સેલ્ફ ગોલ: રાહુલ ગાંધીએ એક અઠવાડિયામાં બીજીવાર ભાંગરો વાટ્યો

0
287
Photo Courtesy: newindianexpress.com

સુપ્રિમ કોર્ટના ભારતીય સેનામાં મહિલાઓને સ્થાયી કમીશન આપવાના નિર્ણયનું રાજનીતિકરણ કરવા જતા રાહુલ ગાંધી ફસાઈ ગયા હતા, જો કે એક અઠવાડિયામાં આ પ્રકારનો એવો બીજો કિસ્સો બન્યો છે.

Photo Courtesy: newindianexpress.com

નવી દિલ્હી: ગઈકાલે સુપ્રિમ કોર્ટે સેનામાં મહિલાઓ ભારતીય સેનામાં પુરુષ અધિકારીઓની જેમ જ મહિલા અધિકારીઓ માટે પણ સ્થાયી કમીશન સ્થાપવાના દિલ્હી હાઈકોર્ટના ફેંસલાને જાળવી રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પોતાની ટીપ્પણીમાં જણાવ્યું હતું કે શારીરિક બંધનો તેમજ સામાજીક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મહિલાઓને સ્થાયી કમીશન ન આપવું એ અત્યંત વ્યથિત કરનાર તર્ક છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આ ફેંસલો આવતા તરતજ મેદાનમાં આવી ગયા હતા અને તેમણે Tweet કરતા નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાંકયું હતું અને કહ્યું હતું કે,

સરકારે દરેક ભારતીય મહિલાનું સુપ્રિમ કોર્ટમાં એમ કહીને અપમાન કર્યું છે કે મહિલા આર્મી ઓફિસર્સ મહત્ત્વની પોસ્ટ પર કે પછી સ્થાયી સેવામાં એટલે ન રહી શકે કારણકે તેઓ પુરુષો કરતા ઉતરતી છે.

હું ભારતની મહિલાઓને ભાજપ સરકારની વિરુદ્ધ ઉભા થઈને અવાજ ઉઠાવવા માટે અભિનંદન આપું છું.

પરંતુ, રાહુલ ગાંધી સેના અને કોર્ટના મામલાને રાજકારણમાં ઢસડતા ઉતાવળ કરી બેઠા હતા કારણકે સુપ્રિમ કોર્ટે ગઈકાલે જે ફેંસલો આપ્યો હતો તે 2010માં દિલ્હી હાઇકોર્ટે આ મામલે આપેલા ફેંસલાના વિરુદ્ધમાં UPA સરકારે કરેલી અપીલના જવાબમાં હતો.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં દેશના 72માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી જ એ જાહેર કરી દીધું હતું કે હવે પુરુષ અધિકારીઓની જેમ મહિલા અધિકારીઓને પણ સેનામાં સ્થાયી કમીશનની સુવિધા આપવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ સમગ્ર પ્રકિયા પારદર્શક થશે જેથી મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓ માફક જ સુવિધાઓ અને અધિકાર મળે.

એવું નથી કે રાહુલ ગાંધી આ પ્રકારે ઉત્સાહમાં આવી જઈને સેલ્ફ ગોલ પહેલી વાર કરી રહ્યા છે. હમણાં ગયા અઠવાડિયેજ જ્યારે સુપ્રિમ કોર્ટે પ્રમોશનમાં અનામતના મામલે પોતાનો ફેંસલો આપ્યો હતો ત્યારે પણ રાહુલ ગાંધી આવીજ રીતે સેલ્ફ ગોલ કરી બેઠા હતા.

ખરેખર તો સુપ્રિમ કોર્ટે અનામત અંગેનો ફેંસલો ઉત્તરાખંડની સરકારની અપીલને કાઢી નાખતા આપ્યો હતો જે અપીલ 2012માં કરવામાં આવી હતી અને તે સમયે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here