મિત્રતા: ભારત વિરોધ મામલે ઈરાને પાકિસ્તાનને કર્યો સણસણતો સવાલ

0
267
Photo Courtesy: facebook.com/pakistanintehran

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટી ગયા બાદ ક્યાંયથી પણ સમર્થન ન મળતા પાકિસ્તાને દેશ વિદેશમાં ભારત વિરુદ્ધ જે પ્રદર્શનો શરુ કર્યા છે તેની ગંભીર નોંધ લેતા ઈરાને પાકિસ્તાનને લપડાક મારી છે.

Photo Courtesy: facebook.com/pakistanintehran

તહેરાન: પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય અપમાન થવાની પ્રક્રિયા હજી ચાલુ જ રહી છે. આ વખતે પાકિસ્તાનના પડોશી રાષ્ટ્ર ઈરાને તેને ભારતના વિરોધના મામલે સાફ શબ્દોમાં સંભળાવી દીધું છે.

ગત 15મી ઓગસ્ટે ઈરાનના ઉત્તરપૂર્વમાં આવેલા મશહદ શહેરમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની દીવાલો પર ભારત વિરોધી પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. આ દિવસે પાકિસ્તાને કાશ્મીર સોલીડેરીટી ડેના નામે આ પોસ્ટરો કોન્સ્યુલેટની દીવાલો પર લગાવ્યા હતા.

પરંતુ પાકિસ્તાની કોન્સ્યુલેટની આ હરકત અંગે કડક વલણ અપનાવતા સ્થાનિક પોલીસ અધિકારીઓએ અડધી રાતે જ આ પોસ્ટરો હટાવી દીધા હતા. આટલું જ નહીં તહેરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પાકિસ્તાની રાજદૂત ઓફીસના અધિકારીને સવાલ કર્યો હતો કે શું ઇસ્લામાબાદમાં ઈરાની મિશનની દીવાલો પર સાઉદી અરેબિયા વિરુદ્ધના પોસ્ટરો લગાવવાની મંજૂરી પાકિસ્તાન આપશે ખરું?

ઈરાને આ પ્રકારના પ્રયાસોને અનુશાસનવિહીન કૂટનીતિ ગણાવી હતી અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આ રીતે કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવા એ કૂટનીતિક માપદંડોની વિરુદ્ધ છે. પાકિસ્તાન અહીંથી પણ રોકાયું ન હતું અને તેણે ઈરાનના આ પગલાં વિરુદ્ધ મૌખિક વિરોધ કર્યો હતો જેને ઈરાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

પાકિસ્તાને પોતાની દલીલ ચાલુ રાખતા કહ્યું હતું કે તેને પોતાની વાત કહેવાનો અધિકાર છે. પાકિસ્તાનની આ દલીલના જવાબમાં ઈરાને કહ્યું હતું કે પાકિસ્તાન તેનું મિત્ર છે પરંતુ ભારત તેનું દુશ્મન નથી.

ભારતે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે અને ભારતમાં રહેલા ઈરાની રાજદૂતને એક વિરોધ નોંધ લેખિતમાં પહોંચાડવામાં આવી છે. જો કે અગાઉ પણ પાકિસ્તાન ઈરાનની મંજૂરી વગર દેશમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન કરી ચૂક્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મુસ્લિમ દેશોનું પણ સમર્થન ન મળતા પાકિસ્તાન હતાશ થયું છે અને દેશ વિદેશમાં આવેલી ભારતીય એલચી કચેરીઓ સામે ધરણા અને પ્રદર્શન આયોજીત કરાવી રહ્યું છે. એવા જ એક પ્રદર્શનમાં યુકેની રાજધાની લંડનમાં પાકિસ્તાનીઓએ ધમાલ મચાવીને ભારતીય એલચી કચેરીને નુકશાન પહોંચાડ્યું હતું.

પાકિસ્તાનીઓએ આ પ્રદર્શન દરમ્યાન ઈંડા અને ટમેટાં ફેંક્યા હતા જેને બાદમાં ભારતીય એલચી કચેરીના અધિકારીઓ સાથે અહીના નિવાસી ભારતીયોએ જ સાફ કર્યા હતા. કચેરી પર ઈંડા અને ટમેટાં ફેંકનારા બે પાકિસ્તાનીઓની ઓળખ લંડન પોલીસે CCTV દ્વારા કરી અને તેમની ધરપકડ પણ કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here