અર્નબ ગોસ્વામી દ્વારા સોનિયા ગાંધી પાસેથી જવાબ માંગવાની હિંમત દર્શાવવા બદલ પહેલા યુથ કોંગ્રેસના બે કાર્યકર્તાઓએ ગોસ્વામી પર હુમલો કર્યો હતો અને હવે ખુદ યુથ કોંગ્રેસે જ સોનિયા ગાંધીને પોતાના માતા તરીકે સ્વીકારી લીધા છે.

નવી દિલ્હી: યુથ કોંગ્રેસ માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી માતા સ્વરૂપ ધરાવે છે. આજે યુથ કોંગ્રેસે આ વાત Twitter પર સ્વીકારી છે.
મુદ્દો છે અર્નબ ગોસ્વામી દ્વારા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું કહેવાતું અપમાન અને તેનો જવાબ. Republic TVના સર્વેસર્વા અર્નબ ગોસ્વામીએ થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના પાલઘરમાં બે હિંદુ સંતો પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ પણ એક હિસ્સો હોવાને કારણે સોનિયા ગાંધી પણ ઉપરોક્ત ઘટના અંગે જવાબ આપે એમ સ્પષ્ટ જણાવ્યું હતું. આ સામે કોંગ્રેસ શાસિત રાજ્યો જેવાકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે અર્નબ ગોસ્વામી પર કેસ ચલાવવાની અને તેને Republic TV માંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી.
પરંતુ અર્નબ ગોસ્વામી જ Republic TVનો માલિકી હક્ક ધરાવે છે એ સ્થાપિત થયા બાદ, કોંગ્રેસમાં હતાશા વ્યાપી ગઈ હોય એવું લાગવા માંડ્યું હતું. કદાચ આ જ હતાશા હેઠળ યુથ કોંગ્રેસના બે કાર્યકર્તાઓએ બુધવારે મોડી રાત્રે અર્નબ ગોસ્વામી જ્યારે તેઓ પોતાના પત્ની સાથે સ્ટુડિયોથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો.
વધુ તપાસ બાદ એ જાણવા પણ મળ્યું હતું કે યુથ કોંગ્રેસના આ બંને કાર્યકર્તાઓએ લોકડાઉનનો પાસ લઈને અર્નબ પર હુમલો કર્યો હતો. અર્નબ પર હુમલો થયાના સમાચાર વાયરલ થવાની સાથેજ દિલ્હી કોંગ્રેસના આગેવાન અલકા લાંબાએ યુથ કોંગ્રેસને અભિનંદન પણ આપ્યા હતા.
હવે યુથ કોંગ્રેસ સોનિયા ગાંધી પર તેમની સંસ્થાને કેટલું સન્માન છે એ દર્શાવવા પોતાના પૂર્વ પ્રમુખના માતાને પોતાના માતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા છે. અત્રે એ નોંધનીય છે કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જ આગેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આકંઠ ચાહકો પર અંધભક્તિનું લેબલ મારતા રહેતા હોય છે.
माँ तुझे सलाम..! pic.twitter.com/kgJtbqobu3
— Youth Congress (@IYC) April 23, 2020
eછાપું