શું નિરવ મોદીને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે? ચાલો જાણીએ…

0
107
Photo Courtesy: btvi.in

નિરવ મોદી અત્યારે લંડનમાં શું કરે છે અને તેને અચાનક કેમ પકડી લેવામાં આવ્યો આ તમામ ખુલાસાઓ આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં કરવામાં આવ્યા છે.

Photo Courtesy: btvi.in

મિત્રો, ચુનાવી મૌસમની શરૂઆત થઈ ચૂકી છે… ખરું પૂછો તો ખતમ પણ ક્યાં થઈ હતી ? પણ 125 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી હોય એટલે સ્વાભાવિક છે કે દુનિયાના સૌથી મોટા લોકશાહી પર્વની વાત જ ન્યારી હોય. અત્યારે મોદી સાહેબને છીંક આવે , કેજરીવાલ ઉધરસ ખાય કે પછી પ્રિયંકા વાડ્રા નાક લૂછે તો પણ ચૂંટણીના રણનિતીકારો પોતાનાં કેલ્ક્યુલેટર પર આંગળીઓ ફેરવવા માંડશે. તો બે દિવસ પહેલાં લંડનની પોલીસે રાષ્ટ્રીય ભાગેડુ નીરવ મોદીની ધરપકડ કરી તો  આ બાબતના છેડા ચૂંટણી સાથે જોડવામાં ના આવે તો જ આશ્ચર્ય થાય.. આજે આપણી સાથે fryday ફ્રાયમ્સના મંચ પર ઉપસ્થિત છે…. નીરવ મોદી હિમસેલ્ફ….

નીરવ મોદી : સ્વાગત નહીં કરોગે હમારા ?

પંકજ પંડ્યા : no way….

ની મો : ઠીક છે… હું આ સીટ પર બેસી તો શકું છું ને ?

પંકજ પંડ્યા : ઓ. કે.

ની મો : thanks…..

પંકજ પંડ્યા : અભિનંદન….

ની મો : thanks again….

પંકજ પંડ્યા : ભાઈ તમને અભિનંદન નથી આપતો… આમ વચ્ચે કૂદી ના પડો…. પૂરી વાત સાંભળો….

ની મો : સંભળાવો….

પંકજ પંડ્યા : તમે સ્વાગતની અપેક્ષા રાખતા હતા એટલે હું એમ કહેવા માંગતો હતો કે અભિનંદન…. વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાનમાં ધરપકડ થઈ ત્યારે આખો દેશ એમનો ઇન્તજાર કરી રહ્યો હતો… એમના સ્વદેશાગમન પર ભવ્ય સ્વાગત પણ થયું….. આખા દેશને તમારી વાપસીનો પણ ઇન્તજાર છે….

ની મો : ઓહ… ગુડ… મારું પણ એવું ભવ્ય સ્વાગત થશેને ?

પંકજ પંડ્યા : સ્વાગત તો થશે પણ કેવું થશે એ તમે જોઈ લેજો… હું જાણું છું પણ કહી નહિ શકું….

ની મો : ઠીક છે…. મને ખબર છે આપણી પ્રજા કેવી છે તે…

પંકજ પંડ્યા : આપણી પ્રજા આજપર્યંત ગભરુ હરણ એટલે કે મૃગ જેવી રહી છે… એ વાત અલગ છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રજાને (નરેન્દ્ર) મોદી અને (અમિત) શાહની જોડે ખૂબ આશાઓ છે…

ની મો : હશે…..

પંકજ પંડ્યા : આ મૃગ, શાહ અને મોદી જોડેનું તમારું કનેક્શન પણ જબરદસ્ત છે હોં…..

ની મો : કઈ રીતે ?

પંકજ પંડ્યા : તમારી સરનેઇમ તો મોદી છે જ…. અને હમણાં તમે લંદનના રસ્તાઓ પર ટહેલી રહ્યા હતા અને ટહેલીગ્રાફ….. સોરી.. ટેલિગ્રાફના પત્રકાર જોડે ભટકાઈ ગયા  ત્યારે શાહમૃગના ચર્મમાંથી બનાવેલ જેકેટ જે પહેર્યું હતું….

