RCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ?

  0
  62

  શું તમારી પાસે રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ એટલેકે RCom ના શેર્સ પડ્યા છે? તો તમારે એ અંગે સલાહ આપતો આ લેખ અત્યારે જ વાંચવો જોઈએ.

  Photo Courtesy: fortuneindia.com

  રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ એટલેકે RCom દ્વારા બેન્ક્ર્પસી એન્ડ ઇન્સોલ્વન્સી એક્ટ હેઠળ અરજી કરી છે એનો અર્થ તો દેવળિયા જાહેર કરવાની કાર્યવાહી જ થાય પરંતુ આ અરજી કરતા પહેલા કંપની પ્રમોટરો અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે શું કર્યું એ જોઈએ.

  પ્રમોટરોએ આ ગ્રુપની કંપનીના શેર જુન 2014 થી થોડા થોડા ગીરવે મૂકી એની સામે લોન લીધી જે ડિસેમ્બર 2018માં એની સ્થિતિ આ મુજબ હતી. રિલાયન્સ કેપિટલના 75% શેર ગીરવે મુક્યા, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 84% રિલાયન્સ કમ્યુનિકેશનના (RCom) 30%, રિલાયન્સ પાવરના 83%, રિલાયન્સ નેવલ એન્ડ ઈન્જીનીયરીંગના 100%અને રિલાયન્સ હોમ ફાયનાન્સના 22%. હવે આ ગીરવે રખાયેલ શેરની કંપનીઓએ તેને બજારમાં વેચી દીધા છે જેમાં L&T ફાયનાન્સ અને એડલવેઈઝ કંપનીએ આશરે બે કરોડથી પણ વધુ શેરો વેચી દીધા છે.

  આનો અર્થ હવે પ્રમોટરોએ પોતાની કંપનીના શેર બજારમાં વેચી રોકડા કરી લીધા બરોબર જ થાય કારણકે એ ગીરવે મુકાયેલા હતા અને એની સામે લોન લીધી હતી જે ચુકવવામાં કંપની રિલાયન્સ કમ્યુનીકેશન RCom નિષ્ફળ ગઈ. આમ હવે આ કંપનીઓમાંથી પ્રમોટરો નીકળી ગયા બરોબર જ હોવાથી હવે આ કંપનીના શેરો બજારમાં ઓપરેટરોના હાથમાં આવી ગયા કહેવાય જે શેરના ભાવ ઊંચકી નાના નાના રોકાણકારોના માથે મારશે.

  લાગતું વળગતું: શેરબજારના પ્રલોભનો કેવા હોય અને તેનાથી કેવી રીતે બચી શકાય?

  હવે પ્રમોટરોને આ કંપનીમાં રસ રહ્યો નથી એથી એ ચાલશે નહિ અને આમ ફડચામાં જ જશે માટે આ કંપનીના શેરો ખરીદવાથી નુકશાન પૂરેપૂરું થવાની શક્યતા છે અને ગળામાં પડશે માટે નાનાનાના રોકાણકારોએ આ કંપનીઓના શેરની ખરીદી ના કરતા જે હોય એ શેર પણ વેચી દેઈ જે પૈસા આવ્યા એ સમજી નીકળી જવું જ યોગ્ય રહેશે.

  અનીલ અંબાણી ગ્રુપે આ અંગે એક પ્રેસ નોટ પણ આપી છે કે L&T ફાયનાન્સ અને એડલવેઈઝ એ આ શેરો ગેરકાયદેસર રીતે વેચ્યા છે પરંતુ જયારે શેર ગીરવે રાખવામાં આવે છે ત્યારે જ ધીરનાર કંપની કરાર કરતી હોય છે કે તેઓ આ શેર લોનનું ડીફોલ્ટ થતા જ બજારમાં વેચી દેશે અને એ એમનો હક રહેશે આવો કરાર થાય તો જ ગીરવે મુક્યા બાદ કંપની લોન આપે. એથી આપણે એ ગેરકાનૂની કે કાનુનીના મામલામાં ન પડતા આ ગ્રુપ કંપનીના શેરો વેચી જે પૈસા મળે એ લઇ લેવા એજ સામાન્ય રોકાણકારના હિતમાં છે.

  અહીં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

  eછાપું

  તમને ગમશે: કૌતુક! ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ્સવાળા ટોઇલેટ પેપર એમેઝોન પર વેંચવા મુકાયા

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here