FAKE NEWS: પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયી ફેક ફોટો શેર કરતા ઝડપાયા

0
708
Photo Courtesy: extremurn.blogspot.com

આજતક અને ABP Newsના પૂર્વ ન્યૂઝ એન્કર પુણ્ય પ્રસૂન વાજપેયી ફરી એકવાર ફેક ન્યૂઝ ફેલાવતા પકડાઈ ગયા છે, અને આ વખતે તેમણે દેશની છબી વિદેશોમાં ખરાબ થાય તેવી પ્રવૃત્તિ કરી છે.

Photo Courtesy: extremurn.blogspot.com

અમદાવાદ: ફેક ન્યૂઝ દરેક નાગરિક માટે ખતરનાક બની શકે છે. કોરોના જેવા યુદ્ધકાળમાં તો એક ફેક ન્યૂઝ સમગ્ર વ્યવસ્થાને ભાંગી શકે છે.

દેશના ઘણા પત્રકારો પોતાના દ્વારા અથવાતો પોતાની સંસ્થા દ્વારા રજુ કરવામાં આવતા સમાચારો સિવાય અન્ય સોર્સ એટલેકે સોશિયલ મિડિયાથી મળતા સાચા સમાચારોને પણ ફેક ન્યૂઝ અથવાતો વોટ્સ એપ યુનિવર્સીટી કહીને ઉતારી પાડતા હોય છે. પરંતુ આ જ પત્રકારો ખુદ ફેક ન્યૂઝ ફેલાવતા અને એપણ વિશ્વમાં ભારતની છબી ખરાબ કરતા ફેક ન્યૂઝ ફેલાવતા બિલકુલ શરમાતા નથી અને પકડાઈ જવા બાદ વટભેર માફી પણ માંગતા નથી.

આવો જ એક કિસ્સો ગઈકાલે બન્યો હતો જ્યારે આજતક અને ABP Newsના પૂર્વ ન્યૂઝ એન્કર પુણ્ય પ્રસૂન વાજપેયીએ પાકિસ્તાનનો ફોટો શેર કરીને તેને ભારતનો હોવાનું કહીને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. પુણ્ય પ્રસૂન વાજપેયીએ પાકિસ્તાનનો એક ફોટો શેર કરીને Tweet કરી હતી કે શું તમે ભારત માતાના ચરણ જોયા છે?

પરંતુ કે. એસ દ્વિવેદી નામના વ્યક્તિએ તરતજ પુણ્ય પ્રસૂન વાજપેયીના અસત્ય પરથી પડદો ઉઠાવી દીધો હતો. દ્વિવેદીએ વાજપેયીની Tweet સાથે એ ફોટો પણ શેર કર્યો હતો જે ધ લંડન પોસ્ટ દ્વારા 2018માં પોતાના આર્ટીકલમાં છાપવામાં આવ્યો હતો અને આ આર્ટીકલ પાકિસ્તાન વિષે હતો.

આમ, આ રીતે પોતાને તટસ્થ અને ‘ક્રાંતિકારી’ પત્રકાર ગણાવતા પુણ્ય પ્રસૂન વાજપેયીનું અસત્ય ખુલ્લું પડી ગયું છે.

આ પહેલીવાર નથી કે વાજપેયી આ રીતે ફેક ન્યૂઝ ફેલાવતા ઝડપાયા હોય. અગાઉ વાજપેયી છત્તીસગઢના એક ગામડામાં એક ખેડૂત મહિલા અંગેના ફેક ન્યૂઝ ફેલાવતા પકડાયા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here