આશીર્વાદ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની શુભેચ્છા મુલાકાત લેતા નરેન્દ્ર મોદી

0
127
Photo Courtesy: twitter.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના નિવાસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાને ત્યારબાદ આ મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ Tweet કર્યા હતા.

Photo Courtesy: twitter.com/narendramodi

નવી દિલ્હી: આજે બપોરે નવા નીમાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રણબ મુખરજીએ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

આ ઉપરાંત પ્રણબ’દા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢું વિખ્યાત બંગાળી મીઠાઈ રોશોગોલ્લાથી મીઠું પણ કરાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગની તસ્વીરો Tweet કરતા લખ્યું હતું કે “પ્રણબ’દા ને મળવું કાયમ જ્ઞાનપ્રદ હોય છે.”

નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં પણ જ્યારે પ્રણબ મુખરજી દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની વારંવાર પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદી કાયમ મુખરજીની સાથેની મુલાકાતને એક આખું પુસ્તક વાંચવા જેવા અનુભવ સાથે સરખાવતા હતા.

તો પ્રણબ મુખરજીએ પણ પોતાના રાષ્ટ્રપતિ તરીકેના અંતિમ દિવસોમાં મિડીયાને આપેલી મુલાકાતોમાં નરેન્દ્ર મોદીની નિર્ણય લેવાની શક્તિ અને તેને કોઇપણ હિસાબે પૂર્ણ કરવાની કૃતનિશ્ચયી સ્વભાવની ખાસ નોંધ લઇ પ્રશંસા કરી હતી.

આમ તો પ્રણબ મુખરજી એ પૂર્વ કોંગ્રેસી નેતા અને વરિષ્ઠ નેતા હતા પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાથે પોતાના શાસનકાળનો શ્રેષ્ઠ સમય વિતાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ NDAની સરકારે જ પ્રણબ મુખરજીને આ વર્ષના ભારત રત્ન માટે મનોનીત કર્યા છે. આ ઉપરાંત હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી બાદ એક તરફ જ્યારે સમગ્ર વિપક્ષ ચૂંટણી પંચ તરફ આંગળી ઉઠાવી રહ્યો હતો ત્યારે પ્રણબ મુખરજીએ એક જાહેર કાર્યક્રમમાં ચૂંટણી પંચની પ્રશંસા કરતા તેના પર શંકા ન કરવાની સલાહ પણ આપી હતી.

પ્રણબ મુખરજીની ગયા વર્ષે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવા પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો  જેમાં તેમના પુત્રી શર્મિષ્ઠા મુખરજી પણ સામેલ હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ તેનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રણબ મુખરજીએ રાષ્ટ્રવાદ તેમજ દેશભક્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસ છોડી ચૂકેલા પ્રણબ મુખરજીએ સોનિયા ગાંધીના નેતૃત્ત્વ હેઠળની કોંગ્રેસની NDA સરકારમાં દેશના નાણામંત્રી તરીકે પણ પદ શોભાવ્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here