ખુશખબર: ગુજરાતમાં આગામી બે દિવસમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે

0
111
Photo Courtesy: sanjeevnitoday.com

અલનીનોને કારણે ગુજરાતભરમાં ચોમાસું સક્રિય થવામાં જે વિલંબ પડ્યો હતો તે બંગાળની ખાડીમાં એક્ટીવેટ થયેલી  નવી સિસ્ટમને લીધે દૂર થયો છે અને આવનારા બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે.

Photo Courtesy: sanjeevnitoday.com

અમદાવાદ: સારા વરસાદ અને અસહ્ય ઉકળાટથી મુક્તિ ઈચ્છી રહેલા ગુજરાતીઓ ખાસકરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ ખાતેની ગુજરાતની મુખ્ય હવામાન કચેરીના જણાવ્યા અનુસાર આગામી બે દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

બંગાળની ખાડી પર એક એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટીવેટ થઇ છે તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આવનારા બે દિવસ બાદ પાંચ દિવસ સુધી સતત ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં સતત અને સારો વરસાદ પડી રહ્યો છે.

હવામાન ખાતાની તાજી આગાહી અનુસાર ગુજરાતના દક્ષિણ, ઉત્તર અને પૂર્વમધ્ય વિસ્તારોમાં 26-27 જુલાઈથી 5 દિવસો દરમ્યાન અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને વાપી તેમજ મધ્ય ગુજરાતના વડોદરા અને મહિસાગર જીલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. બંગાળમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ગુજરાત તરફ આવી રહી છે જે ભારે વરસાદ લાવશે.

હાલના હવામાનમાં થંડરસ્ટોર્મ એક્ટીવીટી સ્થિત થઇ છે અને ત્યારબાદ અપર એરસાયક્લોનિક સિસ્ટમ એક્ટીવેટ થતા 26 થી 29 જુલાઈ સુધી સમગ્ર ગુજરાત પર લો પ્રેશર બની રહેશે. હાલ સુધી અલનીનોની અસરને લીધે વરસાદની સિસ્ટમમાં અવરોધ આવી રહ્યા હતા પરંતુ હવે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here