RBI મુદ્રાનીતિ: ઓનલાઈન અને નેટ બેન્કિંગ કરનારાઓ માટે મોટો ફાયદો

0
302
Photo Courtesy: twitter.com/RBI

રિઝર્વ બેન્કે થોડા સમય અગાઉ કરેલી જાહેરાતથી લોન ભરતા લોકોને તો પોતાના EMIs માં ફાયદો થશે જ પરંતુ ઓનલાઈન બેન્કિંગ કરતા બેન્કોના વિવિધ ગ્રાહકોને પણ મોટો ફાયદો થવાનો છે.

Photo Courtesy: twitter.com/RBI

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ આજે પોતાની નવી મુદ્રનીતિની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં મુખ્ય બાબત RBI દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની રહી હતી. હવે RBI બેન્કોને 6 ટકાની જગ્યાએ 5.75 ટકાના વ્યાજદરે ઋણ ઉપલબ્ધ કરાવશે જેને બેન્કો જો પોતાના ગ્રાહકોને પસાર કરશે તો ગ્રાહકોની લોનના EMIમાં ઘટાડો થવાનો સંભવ છે. RBI દ્વારા આ સતત ત્રીજી વખત રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત RBIએ ઓનલાઈન વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવતા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલેકે RTGS અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર એટલેકે NEFT પર અત્યાર સુધી લેવામાં આવતા ચાર્જીસને હટાવી દેવાની જાહેરાત કરી છે. આની સીધી અસર ઓનલાઈન બેન્કિંગ વ્યવહારો કરતા લોકો પર પડશે જેમને ફાયદો થશે. RBIએ કહ્યું છે કે દરેક બેન્કે આ નિર્ણયનો લાભ પોતાના ગ્રાહકોને આપવો પડશે.

અત્યારે SBI IMPS અને RTGS સેવાઓ માટે પોતાના ગ્રાહકો પાસેથી ચાર્જીસ લે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો પાસેથી ઓનલાઈન વ્યવહારો કરવા બદલ 2.5 રૂપિયાથી માંડીને 25 રૂપિયા સુધીના ચાર્જ લે છે. આવી જ રીતે અન્ય બેન્કો પણ પોતાના ગ્રાહકો પાસેથી ઓનલાઈન વ્યવહારો કરવા બદલ ચાર્જીસ વસુલ કરતી હોય છે.

એક તરફ કેન્દ્ર સરકાર છેલ્લા અઢી વર્ષથી  કેશલેસ અને લેસકેશ વ્યવહારો કરવા જાહેર જનતાને પ્રોત્સાહન આપે છે ત્યારે બીજી તરફ બેન્કો દ્વારા તેના માટે જ લેવાતા ચાર્જીસ કોઈની પણ સમજ બહાર રહ્યા હતા. NEFT હેઠળ નાણા ટ્રાન્સફર કરવા માટે એક નિયત સમયસીમા છે પરંતુ RTGS અને IMPS ના ઉપયોગથી ગમે તે સમયે નાણા ટ્રાન્સફર થઇ શકે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here