Valentine’s Day Special: પ્રેમનું ડેસ્ટિનેશન ખરેખર હોય ખરું?

    0
    327

    જેમ જીવનની દરેક પ્રક્રિયાનું એક ગંતવ્ય એટલેકે ડેસ્ટિનેશન હોય છે એવું પ્રેમનું પણ કોઈ ગંતવ્ય હોઈ શકે ખરું? કે પછી પ્રેમને સતત વહેતો જ રાખવો જોઈએ?

    Photo Courtesy: lizmooredestinationweddings.com

    કોઈ પણ વસ્તુ માટે આપણે પહેલેથી જ ડેસ્ટિનેશન નક્કી કરી રાખ્યું હોય છે. કોઈ ટુર પર નિકળીએ, કોઈ ગોલ સેટ કરીએ, કોઈ સબજેક્ટ પર અભ્યાસ કરતાં હોઈએ અથવા તો વિડીયો ગેમ રમતા હો તો….. દરેકનું લાસ્ટ સ્ટેજ હોય છે. ફાઇનલ ડેસ્ટિનેશન. પણ લાગણીઓનું એવું નથી હોતું ને! એ પછી ગુસ્સાની હોય, પ્રેમની હોય, નફરતની હોય, દયાની હોય કે બીજી કોઈ પણ. તો આ બાબતે પ્રેમ કેમ પાછળ રહી જાય? વેલેન્ટાઇન્સ ડે આવે છે તો આપણે ફોકસ પ્રેમ પર રાખીશું.

    પ્રેમનું ફાઇનલ ડેસ્ટિનેશન કયું? પ્રેમના સ્ટેજ હોય છે? કદાચ હોય છે. આપણે ક્યારેક લગ્નને પ્રેમનું ફાઇનલ ડેસ્ટિનેશન સમજી લઈએ છીએ. પણ એવું નથી હોતું. પ્રેમ તો લગ્ન પહેલા પણ થઈ શકે અને લગ્ન પછી પણ થઈ શકે. એટલે જ તો ઘણા લોકો લવ મેરેજ કરે છે, તો ઘણા અરેંજ. પણ લવ મેરેજ કર્યા પછી સબંધોમાં પ્રેમની હુફ સદાય રહે જ એટલેકે પ્રેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાય જ એ જરૂરી નથી અને અરેંજ મેરેજ કર્યા પછી પણ પ્રેમ થાય કે ન થાય તેની પણ કોઈ ગેરેંટી તો નથી જ હોતી.

    અરેંજ મેરેજ અને લવ મેરેજ એ ટોપીકને સાઈડ પર રાખીએ અને તેમાંથી પ્રેમને કોમન લઈને વાત કરીએ તો, પ્રેમ થાય ત્યારે થવા દેવો. એ બાબતમાં વધુ વિચારવાથી હાલત ખરાબ થઈ શકે છે. ડિપ્રેશન સુદ્ધા આવી શકે છે. પ્રેમમાં પડવું એ કોઈ ચિંતાનો વિષય નથી, બસ આપણે એને એક તણાવભર્યો શબ્દ બનાવી દીધો છે. પ્રેમમાં પડયા પછી માણસને મજા જ આવવી જોઈએ, પ્રેમનો આનંદ માણવો જોઈએ, ન કે દુનિયાદારીની ચિંતામાં પ્રેમને અવગણવો જોઈએ.

    પ્રેમ થાય તો થવા દેવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારના ફિલ્ટર સેટ ન કરવા, ચાહે એ જ્ઞાતી હોય, સ્ટેટસ હોય, એજ્યુકેશન હોય, ઉંમર હોય કે પછી રૂપ-રંગ. પ્રેમમાં લૉજિક કે લિટમસ ટેસ્ટ ન જ હોય. એ માત્ર એક લાગણી છે, જે સમયની સાથે હોર્મોન્સની જેમ બદલી પણ શકે અને ન પણ બદલે.

