ઓનલાઈન ફાયનાન્શિયલ એડવાઈઝરી સર્વિસ કઈ રીતે પસંદ કરશો?

0
98
Photo Courtesy: advisoryhq.com

ઓનલાઈન ફાયનાન્શિયલ એડવાઇઝરી સર્વિસનો લાભ લેવામાં કોઈજ વાંધો નથી, પરંતુ કોની સેવા લેવી એ નક્કી કરવા માટે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે.

Photo Courtesy: advisoryhq.com

ટેકનોલોજીએ આપણા જીવનને વધુ સરળ બનાવ્યું છે અને સાથે સાથે કામ કરવાની પદ્ધતિ પણ બદલી છે અને હવે એ ધીમે ધીમે જૂની પદ્ધતિની જગ્યા લઇ રહી છે હવે ફાયનાન્શિયલ એડવાઇઝરી સર્વિસ પણ ટેકનોસાવી થઇ એની પદ્ધતિ બદલી છે અને જૂની પદ્ધતિની જગ્યા લઇ રહી છે.

ઓનલાઈન ફાયનાન્શિયલ એડવાઇઝરી સર્વિસ તમને ગમે ત્યાં ગમે ત્યારે સેવા આપવાની સવલત આપે છે આજે હજારો ઓનલાઈન ફાયનાન્શિયલ સર્વિસીસ ની સેવાઓ ઉપલબ્ધ છે તો આ સેવા પસંદ કરતા પહેલાં શું જોવું કે જેથી વિશ્વસનીય સેવા મળી રહે ?

સૌ પ્રથમ તો એ જુઓ કે એ SEBI રજીસ્ટ્રેશન ધરાવે છે કે નહિ. જો એનું SEBI રજીસ્ટ્રેશન હશે તો એ તેના માર્ગદર્શન અનુસાર કામ કરશે અને તમારી એની સામે કોઈ ફરિયાદ હોય તો એને SEBIમાં પણ કરી શકાય અને એનો ઝડપી નિવેડો લાવી શકાય આમ બોગસ કે ખોટી સેવા ટાળી શકાય.

ભારતમાં રહેલી કંપનીની જ સેવા લેવાનો આગ્રહ રાખવો યોગ્ય રહેશે અને જે સ્પસ્ટ રીતે અમુક ચોક્કસ રૂપિયા ફી લેતી હોય એવી કંપની જ યોગ્ય અને નહિ કે નફામાં ભાગ કે અન્ય પ્રકારે ફી લેતી હોય આપણે એમની સેવા પાછળ કેટલા રૂપિયા ખર્ચવાના છે એ સ્પસ્ટ હોવું જોઈએ.

ઓનલાઈન ફાયનાન્શિયલ એડવાઇઝરી સર્વિસ કંપનીની વેબસાઈટ પર જાવ અને એને ધ્યાનથી વાંચો. દરેક સેવા એ કઈ રીતે આપે છે એ જુઓ સમજો. કંપની જો તમારા શહેરમાં જ હોય તો ત્યાં એની ઓફિસેની રૂબરૂ મુલાકાત લો અને જો શહેરની બહારની હોય તો  તે તમારું ડીમેટ ખાતું એમની પાસે જ ખોલવાનો આગ્રહ રાખતી ના હોવી જોઈએ. આવા સંજોગોમાં તમારું ડીમેટ ખાતું તમારી પસંદગીના વિશ્વાસુ બ્રોકર પાસે હોય એ જ યોગ્ય રહેશે.

ઓનલાઈન એડવાઇઝરી સર્વિસ તમને શેર ખરીદવાની ભલામણો કરે ત્યારે એ શેના આધારે એ ભલામણ કરે છે એ તપાસો એનો એ વિસ્તૃત રીપોર્ટ આપે છે કે નહિ એ જુઓ. આમ એની ભલામણના કારણો જાણવાનો આગ્રહ રાખો.

કંપની જો યુટ્યુબ પર આવતી હોય તો ત્યાં મુલાકાત લો અને એને ધ્યાનથી સાંભળો દરેક એપિસોડ જોઈ નક્કી કરો કે એની સલાહમાં વજૂદ છે કે નહિ.

કંપનીની વેબસાઈટ પર જો બ્લોગ હોય તો એ બ્લોગ ધ્યાનથી વાંચો એમાં નવું શું જાણવા મળે છે એ જુઓ બ્લોગ નિયમિત લખાતો હોવો જોઈએ.

આજે શેરમાં રોકાણ કરવું સહેલું છે કંપની અંગેની માહિતીઓ ઓનલાઈન મળી રહે છે એથી પોતાનું રીસર્ચ પણ શકય છે. પરંતુ રોકાણ કર્યા બાદ એને ક્યારે વેચવું કે નહિ વેચવું એ નક્કી કરવું મુશ્કેલ છે અને એ જો ચોક્કસપણે નક્કી ના કરી શકાય તો શક્ય છે કે તમે વેચી સોનેરી તક ગુમાવો અથવા પકડી રાખી નુકશાન ભોગવો. અને જે કંપની આવી સેવા આપતી હોય એ જ ઉતમ કહેવાય અને એ માટે જ આજે ફાયનાન્શિયલ એડવાઇઝરી સર્વિસ પ્રોવાઇડરની ખાસ જરૂર ઉભી થઇ છે.

એડવાઇઝરી કંપની પાસે સેમ્પલ રીપોર્ટનો આગ્રહ રાખો અને રીપોર્ટના આધારે નક્કી કરો કે એ યોગ્ય છે કે નહિ અને તમને જોઈતી માહિતીઓ એમાં છે કે નહિ.

શેરમાં જો લાંબાગાળાનું રોકાણ કરવામાં આવે તો જ જેમકે ત્રણ વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ તો જ એના મીઠાં ફળ મળે છે અને વળતર 12 ટકા થી 15 ટકા છૂટે છે અને એથી જ કોઈપણ કંપનીના શેર આટલો લાંબો સમય પકડી રાખવા માટે સારી ફાયનાન્શિયલ એડવાઇઝરી કંપનીની જરૂર પડે છે.

શેરમાં રોકાણ કરતાં 15 થી 20 કંપનીનો પોર્ટફોલિયો બનાવવું આવશ્યક છે તો જ જોખમ ઘટાડી શકાય અને સ્પ્રેડ કરી શકાય અને વળતર સારું મળી શકે આપણે આ 15 થી 20 કંપનીઓ પર કાયમ ચોક્કસપણે નજર રાખી ના શકીએ પરંતુ ફાયનાન્શિયલ એડવાઇઝરી કંપનીઓ માટે એ શક્ય છે અને તેઓ કંપનીમાં રૂબરૂ મુલાકાત લઇ અન્ય સ્ટેક હોલ્ડરો જેવાકે સપ્લ્યાર ડીલર વગેરે ને મળીને કંપની અંગે અત: થી ઇતિ માહિતી મેળવતા રહે છે. વળી એમાં એમનો અભ્યાસ હોવાથી પણ ફાયનાન્શિયલ એડવાઇઝરી સેવા લેવાનું યોગ્ય જ છે.

સાધારણપણે ફાયનાન્શિયલ એડવાઇઝરી સેવાની ફી નો ખર્ચ પોર્ટફોલિયોના વધુમાં વધુ 2 ટકા સુધી આવતો હોય છે  અને મ્યુચ્યુઅલફંડ પણ 2.5 ટકા સુધીનો ખર્ચ બાદ કરતા હોય છે એથી એ ખર્ચાળ નથી અને સેવા વર્થ રહે છે.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here