Health: કોફી પીઓ પરંતુ તેનું પ્રમાણભાન જાળવવું પણ જરૂરી છે

0
272
Photo Courtesy: YouTube

કોફી પીવાના શોખીનો માટે એક તાજો અભ્યાસ એક ચેતવણી લઈને આવ્યો છે. કોફી પીવાની તેમાં બંધી કરવામાં નથી આવી પરંતુ તેની એક લિમીટ જરૂરથી નક્કી કરી દેવામાં આવી છે.

Photo Courtesy: YouTube

જેમ ચા ના અઠંગ પ્રેમીઓ હોય છે એવી જ રીતે કોફીના પણ કટ્ટર ચાહકો ઓછા નથી. એવા ઘણા લોકોને આપણે મળતા હોઈએ છીએ જે માત્ર ને માત્ર કોફી પીવે છે.

પરંતુ વધારે પડતી કોફી પીવી એ તમારી તબિયત માટે હાનીકારક હોવાનું એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પ્રસિદ્ધ એક અભ્યાસ અતિશય કોફી પીવી તે તબિયત માટે સારું ન હોવાનું કહે છે.

આ અભ્યાસ અનુસાર દિવસમાં છ થી વધુ કપ કોફી પીવી તે તંદુરસ્તી માટે હાનીકારક છે અને તે હ્રદયરોગની તકલીફ થવાની શક્યતાઓ 22 ટકા વધારી આપે છે. આ અભ્યાસ અનુસાર ઓસ્ટ્રેલિયામાં કાર્ડિયોવાસ્કયુલર રોગથી દર છ માંથી એક વ્યક્તિ પીડાય છે.

ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ માટેનું આ મહત્ત્વનું કારણ દર્શાવવામાં આવે છે. અહીં લગભગ આ જ રોગથી દર 12 મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. WHOનું માનવું છે કે કાર્ડિયોવાસ્કયુલર એ મૃત્યુ પામવાનું મહત્ત્વનું કારણ તો છે પરંતુ તેનો ઉપચાર પણ સહુથી સરળ છે.

ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર પ્રિસિશન હેલ્થના ડૉ આંગ ઝુ અને એલિના હાયપોનન દ્વારા આ અંગે સંશોધન કરવામાં આવ્યું અને આ સંશોધન બાદ આવેલા તારણો ચોંકાવનારા હતા. આ રિસર્ચમાંથી જાણવા મળ્યું હતું કે લાંબા સમય સુધી કોફીનું વધારે પડતું સેવન ઓસ્ટ્રેલિયનોમાં કાર્ડિયોવાસ્કયુલર રોગનું કારણ બન્યું છે.

શરીરમાં વધારે પડતા કેફિનનું પ્રમાણ એ હાઈ બ્લડપ્રેશરનું કારણ બને છે અને તેને લીધે હ્રદયરોગની તકલીફ ઉભી થાય છે. એલિના હાયપોનનના કહેવા અનુસાર કોફી પીવાથી આળસ દૂર થાય છે, તે શરીરમાં નવી ઉર્જા ભરે છે અને આપણને ધ્યાનથી કામ કરવામાં મદદ કરે છે.

પરંતુ લોકો કાયમ પૂછતાં હોય છે કે દિવસમાં કેટલું કેફિન યોગ્ય છે. જો તમે રેગ્યુલર કોફી પીતા હોવ અને તમને વાતેવાતે ગુસ્સો આવતો હોય કે પછી ઉબકા આવતા હોય તો એની પાછળનું કારણ છે કે કેફિન તમારા શરીરને વધુ તેજ ગતિએ અને વધુ મહેનતથી કામ કરાવી રહ્યું છે અને તમારે સમજી જવું કે તમે હાલપૂરતી કેફિનની લિમીટ ક્રોસ કરી ગયા છો કારણકે શરીર કેફિનની માંગને સાથ નથી આપી રહ્યું.

ત્યારબાદનું સ્ટેજ હાઈ બ્લડ પ્રેશરનું આવે છે જે તમારા તંદુરસ્ત હ્રદયને નુકશાન પહોંચાડવાનું શરુ કરી દે છે. આથી હાયપોનનના કહેવા અનુસાર તેમના સરવે પર આધારિત પરિણામ કહે છે કે કોફીના શોખીનોએ દિવસમાં છ કપની એક લિમીટ બાંધી લેવી આવશ્યક છે.

છ કપથી ઓછી કોફી પીવી તો વધુ યોગ્ય રહેશે કારણકે દિવસની છ કપ કોફી એટલે એ કાર્ડિયોવાસ્કયુલર રોગની બોર્ડર કહી શકાય છે.

તો, જો તમને અથવા તમારા કોઈ મિત્રને ને સંબંધીને પણ દિવસમાં અતિશય માત્રામાં કોફી પીવાની આદત હોય તો તેને પણ દિવસની છ કપની લિમીટ બાંધવાની સલાહ જરૂર આપજો અને પોતે પણ તેનો અમલ જરૂર કરશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here