કેજરીવાલ સરકારની પાણીના બીલ સાથે બદમાશી પકડાઈ ગઈ

0
111

મળેલી જબરદસ્ત બહુમતીને પચાવી ન શકનાર અને હવે લોકસભાની ચૂંટણીમાં ફરીથી જીત મેળવવા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધમપછાડા પકડાઈ ગયા છે.

Photo Courtesy: hindustantimes.com

દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી જ તે કોઈને કોઈ વિવાદમાં રહી છે. AAPના તમામ નેતાઓને શાસનનો જરાય અનુભવ નથી અને તેમ છતાં મળેલી ધીંગી બહુમતીને લીધે તેમને સરકાર ચલાવવી પડે છે તેવું સતત લાગ્યા કરે છે. અનુભવની કમી અને પ્રજાની ઉંચી અપેક્ષા વચ્ચે એ સ્વાભાવિક છે કે શાસન ચલાવવાની તકલીફ પડે. પરંતુ તેમ છતાં દિલ્હીની પ્રજાને તકલીફ આપતું શાસન આપીને પણ AAP અને કેજરીવાલ સરકારને આવનારી લોકસભાની ચૂંટણીઓમાં દિલ્હીની 7 બેઠકો પર જીત હાંસલ કરવી છે અને તે માટે તે ગમેતે સ્તરે ઉતરતા શરમ અનુભવતી નથી.

હાલમાં જ દિલ્હી સરકારે દિલ્હીના લોકોને પાણીના બિલ મોકલ્યા હતા. જો કે અરવિંદ કેજરીવાલ સરકારનું વચન હતું કે તે દિલ્હીમાં પાણી પર લાગતો ચાર્જ માફ કરી દેશે, પરંતુ આ અંગે અલગથી ચર્ચા થઇ શકે છે. દિલ્હીના લોકોને પાણીના બિલ સાથે દિલ્હી સરકાર આમ આદમી પાર્ટીની પ્રચાર સામગ્રી પણ મોકલવાનો પ્લાન કરી રહી હોવાની માહિતી દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તાને મળી હતી.

વિજેન્દ્ર ગુપ્તાએ આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. ચૂંટણી પંચે દિલ્હી સરકારના જળ વિભાગના નરેલા ખાતેના કાર્યાલય પર ફરિયાદને આધારે દરોડા પાડ્યા હતા. અહીં ચૂંટણી પંચના અધિકારીઓને મોટી સંખ્યામાં એવા પત્રો મળ્યા જેમાં દિલ્હીની પ્રજાને દિલ્હી સરકારે દિલ્હીની જળ અને ગટર વ્યવસ્થા સુધારવા માટે કયા પગલાં લીધા તેની માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી આ કાર્યાલયની આ ઓફીસને સીલ મારી દીધું છે.

લાગતું વળગતું: “તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યું છે” – ‘આપ’ની શૈતાની!

મજાની વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના હોદ્દાની રૂ એ દિલ્હી જલ નિગમના ચેરમેન છે. આમ વાત સ્પષ્ટ છે કે કેજરીવાલે પોતાના હસ્તકની દિલ્હી જલ વિભાગની સરકારી મશીનરીનો દૂરુપયોગ પોતાના પક્ષના પ્રચાર માટે કર્યો હતો. જો કે સમયસર ચૂંટણી પંચને આ કાવતરા અંગેની ફરિયાદ મળતા કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પોતાની યોજના અમલમાં મૂકી શકી ન હતી.

આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલની AAP દિલ્હીમાં નાગરિકોને ફોન કોલ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે એમ કહીને ગભરાવી ચૂકી છે. આ મામલે પણ ચૂંટણી પંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દિલ્હી જલ વિભાગ સાથે જોડાયેલો તાજો મામલો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નિમ્નસ્તરના રાજકારણનું એક વધારાનું ઉદાહરણ પૂરું પાડે છે.

eછાપું

તમને ગમશે: મસ્કત: ‘રણમાં જળ તું’ – અરબસ્તાનની મરુભૂમિનું એક રસપ્રદ પ્રવાસ વર્ણન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here