પોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી

2
351
Photo Courtesy: intoday.in

મિત્રો, આજના આપણા fryday ફ્રાયમ્સના મહેમાન છે … જીઓના જનક શ્રી મુકેશ અંબાણી …

કારણકે  ભારતીય સંસ્કૃતિમાં જીઓ ઔર જીને દો નું વલણ અદભૂત રીતે વણાયેલું છે.  સદભાવના આપણી પરંપરા રહી છે…. આધુનિક સમયમાં મોબાઈલ જાણે શરીરનું મહત્વનું અંગ બની ગયું છે અને માણસ મોબાઈલથી છૂટો પડે તો પોતે વેન્ટિલેટર પર હોવાનો અહેસાસ કરે છે. મોબાઈલમાં બેટરી ડિસ્ચાર્જ થઇ ગઇ હોય તો હૃદય બંધ પડી જવા જેવો આંચકો લાગે છે અને ડેટા પતી ગયો હોય તો મગજ બંધ પડી ગયું હોવાનો અહેસાસ થાય છે… આવા આલમમાં એક વ્યક્તિત્વ એવું પણ છે જે અવિરત સસ્તું મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ કરાવીને બધાને પ્રેમથી કહે છે… જીઓ……

પંકજ પંડ્યા : વેલકમ મુકેશભાઈ

મુકેશ અંબાણી : આભાર…

પંકજ પંડ્યા :  શુ ચાલે છે ?

મુઅં : FOG ની તો ખાલી વાતો છે…. બાકી આજ કાલ જીઓ જ ચાલે છે…

પંકજ પંડ્યા : અને એ પણ ઓલમોસ્ટ fog માં

મુકેશ અંબાણી : સાવ એવું નથી હો… ધ્યાન રાખજો… આ જીઓ છે… NGO નથી…

પંકજ પંડ્યા :  સારું થયું કહી દીધું… પણ માપમાં રાખજો નહીંતર બધાને એંજિયોગ્રાફી કરાવવાનો વારો આવશે…

મુઅં : તમે તો એન્કર છો કે બિઝનેસ એડવાઈઝર ?

પંકજ પંડ્યા : કેમ શું થયું ?

મુકેશ અંબાણી : જીઓ હવે એંજિયોગ્રાફી સેન્ટર ચાલુ કરશે… જે સસ્તા દરે સેવાઓ પૂરી પાડશે…સરસ આઈડિયા આપ્યો તમે…

પંકજ પંડ્યા :  હાહા….. તમને નશાઓ કરવાનો શોખ ખરો ?

મુઅં : બિલકુલ નહીં… ભલે મેં જામનગરમાં કંપની સ્થાપી પણ જામથી અડગો રહું છું..

પંકજ પંડ્યા : લોકો સોડા સાથે કે નીટ પીવે… અને તમે તો નીટા….. સોરી… નીતા સાથે જ રહો છો…

મુકેશ અંબાણી : હાહાહાહા….

પંકજ પંડ્યા : માલદાર બનવા માટેનું રહસ્ય શું ?

મુઅં : હું જન્મથી જ મુcash છું…

પંકજ પંડ્યા : એ હિસાબે તમારા અનુજ અnil છે… નીલ એટલે ખાલી… અnil means  ભરપૂર…

મુકેશ અંબાણી : હાહાહાહા….

પંકજ પંડ્યા : સાંભળ્યું છે કે નીતાભાભી રોજ જે ચા પીવે છે.. એ એક કપ ચાની કિંમતમાં અમારા જેવાનું આખા વર્ષનું બજેટ પતી જાય..

મુઅં : એક કપભર ચાય કી કિંમત તુમ ક્યા જાનો પંકજબાબુ…

પંકજ પંડ્યા : અમે ચાવાળાની કિંમત સમજીએ છે એટલું બસ છે..

મુકેશ અંબાણી : નેક્સટ…

પંકજ પંડ્યા :  તમારા રહેણાંકનું નામ એન્ટીલિયા કેવી રીતે  પડ્યું ?

મુઅં : થોડી લાંબી કહાની છે….  રિલાયન્સના logo માં જ્યોતનું ચિહ્નન છે… જ્યોતને હિન્દીમાં દીયાપણ કહેવાય છે… વળી દિયા એટલે આપવું….  દિયાનું વિરુદ્ધાર્થી લિયા… એ અર્થમાં દિયા એટલે એન્ટીલિયા

પંકજ પંડ્યા :  વાહ…. માન ગયે ગુરુ… તમે થાકી ગયા હશો… કંઇક મંગાવું ?

મુકેશ અંબાણી :  ના ચાલશે…..

પંકજ પંડ્યા :  અરે એવું થોડું ચાલે ? અરે કોઈ મુકેશભઈ માટે શિકંજી લાવો તો ?

