IPL 2019 | મેચ 4 | બિનજરૂરી વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવનનો વિજય

0
326
Photo Courtesy: iplt20.com

રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં આજે એક વિવાદ ઉભો થયો હતો જેને લીધે પંજાબની ટીમને વિજયરૂપી ફાયદો થયો હતો.

Photo Courtesy: iplt20.com

જયપુરના ઐતિહાસિક સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં આજે વિકેન્ડમાં ન રમેલી બાકીની બે ટીમો એટલેકે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે IPL 2019ની ચોથી મેચ રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. કે એલ રાહુલ ફરીથી નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલે પંજાબની ઇનિંગને આગળ વધારી હતી.

ક્રિસ ગેલે પોતાના ચિતપરિચિત અંદાજમાં શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી હતી. બીજે છેડે મયંક અગ્રવાલ પણ ધીમો જ રહ્યો હતો. મયંક અગ્રવાલના આઉટ થયા બાદ ક્રિસ ગેલે ખુલીને રમવાનું શરુ કર્યું હતું. ક્રિસ ગેલ તે જેના માટે જાણીતો છે એ પ્રકારના શોટ્સ માર્યા હતા અને ફટાફટ પોતાની હાફ સેન્ચુરી પણ પૂરી કરી દીધી હતી. બેન સ્ટોક્સના એક બોલને મિડ વિકેટ બાઉન્ડ્રીની બહાર સિક્સર મારવાના ચક્કરમાં રાહુલ ત્રિપાઠીના એક અદભુત કેચ દ્વારા ગેલ આઉટ થઇ ગયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અગાઉની બે સિઝન રમનાર સરફરાઝ ખાને ક્રિસ ગેલની ઝડપને જ આગળ વધારી હતી. બેંગ્લોર માટે રમતા સરફરાઝ એટલો સફળ રહ્યો ન હતો, પરંતુ તેના ટેલેન્ટ પર ભાગ્યે જ કોઈને શંકા હતી જે આજે તેણે પૂરવાર કરી બતાવ્યું હતું. છેલ્લી ઓવરોમાં સરફરાઝે શોટ્સ મારીને KXIPને 184ના સ્કોર પર પહોંચાડ્યું હતું.

સવાઈ માનસિંગની પીચ વિષે નિષ્ણાતોને શંકા હતી, પરંતુ અજીન્ક્ય રહાણેએ પોતાની કલાત્મક બેટિંગ આજે જોસ બટલરે તેની આક્રમક બેટિંગ દ્વારા રાજસ્થાન રોયલ્સને ખુબ સુંદર પ્લેટફોર્મ આપ્યું હતું. જો કે, સ્પિનરો આવતા જ RRની બેટિંગ થોડી ધીમી થઇ હતી અને આર અશ્વિનના કેરમ બોલે રહાણેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. સંજુ સેમસંગ સાથે બટલરે ઇનિંગ આગળ તો વધારી હતી અને ત્યારેજ એક વિવાદાસ્પદ ઘટના બની હતી.

અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે જોસ બટલર નોન સ્ટ્રાઈકર એન્ડ પર આગળ વધી ગયો હતો અશ્વિને સ્ટમ્પ ઉડાડી દીધા હતા અને અપીલ કરી હતી. થર્ડ અમ્પાયરે બટલરને આઉટ કરાર કર્યો હતો. અશ્વિને જે કર્યું તે નિયમ અનુસાર હતું પરંતુ ખેલની ભાવનાની વિરુદ્ધ હતું. અશ્વિને બટલરને એટલીસ્ટ એક વોર્નિંગ આપવી જરૂરી હતી.

આ વિવાદ બાદ મેચ આગળ વધી હતી અને જાણેકે જોસ બટલરની વિકેટનો બદલો લેતો હોય તેમ પુનરાગમન કરી રહેલા સ્ટિવ સ્મિથે પંજાબના બોલરોને ફટકારવાનું શરુ કર્યું હતું. પરંતુ સેમ કરનની એક જ ઓવરમાં સ્મિથ અને સેમસન બંને આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ વિકેટોની તો જાણે કે હારમાળા સર્જાઈ હતી. એક સમયે RR 148/2 હતું તેમાંથી 170 રન કરી શક્યું હતું.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 3 | રાજસ્થાન રોયલ્સ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

કિંગ્સ ઈલેવન પંજાબ 184/4 (20) રન રેટ: 9.2

ક્રિસ ગેલ 79 (47)

સરફરાઝ ખાન 46* (27)

બેન સ્ટોક્સ 2/48 (4)

ધવલ કુલકર્ણી 1/30 (4)

રાજસ્થાન રોયલ્સ 170/9 (20) રન રેટ: 8.5

જોસ બટલર 69 (43)

સંજુ સેમસન 30 (25)

મુજીબ ઉર રહેમાન 2/31 (4)

સેમ કરન 2/51 (4)

પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ  રને જીત્યું

મેન ઓફ ધ મેચ: ક્રિસ ગેલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

અમ્પાયરો: સી શમ્સુદ્દીન અને કે એન અનંત પદ્મનાભન | બ્રુસ ઓક્સેન ફર્ડ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: ચિન્મય શર્મા

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here