ઇંડિયન રેલ્વેનો મેગા પ્લાન : વર્ષ ૨૦૩૦ સુધીમાં વેઈટિંગ લિસ્ટ નાબૂદ થશે

1
425
Photo Courtesy: The Indian Express

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ અને ખાસકરીને પિયુષ ગોયલ દ્વારા રેલવે મંત્રાલયનો કારભાર હાથમાં લીધા બાદ ભારતીય રેલવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે જેમાં હવે વેઈટિંગ લિસ્ટ નાબૂદી પણ સામેલ થઇ છે.

નવી દિલ્હી: આપણો દેશ દુનિયાની સૌથી મોટી રેલ્વે માટે જાણીતો છે. લાખો, કરોડો લોકો રેલ્વેનો લાભ લે છે, પણ જ્યારે તાત્કાલિક ધોરણે પ્રવાસ કરવાનો હોય ત્યારે રેલ્વે દ્વારા મુસાફરી કરવી એ માથાનો દુખાવો બની રહે છે. વેઇટિંગ  લિસ્ટમાં નામ જોઈને ટિકિટ કન્ફર્મ થવાની રાહ જોવા કરવાની અને ત્યાં સુધી બીજા વિકલ્પો પણ હાથથી નીકળી જતા હોય છે.  કલ્પના કરો કે જો આ વેઇટિંગ લિસ્ટ જ ન રહે તો રેલવેની મુસાફરી  કેટલી સરળ બની જાય?

વર્ષોથી વિવિધ સરકારોએ રેલ્વે, રોડ અને હવાઈ વિકાસ યોજનાઓ ઉભી કરીને લોકો માટે ઘણી સગવડ વધારી છે. વેગથી ચાલતી આ દુનિયામાં વારંવાર મુસાફરી કરવા માટે દરેક પ્રકારે મુસાફરી આપણામાંથી મોટા ભાગે બધે કરી જ હશે પણ રેલ્વે ક્યારેક બહુ જ સુગમ અને સૌથી વધુ પસંદગી પામતો વિકલ્પ બની રહે છે.

ભારતીય રેલ મુસાફરો માટે એક ખૂબ રાહતના સમાચાર છે. હાલમાં મળેલા સમાચાર અનુસાર ભારતીય રેલવે પોતાનું આયોજન એ રીતે કરશે કે ૨૦૩૦ સુધીમાં કોઈએ વેઇટિંગ લિસ્ટ હેઠળ રાહ જોવાનું રહેશે નહીં. નેશનલ રેલ પ્લાન અંતર્ગત લાગતા વળગતા તમામ લોકો તેમજ અલગ અલગ સરકારી ખાતાંઓની  ભલામણ ધ્યાનમાં લઈ એક એવી વ્યુહ રચના કરશે જેથી એક પણ પ્રવાસીએ પોતાની રેલવે ટીકીટ કન્ફર્મ થવા માટે બિલકુલ રાહ જોવી ન પડે.

આ માટે રેલ્વે પોતાનું માળખું એટલું સક્ષમ બનાવશે અને એવી રીતે આવક ઊભી કરશે કે તે મુસાફરોની માંગ કરતાં તેમને સગવડો વધુ આપી શકે. આ સમગ્ર યોજનાને અમલમાં આવતા થોડો લાંબો સમય  ચોક્કસ થશે, પરંતુ આખરે વિશ્વનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક જ્યારે આવી રાહત માટે બાથ ભીડતું હોય તો સમય લાગે જ તે સ્વાભાવિક છે. આશા રાખીએ કે આવનાર સમયમાં સહુ માટે રેલવેની મુસાફરી ત્વરિત અને આરામદાયક બની રહે જેના કારણે વેઈટિંગ લિસ્ટ, RAC કે પછી તત્કાલની સમસ્યા અને માનસિક તણાવ કાયમ માટે દૂર થઇ જાય અને જોઈએ ત્યારે ટીકીટ મળી રહે.

તમને ગમશે – સ્પેશિયલ કિસાન: ટ્રેન વડાપ્રધાનનું આ સ્વપ્ન ખેડૂતો માટે સમૃદ્ધિ લઇ આવશે!

eછાપું

1 COMMENT

  1. It was exiting news to read, but the first lines made disappointed. Why praising Modi out of the blue? The thing is that, even after so many years in the power, the railway food is recently voted below edible level in quality. If Tejas can be started with so many functionalities, then why not add some ‘Swachchhta Abiyaan’ here as well? There are so many things which can be easily done but they are not happening. The only thing is that a journalist can write article or read news, because this might be the first and last PM to whom you can’t question. And with era, in both the government, some evolution is seen, so writing it is happening specifically because of Modi is like.. ye kucch zyada nahi ho gaya??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here