ની મો : ઓહ…..

પંકજ પંડ્યા : ટેલિગ્રાફ વિશે શું કહેશો ?

ની મો : નો કૉમેન્ટ્સ….

પંકજ પંડ્યા : અમે અહીં આંગળીઓના ટેરવાં ઘસી નાખીએ તોય કંઈ ના વળે… અને તમારા જેવા લોકોની “નો કૉમેન્ટ્સ” પણ સુપરહિટ થઈ જાય…..

ની મો : હાહાહાહા….. સુપર….

પંકજ પંડ્યા : અહીં ઘણા પત્તરકારોને લાગી રહ્યું છે કે વર્તમાન સરકાર ચૂંટણી જીતવા માટે થઈને તમને બલિનો બકરો બનાવવા માંગે છે….

ની મો : નો કૉમેન્ટ્સ.. પણ એક મિનિટ…. હું… કોઈ પણ એંગલથી બકરો નથી…. શેર છું શેર….

પંકજ પંડ્યા : શેર ? મોટી મૂછો રાખી એને તાવ દેતા રહેવાથી કોઈ શેર ના બની જાય ? કુછ સમજે ?

ની મો : હશે….. પણ હું બકરો તો નથી જ…

પંકજ પંડ્યા : એ તો છો જ…

ની મો : નથી… નથી… ને નથી જ..

પંકજ પંડ્યા : તો પછી ધરપકડ બાદ જે અંગ્રેજી ન્યુઝ ચેનલો વાળાને રીતસર આગ લાગી’તી એવા પત્તરકારો પણ કેમ તમારો ઉલ્લેખ બકરા તરીકે કરતા હતા ?

ની મો : બની જ ના શકે ….

પંકજ પંડ્યા : ના માનવું હોય તો ના માનો… પણ ધરપકડ પછી એમણે તરત જ ચાલું કરી દીધેલું… કે Nirav Modi Goat arrested in London…. બોલો…. હવે કંઈ કહેવું છે ?

ની મો : નો કૉમેન્ટ્સ….

પંકજ પંડ્યા : વાહ… આ તમારી  “નો કૉમેન્ટ્સ” પર મારો શો પણ હિટ થઈ જશે….

ની મો : એક વાત પૂછું ?

પંકજ પંડ્યા : શ્યોર…

ની મો : PNB કેમનું ચાલે છે ?

પંકજ પંડ્યા : દિવાળી પછી મંદુ ચાલે છે…

ની મો : મને ભાગ્યે તો દોઢેક વર્ષ થયું… ને છેક હવે ?

પંકજ પંડ્યા : PNB ને તમારા ભાગવાથી શો મતલબ ?

ની મો : તમે કયા PNB ની વાત કરો છો ?

પંકજ પંડ્યા : PNB, pun-job naughtial bunk….

ની મો : ઓહ…

પંકજ પંડ્યા : તમે ક્યા PNB નું પૂછતા હતા ?

ની મો : પંજાબ નેશનલ બેન્ક…

પંકજ પંડ્યા : ઓહ… એ તો હું ભૂલી જ ગયેલો….

ની મો : તો પછી એક હું જ યાદ રહી ગયેલો ?

પંકજ પંડ્યા : આ મીડિયા ભૂલવા દે તો ને ?

ની મો : હવે હું આ શો દ્વારા મારી વાત લોકો સમક્ષ મૂકું ?

પંકજ પંડ્યા : ના….

ની મો : કેમ ?

પંકજ પંડ્યા : મારું કામ પતી ગયું…

ની મો : અરે પણ હજુ તો મારી બેઇજ્જતી જ થઈ છે… થોડી ઈજ્જત તો અંકે કરવા દો?

પંકજ પંડ્યા : નો મીન્સ નો….

ની મો : ઓ.કે… બાય….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું 

તમને ગમશે: લેડી ડેથ: રશિયા ની સૌથી ખતરનાક સ્ત્રી સ્નાઈપર કોણ હતી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here