મમતાનું મીમ બનાવનાર ભાજપ કાર્યકર્તાને જામીન આપતી સુપ્રિમ કોર્ટ

0
288
Photo Courtesy: hindustantimes.com

સુપ્રિમ કોર્ટે આજે ભારતીય નાગરિકની અભિવ્યક્તિની આઝાદીને બહાલ રાખતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું મીમ ફેસબુક પર શેર કરવા બદલ જે ભાજપ કાર્યકર્તાની રાજ્ય સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેને જામીન આપ્યા હતા.

Photo Courtesy: hindustantimes.com

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળ ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માને જામીન આપી દીધા છે. પ્રિયંકાને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મુખ્યમંત્રી મમતા બેનરજીનું મીમ ફેસબુક પર શેર કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે પોતાના પહેલા ચુકાદામાં પ્રિયંકા શર્મા જો મમતા બેનરજીની લેખિત માફી માંગે તો તેને જામીન આપવાનું કહ્યું હતું અને બાદમાં તેને તુરંત છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. પરંતુ થોડા સમય બાદ જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ સંજીવ ખન્નાએ પ્રિયંકાના વકીલ નિરજ કિશન કૌલને પરત બોલાવ્યા હતા અને ચૂકાદામાંથી લેખિત માફી માંગવાની શરતને કાઢી નાખી હતી.

પ્રિયંકા શર્માને હવે પશ્ચિમ બંગાળની પોલીસે તરત જ છોડવી પડશે. કૌલે પણ પોતાની દલીલમાં માફી માંગવાની શરતને પ્રિયંકાની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારતી હોવાનું કહ્યું હતું.

સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને પણ જે રીતે પ્રિયંકાની ધરપકડ કરવામાં આવી તે અંગે નોટીસ ફટકારી છે. પશ્ચિમ બંગાળમાં આજકાલ વકીલોની હડતાલ ચાલી રહી હોવાથી પ્રિયંકાના વકીલે પોતાના ક્લાયન્ટ સમક્ષ અન્ય કોઈજ રસ્તો ન હોવાથી સુપ્રિમ કોર્ટને તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી કરી હતી.

આ આખોય મામલો ત્યારે શરુ થયો હતો ત્યારે Met Gala ઇવેન્ટમાં ભાગ લેનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ ફોટામાં કોઈએ પ્રિયંકા ચોપરાનો ચહેરો હટાવીને મમતા બેનરજીનો ચહેરો લગાવી દીધો હતો અને તેનું મીમ બનાવી ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.

આ જ ફોટાને પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તા પ્રિયંકા મિશ્રાએ શેર કર્યો હતો અને ત્યારબાદ તેની રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભાજપે આ ધરપકડનો તુરંત વિરોધ કર્યો હતો અને આસામના મંત્રી હેમંતા સરમા બિસ્વાસ પ્રિયંકાના પરિવારજનોને પણ મળ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here