    લાગતું વળગતું: Valentine’s Week Special: ઈન્સ્ટન્ટ પ્રેમ – લવ અને લસ્ટ વચ્ચેનો ભેદ સમજજો

    પ્રેમની ઋતુ હોય છે, એ ઋતુમાં આપણે પ્રેમનો આનંદ ઉઠાવી લેવો જોઈએ પછી શું થશે એની ચિંતા વગર. જો કે હું અહી વાત એક મેચ્યોર રિલેશનશીપની કરી રહી છુ. પ્રેમને માત્ર વાસના તરીકે જોતાં લોકોની કે પછી પ્રેમના નામ માત્ર મોઢું મચકોડતા લોકોની નહીં. કેમકે એમના માટે પ્રેમનો અર્થ સીમિત થઈ ગયો છે. તો મેચ્યોર રિલેશન શું છે? એક-બીજા સાથે દરેક વાત શેર કરી શકાય અને ન કહેવાતી વાતનો કોઈ ભાર ન હોય, એકબીજા માટે પૂરતી કાળજી હોય અને ફરિયાદો પણ હોય, બંને વચ્ચે મૌન સહિતના પુષ્કળ સંવાદો રચાતા હોય અને એમાં જ દરેક સમસ્યાનું સમાધાન મળતું હોય.

    કોઈ પણ પ્રેમ પરફેક્ટ નથી હોતો, કે આઇડિયલ પણ નહીં. તમારી લવ-સ્ટોરી કે પ્રેમગાથાના નિર્માતા, ડાયરેકટર, હીરો-હિરોઈન તમે જ છો. એટલે તમારા પ્રેમને અથવા તો પ્રેમીને અથવા તો પ્રેમ વ્યક્ત કરવાની રીતને કોઈ બીજા સાથે ન સરખાવી શકાય અને આથી જ બીજાની માફક પ્રેમને કોઈ સંબંધનું નામ આપવાની ધૂનમાં આપણે પ્રેમના સમયગાળાને ક્યાક મિસ ન કરી દઈએ. પ્રેમની વાતો અને તેનો મિજાજ અને પ્રેમના દિવસો કૈંક અલગ જ ધૂન આપે છે. કોઈ મનગમતી ધૂન જે વારંવાર સાંભળવી ગમે. પ્રેમમાં થતો દર્દ પણ ગમે અને તેના કારણે થતાં ત્યાગ પણ ગમે.

    જ્યારે-જ્યારે આપણે પ્રેમને ડેસ્ટિનેશન સુધી પહોચાડવાની કોશિશ કરી છે, ત્યારે આપણે આપણાં પ્રેમને ખોઈ નાખીએ છીએ. મને મારા એક પ્રેમમાં PhD કરેલા મિત્ર એ કહેલું કે, પ્રેમને લગ્નનું નામ આપવું કે કોઈ પરમનેન્ટ રિલેશનમાં હોવું જરૂરી નથી જ. અત્યારે અમે સેપરેટ છીએ, પણ અમને એકબીજા માટે કોઈ દ્રેશ નથી. આજે પણ અમે એકબીજાને ફેસ કરી શકીએ છીએ. જ્યારે અમારો સમય હતો ત્યારે અમે સાથે હતા, હવે નથી તો નથી. ચોક્કસથી હું એને નહીં ભૂલી શકું પણ હવે સાથે ન હોવાનો ભાર લઈને ચાલવા કરતાં હું અમારી સારી યાદોને વાગોળીશ.

    તો, પ્રેમ કરો, પ્રેમમાં જીવો, પ્રેમમાં પડ્યા રહો. પ્રેમનું ડેસ્ટિનેશન એ જ છે કે તમે તેના લૂપમાં ફરતા રહો.

    હેપ્પી લવ લૂપ!!!

    eછાપું

    તમને ગમશે: તો શું ચીન સાત હિસ્સામાં વહેંચાઇ જશે?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here