કાઠીયાવાડની લેડી ડોનના જીવન પર આધારિત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ નો ફર્સ્ટ લૂક આજે એક્ટ્રેસ આલિયા ભટ્ટે વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કર્યો હતો.

અમદાવાદ: સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડીમાં’ આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આજે આલિયા ભટ્ટે થોડા સમય પહેલા Twitter ઉપરાંત વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર આ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો.
આલિયાએ આ ફિલ્મ માટે પોતાના બે ફોટોગ્રાફ્સ રિલીઝ કર્યા છે જેમાંથી એકમાં તેનો લૂક ગ્લેમરવિહીન છે જ્યારે બીજામાં તે અત્યંત ગ્લેમરસ લાગે છે. પહેલા ફોટોમાં આલિયાએ માથામાં વચ્ચે સેંથી પાડી છે અને હાથમાં બંગડીઓ, માથે નાનકડી બિંદી, કાનમાં બુટ્ટી અને બ્લાઉઝ તેમજ પેટીકોટ પહેર્યા છે જે કદાચ આ ફિલ્મમાં તેની યુવાનીનો લૂક હશે.
જ્યારે બીજા ફોટોમાં આલિયાના માથે મોટો અને લાલ ચાંદલો છે, નાકમાં વાળી છે કાનમાં સૌરાષ્ટ્રની મહિલાઓ પહેરે છે એવી લાંબી બુટ્ટી છે અને તેનો લૂક અત્યંત intense દેખાય છે. ફિલ્મના પોસ્ટરમાં જ લખ્યું છે કે આલિયા આ ફિલ્મમાં ‘Mafia Queen’ ની ભૂમિકા ભજવી રહી છે.
Here she is, Gangubai Kathiawadi 🌹 #SanjayLeelaBhansali @bhansali_produc @prerna982 @jayantilalgada @PenMovies #GangubaiKathiawadi pic.twitter.com/eRTFD4r9H4
— Alia Bhatt (@aliaa08) January 15, 2020
આ ફિલ્મનું પોસ્ટર તેમજ તેનું નામ જોઇને લાગે છે કે ફિલ્મ સંતોકબેન જાડેજાના જીવન પર આધારિત હોઈ શકે છે. આલિયાએ પણ આ ફર્સ્ટ લૂક વિષે કહ્યું છે કે આ નામ તો તમે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે અનોખી હશે.
જાણવા મળ્યા અનુસાર આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણનો નાનો પરંતુ મહત્ત્વનો રોલ પણ છે. ગંગુબાઈ કાઠીયાવાડી આ વર્ષે 11 સપ્ટેમ્બરે રિલીઝ થશે જેને સંજય લીલા ભણસાલી ઉપરાંત જયંતીલાલ ગડાએ પ્રોડ્યુસ કરી છે.
eછાપું