સિંધુદેશ: પાકિસ્તાની સિંધીઓએ અલગ થવા માટે નરેન્દ્ર મોદીની મદદ માંગી

0
335
Original Photo: ANI

પાકિસ્તાનના વિવિધ પ્રાંતો હવે પાકિસ્તાની સરકાર અને સેનાના દમન અને હિંસાથી ત્રાસી જઈને અલગ થવાની માંગ કરી રહ્યા છે જેમાંથી એક સિંધુદેશ અલગ કરવાની માંગ પણ સામેલ છે.

સન્ન (સિંધ): પાકિસ્તાનમાં બલોચ અને ગિલગીટ બાલ્ટીસ્તાન છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યાં છે અને હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ અલગ સિંધુદેશ બનાવવાની માંગ બળવતર બની છે.

ઘણા વર્ષો પહેલાં જી.એમ.સૈયદે સિંધુદેશ તરીકે એક કલ્પના વહેતી કરી હતી અને તે સમયે સિંધ પ્રાંતમાં ઠેરઠેર ‘જીયે સિંધ’ના નારા બુલંદ બન્યાં હતાં.

ગઈકાલે જી.એમ.સૈયદનો 117મો જન્મદિવસ હતો અને આ પ્રસંગે સિંધ પ્રાંતમાં આવેલા સન્ન નગરમાં હજારો પાકિસ્તાની સિંધીઓની એક વિશાળ રેલી નીકળી હતી.

આ રેલીમાં પ્રદર્શનકારીઓએ પોતાના હાથમાં વિશ્વના મહત્ત્વના નેતાઓના પ્લેકાર્ડસ રાખ્યા હતા જેમાં જો બાઇડન, એન્જેલા મર્કેલ, વ્લાદિમીર પુતિન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા.

આ લોકોએ આઝાદી આઝાદીના સુત્રો પોકાર્યા હતા અને આ તમામ નેતાઓને સિંધને પાકિસ્તાનથી અલગ કરીને એક અલગ રાષ્ટ્ર સિંધુદેશ બનાવવાની માંગ કરી હતી.

પ્રદર્શનકારીઓના પોસ્ટર્સ પર એમ પણ લખેલું જોવા મળ્યું હતું કે ‘સિંધ પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે.’

દેખાવકારોએ દાવો કાર્યો હતો કે સિંધના લોકો સાંસ્કૃતિક રીતે બાકીના પાકિસ્તાનીઓથી સાવ અલગ છે અને આથીજ તેમણે પાકિસ્તાન દ્વારા તેમના પર થઇ રહેલા જુલ્મો છતાં તેને સુરક્ષિત રાખી છે.

સિંધુદેશ એ સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક ધર્મોનું ઘર હોવાનો તેમણે દાવો કાર્યો હતો અને કહ્યું હતું કે પહેલાં અંગ્રેજોએ તેમના પર કબજો જમાવ્યો હતો અને 1947 બાદ પાકિસ્તાને તેને ઇસ્લામી હાથોમાં પહોંચાડી દીધા હતા.

દેખાવકારોએ કહ્યું હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારતને તેનું નામ આપ્યું હતું પરંતુ પાકિસ્તાન તેના કુદરતી સંસાધનોને લુંટી રહ્યું છે અને અહીં માનવાધિકારનું જબરદસ્ત ઉલંઘન પણ કરી રહ્યું છે અને આથી જ તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર વખતોવખત અલગ સિંધુદેશ બનાવવાની માંગણી કરી રહ્યા છે.

જીયે સિંધ મુત્તાહિદા મહાજના અધ્યક્ષે કહ્યું હતું કે પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે અને તેમને હવે તેનાથી છુટકારો જોઈએ છીએ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here