આજકાલ દુનિયાભરના Football પ્રેમીઓને મજ્જા જ મજ્જા છે કેમ કે Football World Cup 2018 Russia માં ચાલી રહ્યો છે અને દરરોજ એક થી એક ચડિયાતી મેચ જોવા મળે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે જ Croatia એ Argentina ને 3-0 થી હરાવી અને Argentina ની World Cup Russia 2018 ની સફર લગભગ પુરી કરી દીધી છે, છે ને જબ્બરજસ્ત અપસેટ ? જોકે આપણે આજે અહીંયા આવા જ Upsets ની વાત કરશું જે તમે તમારા Phone પર કરી શકો છો. 😉 આપણે આજે અહીંયા Best Football Games ની વાત કરશું.
FIFA Soccer by Electronic Arts

જયારે પણ કોઈ Sports Game ની વાત આવે એટલે એમાં સર્વોત્તમ નામ Electronic Arts એટલે EA Games નું છે. Graphics હોય કે Game Play અથવા તો Playing Conditions અથવા તો User Interface આ બધામાં EA એ અલગ જ સ્તર પર છે. આ જ Game ની વાત કરીએ તો તદ્દન નવી આવેલી અપડેટમાં FIFA World Cup 2018 નો સમાવેશ કરવામાં આવ્યો છે અને તમે તમારા Phone પર જ Football World Cup ની મજ્જા માણી શકો છો, અલબત્ત એના માટે Super High Graphics અને સારી એવી Storage Capacity તથા Battery Backup જોઈશે. World Cup માટે તમે તમારી Team જાતે નક્કી કરી શકો છો તથા આ સિવાય દરેક Players ને તમારી રીતે તેની Playing Style તથા તેના Looks પણ તમે Customize કરી શકો છો. આ સિવાય Daily Challenges હોય કે પછી Hall Of Fame અને Club Football પણ હાજર છે. Modify કરવાની એટલી છુટ મળે કે તમે કદાચ એક જ Team માં Ronaldo, Messi, Neymar અને Sunil Chhetri ને રમાડી શકો છો 😉 In Short જે કદાચ હકીકતમાં શક્ય નથી તે તમામ Football Fantasy તમે અહીંયા પુરી કરી શકો છો.
Download This Game For Android
Dream League Soccer 2018

Football પ્રેમીઓ માટે અને ખાસ તો Club Style Football પ્રેમીઓ માટે આ Game ખરેખર એક આશીર્વાદ સમાન છે. તમે જાતે તમારી Team અને તમારા Team Manager ને નક્કી કરી શકો છો. તેને તમામ રીતે Customize કરી અને મેદાનમાં ઉતરી શકો છો. ચોક્કસપણે Game Play EA ની સરખામણીએ અહીં આનંદ થોડો નબળો મળશે પણ ઓછી જગ્યા અને સામાન્ય Processor તથા Graphics સાથે જો Football ની મજ્જા લેવી હોય તો આ Game પણ સારી છે. અહીંયા એક માત્ર લિમિટ એ છે કે તમારે માત્ર અને માત્ર League Class અથવા તો Club Class ની Game રમવી પડશે, International Players અને International Game ની મજ્જા તમને અહીંયા નહીં મળી શકે. જોકે હા Game Rules તમને International Standards અનુસાર જ મળશે એટલે તમને Game રમવાની મજ્જા આવશે એ નક્કી છે.
Download This Game For Android
Top Eleven 2018 – Be A Football Manager

ક્યારેય પણ વિચાર્યું છે કે Football Team Owner અથવા Manager બનવાનું કેટલું અઘરું છે ? જો ના તો આ Game ચોક્કસપણે તમારા માટે છે અને જો હા તો Come Test Your Skills. તમારી પોતાની Football Team અને એમના કપડાંથી માંડીને Practice Session અને Game Play સુદ્ધા તમે નક્કી કરી શકો છો. આ સિવાય દુનિયાભરના Players સાથે Live Games રમી અને પોતાની Team ને Champion બનાવવાની અદભુત મજ્જા તમે લઇ શકો છો. Messi ની સામે Neymar અથવા તો Ronaldo ની સામે Chhetri ની રમત જ આખી અલગ થઇ શકે છે. એટલે જો Football Team Owner અથવા Manager જેવી મજ્જા લેવી હોય તો આ Game તમારા માટે જ બની છે.
Download This Game For Android
Score Hero

માત્ર અને માત્ર Goals જ કરવાના હોય તો કેવી મજ્જા પડે ? સાચું કહું મને તો ખુબ આનંદ આવે. કોણ Team Select કરે અને કોણ Playing Formation નક્કી કરવાની જંજટમાં પડે એના કરતા આપણે Ball pass કરતા જવાનું અને Goal કરતા રહેવાનું. બસ એટલી જ સરળ છે આ Game જોકે હા અહીંયા તમે Yellow Card કે Red Card ની સજા નહીં મળી શકે પણ અમુક સમયે તમને Penalty Shootout નો Chance મળી શકે છે અને હા સમય સમય પર આવતી Updates ને લીધે તેની પણ મજ્જા આસાની થી મળી શકશે. જેમ જેમ Game રમતા જશો તેમ તેમ અલગ અલગ લેવલ્સ પર પહોંચશો અને ત્યાંથી Uniform હોય કે Football અથવા તો Shoe પણ Customize કરવાની મંજૂરી મળી શકે છે. Leval Cross કરવા માટે Stars ની જરૂર પડશે અને જો પૂરતા Stars નહિ હોય તો Score Hero Cash ની મદદથી પણ તમે Leval Clear કરી શકો છો. આમ જુઓ તો આસાન Game છે પણ રમવાનું શરુ કરો તો મુશ્કેલી નડી શકે છે. છેલ્લા ત્રણ મહિનાથી 189 leval પર અટક્યો છું, YouTube Video જોયા પછી પણ મેળ નથી પડી રહયો એટલે જેટલું સરળ લાગે છે એટલું સરળ છે નહીં.
Download This Game For Android
તો તમને કઈ Football Game વધુ ગમી અથવા તો તમારી પસંદગીની Football Game કઈ છે તે જણાવો તો હું ચોક્કસ Try કરીશ. આવતા સપ્તાહે એક તદ્દન નવા જ પ્રકારની Games વિષે વાત કરશું.
eછાપું
તમને ગમશે: સસ્તા બજેટના સ્માર્ટ ફોન્સ જે પોકેટને પણ ગમે અને તમારી શાન પણ વધારે