પુલવામા એટેક એ મોદી વિરુદ્ધના પાકિસ્તાનના ભયાનક ષડયંત્રનો એક હિસ્સો!

  0
  118

  છેલ્લા અમુક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં વધેલી આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં બુદ્ધિજીવીઓ દ્વારા વધેલો મોદી વિરોધ એમનેમ નથી શરુ થયો. આ પાછળ એક વ્યવસ્થિત ષડયંત્ર છે.

  Photo Courtesy: .indianexpress.com
  • કત્લેઆમ,નરસંહારો અને અરાજકતાના નગ્ન નાચ માટેના પણ નક્કર, આગોતરા અને દસ્તાવેજકૃત  આયોજન હોય છે.
  • શેતાનની શયતાનિયત આકસ્મિક નથી બલ્કે પૂર્વયોજિત પૂર્વનિર્ધારિત છે
  • પાકિસ્તાન સેનેટનો 2016નો ગુપ્ત દસ્તાવેજ ચોંકાવનારો છે

  પાકિસ્તાન સેનેટના 2016ના એક ગુપ્ત દસ્તાવેજનું શીર્ષક છે, “પોલિસી ગાઈડલાઇન્સ ઈન વ્યુ ઓફ ધી લેટેસ્ટ સિચ્યુએશન ડેવલપ્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન” આમ તો આ દસ્તાવેજ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો રાખવા બાબતે પાકિસ્તાને પોતાના માટે ઘડી કાઢેલા માર્ગદર્શક સિદ્ધાંતોનો એક દસ્તાવેજ માત્ર છે પરંતુ તેણે તેમાં ભારત અને ખાસ કરીને મોદીને કેમ પછાડી દેવા તે માટે સ્પષ્ટ માર્ગદર્શક સિધ્ધાંતો રાષ્ટ્રીય નીતિ રૂપે રજૂ કર્યા છે. આ દસ્તાવેજમાં, “સિંધુ દ્વિપક્ષીય જળ સમજૂતી બાબતે કડક વલણ દાખવી રહેલા મોદી સાહેબ પરત્વે ખાસ્સી કડવાશ પણ વ્યક્ત કરવામાં આવી છે.

  પરંતુ આ સમગ્ર દસ્તાવેજમાં આપણા માટે અત્યંત ચોંકાવનારી જો કોઈ બાબત હોય તો તેની કોલમ 8 અને 9 છે જે ભારતમાંથી મોદી શાસનને ઉખાડી ફેકવા બાબતે હેતુ અને આયોજન દર્શાવે છે. સમજવાનું એ છે કે ભારતમાંથી મોદીને ઉખાડી ફેકવા એ પાકિસ્તાનની રાષ્ટ્રીય નીતિ છે, નહી કે આકસ્મિક જ બની ગયેલી કેટલીક ઘટનાઓનો સમૂહ!

  લાગતું વળગતું: ઓસામા બિન લાદેન અંગે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાતથી પાકિસ્તાની વડાપ્રધાન ગિન્નાયા

  આ માંહે કોલમ નંબર 8માં એવુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમો, દલિતો, ખ્રિસ્તીઓ તેમજ શીખો અને માઓઇસ્ટ સહિતના સમૂહોમાં પડેલી આવી હિણપતભરી અસુરક્ષિતતાની ભાવનાને ઉશ્કેરવી અને તેને જગત સમક્ષ જોર શોરથી રજૂ કરવી. તેમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે મોદી વિરોધી વિવિધ સમૂહોને બળવત્તર બનાવવા. વળી તેમાં એવો આદેશ છે કે આ માટે પાકિસ્તાનના સત્તાધીશોએ અને જે તે ઉચ્ચ અધિકારીઓએ પાકિસ્તાનની “ઇસ્લામાબાદ પોલિસી રિસર્ચ  ઇન્સ્ટિટ્યૂટ” અને “ઇન્સ્ટિટ્યૂટ  ઓફ રીજીઓનલ સ્ટડીઝ સાથે સંકલન ઉભુ કરી કામ કરવું. તેમાં કહેવાયું છે કે મોદી અને તેમના હિંદુત્વના તેમજ સંઘીય વિચારોને ક્રમબદ્ધ રીતે તોડી પાડવા.

  કોલમ નંબર 8ના આ ઇરાદાઓને પાર પાડવા કોલમ 9માં આ માટેનું આયોજન પૂરું પાડતા કહ્યું છે કે ભારતમાં મોદી વિરોધી ભાવનાઓ ધરાવતા રાજકીય પક્ષો, સંસ્થાઓ, કવિ, લેખકો કલાકારો, સામાજિક ચિંતકો અને અન્ય તમામ ક્ષેત્રના અગ્રેસર સાથે સેતુ ઊભો કરી, “તેમને સાચવી લઈ ભારતમાં મોદી વિરોધી ભાવને તમામ માધ્યમો અને મંચોનો ઉપયોગ કરી બુલંદ બનાવવો.”

  જાહેર જીવનનું નિરીક્ષણ કરતા લોકોને ખબર જ હશે કે 2016માં પાકિસ્તાને આવી નીતિ અપનાવ્યા બાદ જ મણિશંકર ઐયર શશી થરૂર અરુંધતી રોય અને બીજા અનેક લોકો મોદી સામે અતાર્કિક રીતે, અત્યંત રહસ્યમય સંજોગોમાં ખૂબ જ આક્રમક અને બેફામ બન્યા છે. આ જ લોકો ભારત પરના ગમે તેવા ભયંકર ઇસ્લામિક ત્રાસવાદી હુમલા અંગે પણ યેનકેન રીતે હિન્દુ સંગઠનોને આરોપીના પિંજરામાં ખડા કરી દે છે.

  eછાપું

  તમને ગમશે: ‘મિત્ર’ મોદીને મળીને ગદગદ થયા બેન્જામીન નેતનયાહુ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here