મનની મોકળાશ: મુખ્યમંત્રી વિજય રૂપાણી જનતા સાથે સીધો સંપર્ક કેળવશે

0
254

મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સત્તા સંભાળ્યાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિજય રુપાણીએ સીધો જનસંપર્ક કેળવવા માટે એક ખાસ કાર્યક્રમ ‘મનની મોકળાશ’ શરુ  કરવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની તર્જ પર ‘મન ની મોકળાશ મુખ્યમંત્રી સાથે’ ના નામે સીધો જનસંપર્ક કાર્યક્રમ શરુ કરવા જઈ રહ્યા છે. મન કી બાત એક રેડિયો કાર્યક્રમ છે જ્યારે મન ની મોકળાશમાં મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતના વિવિધ સમુદાયોના લોકોને રૂબરૂ મળશે.

ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે પત્રકારોને આપેલી માહિતી અનુસાર મન ની મોકળાશ દર મહીને આયોજીત થશે અને તે પણ મુખ્યમંત્રીના ગાંધીનગર ખાતે આવેલા આધિકારિક નિવાસસ્થાને. આ કાર્યક્રમના પહેલા પ્રકરણમાં વિજય રૂપાણી ગુજરાતના સાત મુખ્ય શહેરોમાંથી ઝુંપડપટ્ટીના આગેવાનોને પોતાના નિવાસસ્થાને મળીને તેમની સમસ્યાઓ વિષે જાણકારી મેળવશે.

આ વખતના કાર્યક્રમમાં દરેક શહેર માંથી 10-10 આગેવાનોની પસંદગી કરવામાં આવનાર છે. નીતિન પટેલે બાદમાં ઉમેર્યું હતું કે જો મુખ્યમંત્રીને યોગ્ય લાગશે તો કોઈ વખત તેઓ મહિનામાં બે વખત પણ આ પ્રકારે ગુજરાતના લોકો સાથે સંવાદ મન ની મોકળાશ હેઠળ કરી શકે છે.

ગુજરાતના તમામ વર્ગોની સમસ્યા જાણવા ઉપરાંત મનની મોકળાશ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો પાસેથી સુશાસન તેમજ ગુજરાતના વિકાસ અંગેના સૂચનો લેવાનો તેમજ તેનું અમલીકરણ કરવાનું પણ છે જેથી લોકોને જે જોઈએ છીએ તે જ તેમને યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવી શકાય.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળ સરકારે ગઈકાલે જ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે તેની ઉજવણી પ્રસંગે અન્ય કાર્યક્રમો ઉપરાંત મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવનાર છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here