અને સમજદાર છોકરો હતો. તો પછી?વાંધો શું હતો? વાંધો હતો કે આકાશ બીજી જ્ઞાતિનો હતો બસ! પત્યું..આ એક જ વાતને કારણે જ હિતેશભાઈ અને ઉષાબેન આ સંબધની વિરુધ્ધ હતા. અધૂરામાં પૂરું માત્ર અવનીના માતા-પિતા નહીં પણ આકાશના માતા-પિતા પણ આ સંબંધની વિરુદ્ધ હતા અને બિચારા આકાશ અને અવની પોતપોતાના માતા-પિતાને સમજાવી સમજાવીને થાક્યા હતા. પરતું બંનેમાંથી કોઈ ટસનું મસ નહોતું થતું અને બંને છોકરાઓ પણ પાછા ખુબ જ અજ્ઞાકિત હતા. લગ્ન કરવા તો માતા-પિતાની સંમતીથી જ નહીં તો નહીં.

પોતાના નવાસવા પ્રેમ માટે થઈને પોતાને નાનપણથી પ્રેમ કરનાર માતા-પિતાને દુખી કરવું તે બંને માટે યોગ્ય ન હતું. જો પોતાનો પ્રેમ સાચો હશે તો તેઓ માની જ જશે એવું તેમને લાગતું પણ એવું ન થયું. બંને માંથી કોઈના પણ માતા-પિતા આ સંબધ માટે તૈયાર ન થયા તે ન જ થયા. આકાશની અને અવનીની અનેક સમજાવટો છતાં જયારે કોઈ માનવા તૈયાર ના થયું ત્યારે તેમણે આ સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું. બંનેમાંથી કોઈને પણ ભાગીને લગ્ન કરવાનો કે એવો કઈ જ વિચાર ન આવ્યો, કારણ ..લગ્ન એ ખુબ જ પવિત્ર સંબધ છે અને જયારે બે લોકો આ સંબંધમાં જોડાય છે ત્યારે માત્ર બે લોકો જ નહીં પણ તેઓના પરિવાર પણ આ સંબધમાં જોડાય છે અને પોતાના જ માતા-પિતાને દુઃખી કરીને પોતે કેવી રીતે સુખી રહી શકે? બસ આ કારણે જ અવની અને આકાશે આ સંબધ પર પૂર્ણવિરામ મુકવાનું માત્ર નક્કી જ ના કર્યું પણ તેના પર અમલ પણ કર્યો. બંનેએ પોતપોતાના માતા-પિતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું.

અને આજે એ વાતને બે મહિના થઈ ગયા છે અને આજે અવનીને જોવા છોકરાવાળા આવવાના છે અને હિતેશભાઈ અને ઉષાબેન ઉતાવળ કરી રહ્યા છે અને લ્યો છોકરાવાળા આવી પણ ગયા! અવની કમને હસતું મો રાખીને ચાની ટ્રે લઈને રૂમમાં પ્રવેશી તો?આ શું? સામે આકાશ અને તેના મમ્મી-પપ્પા બેઠેલા હતા!!! અવની તો રીતસર ડઘાઈ જ ગઈ તેને તો સમજાતું જ હતું કે આ થઈ શું રહ્યું છે! આકાશ અને તેના મમ્મી-પપ્પા ! પણ પોતાને તો કોઈ બીજા છોકરાનો ફોટો બતાવ્યો હતો? અને સામે આકાશની પણ આ જ હાલત હતી.

બંનેને કઈ જ સમજાતું ના હતું. ત્યાજ હિતેશભાઈ બોલ્યા, “કેમ?કેવું રહ્યું? પેલું શું કેહવાય હા SURPRISE કેવું લાગ્યું??” પણ હજી અવની અને આકાશતો આઘાતમાં જ હતા! ત્યાં આકાશના પપ્પા અનિલભાઈ બોલ્યા, “જુઓ બેટા અમે તમારી ખુશીઓ જ જોઈએ છીએ બીજું કઈ નહીં છેલ્લા બે મહિનાથી જોઉં છું તને બેટા આકાશ. તું સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતો હતો પણ સામાન્ય હતો નહીં અને તારું દુઃખ અમારાથી છુપું ન હતું. અને આ બાજુ અવનીની હાલત પણ આવી જ હતી એમ અમને હિતેશભાઈએ કહ્યું અને તમારી આવી હાલત અમારાથી જોવાઈ નહીં એટલે અમે ખાનગીમાં મીટીંગ ગોઠવી અને પછી અમને ખબર પડી કે અવનીના માતા-પિતા અને તેમનું પરિવાર ખરેખર સારું છે અને અમને બધાંને એવું જ લાગ્યું  કે કારણ વિના અમે આ સંબધનો વિરોધ કરી રહ્યા હતા! અને એમાંય જો તમારા જેવા સમજદાર સંતાન હોય તો પછી અમારા માટે બીજી બધી જ વાતો ગૌણ છે. છોકરાઓ હવે તો જરા સરખી રીતે હસી લો? અમે લોકો આ લગ્ન માટે તૈયાર જ નથી પણ ઉતાવળા પણ છીએ અનિલભાઈએ પોતાની વાત પૂરી કરી ત્યાંજ અવની અને આકાશ સિવાય બધા જ ખડખડાટ હસી પડ્યા.

ના એ બંને ના હસ્યા કારણ? કારણ કે એમની આંખો માં તો આંસુ હતા!ખુશીના આંસુ!!

આ ઘટનાને છ મહિના થયા અને આજે બંનેના લગ્ન છે, આકાશ અને અવનીના!! બધાની સંમતી સાથે. ખરેખર પ્રેમલગ્ન જો માતા-પિતાની સંમતિ સાથે થતા હોય તો એનાથી વિશેષ ખુશી સંતાનો માટે કોઈ જ ના હોય શકે!!         

eછાપું

તમને ગમશે: લઘુકથા: સવિતા અને સરિતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here