સંભાળજો, ગુસ્સો રોકી રાખવો પણ તમારા શરીરને ભારે પડી શકે છે.

0
317
Photo Courtesy: Lynda.com

અતિશય ક્રોધ શરીરને જાતજાતનું નુકસાન કરે છે એવું જાણ્યા પછી પણ ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે, પરંતુ આ પ્રક્રિયા પણ વધુ ખતરનાક નિવડી શકે છે.  

ઘણા નિષ્ણાંત ચિકિત્સકો પણ દર્દીઓને તેમના આવેગો અને લાગણીઓ કાબુમાં રાખીને ખાસ ધ્યાન રાખવા કહેતા હોય છે.

જીવનમાં કોઈવાર થતાં અમુક રોગોની સારવાર ફક્ત દવાથી જ નહીં, પરંતુ પોતાના શરીર પર જરૂરી ધ્યાન આપી અને સંયમ જાળવીને પણ થતી હોય છે.

કોઈને કોઈ રીતે માનસિક તણાવો ઉત્પન્ન થાય એ શરીરના અન્ય અંગોને પણ નુકસાન કરી શકે છે.

ગુસ્સો આવતાની સાથે જ્યારે શરીરમાં રક્તભ્રમણની ગતિ વધી જાય અને એ દરમ્યાન ગુસ્સાને જો બહાર કાઢવામાં ન આવે તો થતાં ગેરફાયદાઓ નીચે પ્રમાણે છે.

આ છે ગુસ્સો રોકી રાખવાના ગેરફાયદા

બ્લડપ્રેશર અને હાર્ટએટેક

  • જ્યારે આપણે અત્યંત ક્રોધ અનુભવીએ ત્યારે શરીર લગભગ થરથર કાંપતું હોય છે.
  • એ સમયે બ્લડપ્રેશર વધી જાય છે.
  • જો ગુસ્સો ઠાલવી ન નાખીએ તો લાંબો સમય સુધી ગુસ્સાની લાગણીને કારણે શરીરની રક્તભ્રમણની વ્યવસ્થા ખોરવાય છે, જેને કારણે બ્લડપ્રેશરની તકલીફમાં વધારો થાય છે.
  • ગુસ્સો અને સ્ટ્રેસ એ બે બાબતોની સીધી અસર લોહીના ભ્રમણ અને હૃદયની કામગીરી પર પડે છે.
  • ગુસ્સાવાળા લોકોમાં અચાનક જ બીપી શૂટ-અપ થતું હોવાને કારણે હાઈ બ્લડપ્રેશર થઈ જતાં હાર્ટએટેક આવવાનું રિસ્ક વધી જાય છે.

ત્વચાને નુકસાન

  • કોઈ પણ પ્રકારની નેગેટિવ લાગણીનો ઓવર ડોઝ થાય એટલે એની સીધી અસર શરીરની હોમોર્ન સિસ્ટમ પર પડે છે.
  • આને કારણે સૌથી પહેલી અસર ત્વચાને થાય છે.
  • સ્કિન ડલ પડે છે અને હોમોર્નલ ચેન્જિસને કારણે ખીલનું પ્રમાણ વધે છે.
  • ત્વચામાંનું મોઈશ્ચર ઘટતાં ડ્રાય અને ચમકહીન બને છે.

માથાનો દુખાવો

  • ખૂબ જ ઉગ્ર લાગણીઓને કારણે રક્તવાહિનીઓમાં જોરથી લોહીનું પરિભ્રમણ થાય છે જેને કારણે મગજમાં પણ લોહીના પરિભ્રમણ પર અસર થાય છે.
  • ગુસ્સાને કારણે માથાના ટેમ્પોરલ એટલે કે કપાળની બેઉ બાજુના ભાગમાં દુખાવાનું પ્રમાણ વધે છે. અને માઇગ્રેનની તકલીફ વધે છે.

ગરદનનો દુખાવો

  • ગુસ્સો દબાવવાને કારણે મગજ, ગળા અને ખભાની આસપાસના સ્નાયુઓ તણાય છે.
  • તાણગ્રસ્ત સ્થિતિમાં લાંબો સમય રહેવાને કારણે એમાં દુખાવો અથવા સ્ટિફનેસ ઊભી થાય છે.

તમને ગમશે – હેલ્થ: 6 ખરાબ આદતો, જે તમારી ઉંમર ખૂબ ઝડપથી વધારી દે છે

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here