નવી ગાઈડલાઈન્સ મુજબ લગ્ન પ્રસંગે ૧૦૦ માણસો સિલેક્ટ કેવી રીતે કરવા?

0
272
Photo Courtesy: Indian Express

કોરોનાનાં કારણે લગ્ન પ્રસંગે આમંત્રિત મહેમાનોની સંખ્યા પહેલા ૨૦૦ વ્યક્તિઓની હતી તે સરકાર દ્વ્રારા ઘટાડીને ૧૦૦ કરી દેવામાં આવી છે. તેવા સંજોગોમાં કઠીન પરિસ્થિતિ ઉભી થઇ છે કે પ૦ મહેમાનો છોકરા તરફે અને ૫૦ મહેમાનો છોકરી તરફે બોલાવવાનાં રહેશે. એમાંથી જે છોકરા અને છોકરીનાં લગ્ન છે એમને બાદ કરો તો ૪૯ જ થાય જે લોકો અગાઉ થી ૨૦૦ લોકોને બોલાવી ચુક્યા છે એમણે હવે ૧૦૦ લોકો ને ‘તમારે નથી આવવાનું’ એવો ના પાડવા ફોન કરવાનો રહેશે અને કયા ૧૦૦ લોકોને બોલાવવા એ સિલેક્ટ કરવાની રીત આજે અમે તમને શીખવાડી રહ્યા છીએ.

૧. જે લોકોએ પણ તમને દિવાળી દરમિયાન ગુગલ પે ઉપર ગો ઇન્ડીયામાં ગયા, પૂરી, કાઝીરંગા, કોચી, બસ્તર અને નૈનીતાલની ટિકિટ આપી હોય એવા લોકો ઘણા નજીકના સગા ગણાય એવા વ્યક્તિઓને બીજા લોકોને કાપીને પણ લગ્નમાં આવવાનું આમંત્રણ આપવું. અંદરો અંદર એક રૂપિયો ટ્રાન્સફર કરીને ટીકીટ લેવામાં મદદ કરતા લોકો તેમજ કિલોમીટર ભેગા કરવામાં તેમજ ટિકિટો ગીફ્ટ કરવામાં મદદ કરતા લોકોને પણ સ્થાન આપવું.

૨. અગાઉ કોરોના થઇ ગયો હોય અને હર્ડ ઈમ્યુનીટી ધરાવતા લોકોને પણ આમંત્રણ આપી શકાય. એવા લોકોને બોલાવવાનાં ઘણા ફાયદા છે, એમને તરત બીજી વાર કોરોના થવાના ચાન્સ ઓછા છે અને આ લોકો લગ્નમાં આવે તો એમની જોડે વાતો કરવી ઇઝી હોય છે ખાલી એટલું પૂછવાનું કે હવે કેવું છે? કોરોનામાંથી બહાર કેવી રીતે આવવાનું? આવા લોકો કોરોનોમાથી બહાર આવીને અડધા ડોક્ટર બની જતા હોય છે એટલે લગ્નમાં વાતો ખૂટી ના પડે, ખાવાનું તો ઓછા લોકોને કારણે આમે ખુટવાનું  નથી.

૩. જે લોકો પણ રોજ ગુડ મોર્નિંગનાં કલરફુલ વોટ્સએપ મોકલતા હોય એ લોકોને લીસ્ટની બહાર રાખવા તેમજ સગાઇ વખતે કે પ્રી વેડીંગ  ફોટામાં બ્યુટીફૂલ કપલ અથવા તો નાઈસ કપલની કોમેન્ટ કરે એવા હોય એવા લોકોને પણ ૧૦૦ વ્યક્તિઓનાં લીસ્ટમાં શામેલ કરવા કેમકે દર વર્ષે મેરેજ એનિવર્સરીમાં આવા લોકો સોશ્યલ મીડિયામાં કોમેન્ટ કરવા કામ લાગે છે.

૪. કેટરીગ સ્ટાફ ૧૦૦ માણસનાં લીસ્ટમાં આવતો ન હોઈ કુટુંબનાં એવા છોકરા છોકરીઓ જેમનું ગોઠવાતું ન હોય એવા લોકોને કેટરિગનાં કપડા પહેરાવીને લગ્ન પ્રસંગે પીરસવા ઉભા રાખવા. વર્ષો પહેલા નાતના છોકરા છોકરીઓ જ પીરસવાનું કરતા હતા અને એમનું ગોઠવાઈ જતું હતું પણ કેટરીગ સ્ટાફનાં કારણે એ તક પણ આજનો નવયુવાન ચૂકતો જાય છે આમ આપદાને અવસરમાં બદલીને કેટરિગ સ્ટાફની જગ્યાએ કુટુંબ નાં યુવકો કે યુવતીઓ ને પીરસવા ઉભા રાખવાથી તેમના ગોઠવવાનાં ચાન્સ રસીથી કોરોના અટકી જશે એટલા વધી જાય છે.

૫. જે લોકોને તમે બોલાવવા માંગતા ન હોવ એવા લોકોને કંકોત્રી આપી આવવી અને સરકારની ગાઈડલાઈન્સનાં કારણે હવે ન આવતા નો ફોન કરવો એટલે એ લોકોને જમાડવા પણ ન પડે અને એ લોકોનાં ઘરે કંકોત્રી ગઈ હોય એટલે એ લોકોને ચાંલ્લો લખાવવો પણ પડે અને એ લોકો આપણો દેખાડો ચુકી ન જાય એ માટે એમને ઝૂમ કે ગુગલ મીટની લીંક પણ મોકલી આપવી જેથી એ લોકો રૂબરૂ મળ્યા તુલ્ય ગણાય.

અજ્ઞાન ગંગા

લો એના લગ્નની મળી કંકોત્રી મને

પછી પાછળથી ફોન આયો કે હવે નવી ગાઈડલાઈન મુજબ ૧૦૦ વ્યક્તિઓ જ બોલાવવાના છે એટલે તું ન આવતો ચાંલ્લો ગુગલ પે કરીને ટીકીટ જીતી લેજે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

તમને ગમશે: લગ્નની તૈયારીઓ એટલે ખર્ચાળ લગ્ન પહેલા જ ખર્ચાઓની હારમાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here