VIDEO: CAA-NRCનો વિરોધ કરવા ગયા હતા અને મોદી મોદી સાંભળવું પડ્યું

0
561
Photo Courtesy: zeenews.com

CAA અને NRCનો વિરોધ કરનારાઓને જનસમર્થનનો જબરદસ્ત અભાવ નડી રહ્યો છે અને આથી તેઓ હવે ગમે ત્યાં અને ગમે ત્યારે વિરોધ કરવા માંડ્યા છે જેમાં તેમણે વાનખેડે સ્ટેડીયમને પણ બાકાત રાખ્યું ન હતું.

Photo Courtesy: zeenews.com

મુંબઈ: ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં એકતરફી વન ડે ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં ભારત આસાનીથી હારી ગયું હતું. પરંતુ આ મેચની મુખ્ય હાઈલાઈટ રહી હતી સ્ટેડીયમના એકસ્ટેન્ડમાં CAA અને NRCનો વિરોધ કરી રહેલા મુઠ્ઠીભર લોકો અને તેમને રાષ્ટ્રવાદી સમર્થકોનો મળેલો જવાબ.

CAA અને NRC શું છે તે સમજ્યા વગર દેશના ઘણા લોકો તેના વિરોધમાં ઉતરી પડ્યા છે, જેમાંથી અમુક આ વિરોધને ફેશન તરીકે માની બેઠા છે. આવા જ કેટલાક લોકો “No CAA” અને “No NRC” જેવા અલગ અલગ ટી શર્ટ્સ પહેરીને વાનખેડે સ્ટેડીયમના એક સ્ટેન્ડમાં બેસી ગયા હતા.

ક્રિકેટ અથવા તો કોઇપણ રમત રાજકીય પ્રદર્શનનો વિરોધ કરવાનો અડ્ડો ન બનવો જોઈએ એવી સ્વાભાવિક વાત આ લોકોને સમજાઈ ન હતી. આથી વાનખેડે સ્ટેડીયમના અધિકારીઓને જેવી આ લોકોની હરકતની ખબર પડી કે તેમણે પોતાની સિક્યોરીટીને આ લોકોને સ્ટેડીયમ છોડવાનું કહેવા માટે મોકલી હતી.

પરંતુ પોતાના વિરોધમાં અંધ એવા આ લોકોએ સિક્યોરીટી ગાર્ડ્સ સાથે પણ દલીલબાજી શરુ કરી દીધી હતી અને સ્ટેડીયમ છોડવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં જ તેમની પાછલી હરોળમાં બેસેલા અસંખ્ય રાષ્ટ્રવાદી લોકોએ ભેગા મળીને “મોદી, મોદી” ના સુત્રોચ્ચારો શરુ કરી દીધા હતા અને આ વિરોધીઓને શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું.

આ આખી ઘટનાનો આ જ સ્ટેન્ડમાં રહેલા એક વ્યક્તિએ પોતાના સેલફોનમાં વિડીયો ઉતારી લીધો હતો અને તે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ ગયો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here