ઉત્તર પ્રદેશ સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લેતા નક્કી કર્યું છે કે CAA કાયદાના વિરુદ્ધમાં હિંસા આચરનારા વ્યક્તિઓ પાસેથી હવે સિક્યોરીટી પાછળ થયેલો ખર્ચ પણ વસુલ કરવો.

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે CAA વિરુદ્ધ થયેલા તોફાનો પાછળ જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેનો ખર્ચ પણ તોફાનીઓ પાસે વસુલવાનો નિર્ણય લીધો છે. CAA વિરુદ્ધ તોફાન કરનારા કુલ 114 તોફાનીઓ પાસેથી યોગી સરકાર રૂ. 1 કરોડ વસુલ કરશે.
આ તોફાનીઓમાં કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢી પણ સામેલ છે. પ્રતાપગઢીને સરકારે મુરાદાબાદમાં કલમ 144નો ભંગ કરવા માટે રૂ. 1.04 કરોડ ભરવાનો આદેશ કર્યો છે. ઇમરાન પ્રતાપગઢી પર CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોમાં કોમવાદી ઝેર ભરવાનો પણ આરોપ છે.
અગાઉ યોગી આદિત્યનાથ સરકારે CAA વિરુદ્ધ થયેલા તોફાનોથી રાજ્યની સંપત્તિને થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે તોફાનીઓની સંપત્તિને જપ્ત પણ કરી છે. આ ઉપરાંત અલીગઢમાં કેટલાક તોફાનીઓને રૂ. 50 લાખના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા અને શરત મુકવામાં આવી હતી કે ભવિષ્યમાં આ લોકો ફરીથી તોફાન કરશે તો આ બોન્ડની રકમ સરકાર વસુલ કરશે.
eછાપું