મુઅં : શિકંજી પીલા કે મુજ પે શિકંજા ક્સ રહે હો?

પંકજ પંડ્યા :  અરે નહીં… નહીં… આપ તો હમારે મહેમાન હૈ ઔર મહેમાન ભગવાન કે બરાબર હોતા હૈ..

મુકેશ અંબાણી : ઓહ ગોડ..

પંકજ પંડ્યા : જીલા

મુઅં : શું કહ્યું ?

પંકજ પંડયા : કંઇ નહીં…. એમ પૂછવા માંગતો હતો કે સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં તમારું ઘર છે ?

મુકેશ અંબાણી :  જૂનાગઢ જિલ્લો… ચોરવાડ ગામ…

પંકજ પંડયા : ok… એક ફરિયાદ છે… હમણાંનું જીઓ નેટવર્ક થોડું ધીરૂ ચાલે છે..

મુઅં : હોય નહીં… કોઈ લોકલ પ્રોબ્લેમ હશે…. કાલે જ મેં fb પર પોસ્ટ જોઈ.. લોકો જીઓના સ્પીડ ટેસ્ટના સ્ક્રીન શોટ મૂકીને વખાણ કરતા હતા…

પંકજ પંડ્યા : હોઈ શકે…. જીઓમાં તમે આટલું સસ્તું નેટવર્ક ઉપલબ્ધ કરાવો છો તો આજનું યુવાધન ભણવાના બદલે મોબાઈલ પર વળગેલું રહે છે… ભવિષ્યમાં ભારતમાં વ્યવસાયિક કુશાળતાનો અંક તળિયે જશે તો એમાં સૌથી મોટો ફાળો તમારો હશે એવું નથી લાગતું ?

મુકેશ અંબાણી : એવું ના કહી શકાય…  કદાચ થોડો ફર્ક પડી શકે… પણ મને વિશ્વાસ છે કે મોટાભાગે લોકો પોતાના રસના વિષયને ફંફોસવા નેટના માધ્યમનો ઉપયોગ કરે છે જે તેમની કુશળતા વધારવામાં મદદરૂપ થાય છે…

પંકજ પંડયા : એવું હોય તો સારું… નહીંતર આજનું જીઓ ભવિષ્યમાં લોકો માટે “મરવાના વાંકે જીઓ” સાબિત થઈને રહેશે…

મુઅં : મને વિશ્વાસ છે કે એવું નહીં થાય…

પંકજ પંડયા : તમારા પુત્રના લગ્નને લઈને આજકાલ ખૂબ ચર્ચાઓ છે.. ખાસ કરીને ઈન્વિટેશન કાર્ડને લઈને..

મુકેશ અંબાણી :  હા…મેં પણ સાંભળ્યું છે કે એક કાર્ડ દોઢ લાખ રૂપિયાનું છે….

પંકજ પંડયા :  હાહાહા…. પહેલાં તો એવું લાગ્યું કે લૉકરના આકારનું કાર્ડ છે એટલે એમાં હીરા ઝવેરાત હોવા જોઈએ પણ એ વધારે પડતું લાગ્યું એટલે વિચાર્યું કે અંદર મીઠાઈ ભરેલી હશે પણ અંદરથી તો ગણપતિ દાદા નીકળ્યા….

મુઅં : હમારે ગણપતિ બાપ્પા હીરા ઝવેરાત સે કમ હૈ કે…

પંકજ પંડયા :  હા એ ખરું… જય ગજાનન

મુકેશ અંબાણી : જય ગજાનન…. જરા નજીક આવો તો ? કાનમાં એક વાત કહું (એક ઈન્વિટેશન કાર્ડ તમારા માટે પણ લાવ્યો છું… શૉ પતી જાય એટલે આપું)

પંકજ પંડયા :  (થેન્ક યુ)  તમારા પુત્રના લગ્ન ખૂબ સરસ રીતે some-pun થાય એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. લગ્ન વિધિ ટાણે મંડપ કક્ષ શરણાઇઓના સૂરથી ગૂંજતું હોય એ જ વખતે આકાશમાંથી દેવવૃંદ શ્લોકાગાન સહિત પુષ્પવૃષ્ટિ કરી આશિર્વચન અર્પે…. લક્ષ્મીમાતાની જેમ આપ પર અવિરત કૃપા વરસી રહી છે એવી જ રીતે જગત જનની મા Ambani પણ તમારા પર કૃપા દ્રષ્ટિ રહે એ જ અભ્યર્થના….

મુઅં : આભાર… ખૂબ ખૂબ જીઓ મેરે લાલ…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: આપણા વર્કોહોલીક વડાપ્રધાન

2 COMMENTS

  1. રોફળા રોફળા…. સુપર હિલ્લેરીયસ… એઝ ઓલ્વેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here