બુક રિવ્યુ – Stay Hungry Stay Foolish – ખભે કોથળો ને દેશ મોકળો

2
883
Photo Courtesy: spectralhues.com

Stay Hungry Stay Foolish – ગુજરાતીમાં ખભે કોથળો ને દેશ મોકળો. – રશ્મી બંસલ અને ગુજરાતી અનુવાદ – સોનલ મોદી.

Photo Courtesy: spectralhues.com

હાલમાં સ્ટાર્ટઅપ શબ્દ ખુબ પ્રચલીત થયો છે. નવા સાહસ, નવી તકો અને નવી રીતે વ્યવસાય કરવાની પધ્ધતીઓ.

Stay Hungry Stay Foolish 2005ની સાલમાં સ્ટેન્ફર્ડ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં આ વાક્ય સ્ટીવ જોબ્સની પ્રખ્યાત સ્પીચના સમાપનમાં એમણે કહેલું. એમના કહેવાનો અર્થ એ હતો કે જે મળ્યું છે તેનાથી સંતોષ ન માનવો પણ ખુદની જાતને વધુને વધુ ઉપલબ્ધી માટે સતત પ્રયત્નશીલ રાખવી.

આ વાક્ય એમણે ગુગલના જન્મના 25 વરસ પહેલાના અમેરીકાના એક પ્રકાશન હોલ અર્થ કેટેલોગના 1971ના અંકમાં એમણે અભ્યાસ દરમ્યાન વાંચેલું  અને એને જીવન મંત્ર બનાવેલો. વેલ સ્ટીવ જોબ્સ વીશે તો ફરી ક્યારેક વાત.

લાગતું વળગતું: મફતિયા પુસ્તક વિમોચન સમારંભમાં…

પણ આ Stay Hungry Stay Foolish કે ખભે કોથળો ને દેશ મોકળો – આ પુસ્તક વીશે થોડી વાત કરીએ.

સામાન્ય રીતે IIM-A પ્લેસમેન્ટના સમાચાર આંખો ખોલી નાખે. કઈ કંપની કેટલા ઉંચા પેકેજથી કેમ્પસ હાયરીંગ કરે અને લગભગ દરેક મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ કદાચ એ સપનાઓ લઈને જ IIM-A કે અન્ય કોઈ પણ IIMમાં પ્રવેશ લેતો હોય છે.

આ સમુહમાં 25 એવા વિરલ વ્યક્તિઓ હતા (વેલ બીજા પણ હશે) કે જેઓ પેકેજ કે પ્લેસમેન્ટની પરવા કર્યા વગર ખુદના સપનાઓને સાકાર કરવાની મહેનતમાં પડ્યા અને સફળતાના શીખરો સર કર્યા.

એમને ફક્ત એમના ભવિષ્યના સપનાઓ ઉપર જ વિશ્વાસ હતો.

આ પુસ્તકમાં આમ તો 25 IIM-A મેનેજમેન્ટ ગ્રેજ્યુએટની સક્સેસ સ્ટોરી છે. પણ એમને ત્રણ ભાગમાં વહેંચી છે.

  1. બીલીવર્સ: એવા લોકો કે જેઓના માટે એન્ટ્રેપ્રેન્યોરશીપ પહેલેથી જ નક્કી કરેલો માર્ગ હતો. MBA થયા બાદ તુરંત જ કે એક-બે વરસના અનુભવ પછી સતત પ્રયત્નશીલ રહી સફળ થયા.
  2. ઓપોર્ટ્યુનીસ્ટસ: તેઓ એવું તો નક્કી કરીને MBA ન થયા હતા કે એન્ટ્રેપ્રેન્યોર જ થવું, સફળ નોકરી હતી, સારો પેકેજ પણ હતો. જ્યારે તક એમની સામે આવી ત્યારે તેમણે તકને ઝડપી ખુદનો વ્યવસાય શરૂ કર્યો અને સફળ થયા.
  3. ઓલ્ટરનેટ વીઝનરી: આ એવા વ્યક્તિઓ વિશે છે કે જેઓએ એન્ટ્રેપ્રેન્યોરશીપ વડે સમાજ ઉપર ઉંડી અસર ઉભી કરી. અને એક એવું માધ્યમ પણ સર્જ્યું કે અન્ય લોકોને પણ વિસ્તૃત તક પણ સાંપડે.

349 પેઈજનું આ પુસ્તક એક એવું પુસ્તક છે જેમાં નાના 25 પુસ્તકો છે. પ્રત્યેક લોકોની સફળતાની કથા. એમણે જે પરિસ્થિતિમાં શરૂ કર્યું, જે મુશ્કેલીઓનો સામનો કર્યો. કઈ રીતે પાછા પડ્યા વગર સતત કાર્યશીલ રહી ટોચ ઉપર પહોંચ્યા…

અદભુત શૈલીમાં લખાયેલું પુસ્તક છે. પ્રત્યેક વ્યક્તિઓના ચેપ્ટર બાદ નવા એન્ટ્રેપ્રેન્યોરને માટે વિશેષ સંદેશ પણ એકદમ સચોટ છે. 3,00,000 કરતાં વધુ સંખ્યામાં વેંચાયેલ આ નોન-ફીક્શનમાં બેસ્ટ સેલર અને ભારતની આઠ ભાષામાં અનુવાદ પણ થયેલો છે.

આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પણ ખુબ જોરદાર છે.

આ પુસ્તક 2008માં એક મિત્રના ડેસ્ક ઉપર જોયેલું અને 2009 જાન્યુઆરીમાં ક્રોસવર્ડ અમદાવાદમાં મેં લીધું. અમદાવાદ – રાજકોટ મુસાફરી દરમ્યાન અંધારૂં ન થાય ત્યાં સુધી વાંચ્યું અને ત્યાર બાદ અનેક વખત. પછી તો ગુજરાતી અનુવાદ પણ વસાવ્યો.

રશ્મી બંસલની એન્ટ્રેપ્રેન્યોર સીરીઝમાં આ પુસ્તક ઉપરાંત કનેક્ટ ધ ડોટ્સ (અગેઈન સ્ટીવ જોબ્સ પ્રેરીત શબ્દ છે), I have a Dream, Poor Little Rich Slum અને Follow Every Rainbow.

Stay Hungry Stay Foolish પુસ્તક અંગેની માહિતી

Photo Courtesy: Mitesh Pathak

પ્રકાશક: IIM Ahmedabad CIIE publication

પ્રકાશનનું વર્ષ: 2008

લેખિકા: રશ્મી બંસલ ગુજરાતી ભાષાંતર: સોનલ મોદી

પૃષ્ઠ સંખ્યા: 394

કિંમત: રૂ. 125

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: મોટી બીમારીઓને દૂર રાખવા માટે અપના હાથ જગન્નાથ …ક્યોં ઓર કૈસે??

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here