અમદાવાદ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર લઘરવઘર અમદાવાદીનું ઘોષણાપત્ર

3
279

આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અમદાવાદ લોકસભા બેઠક માટે જાણીતા લેખક શ્રી લઘરવઘર અમદાવાદી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ચાલો જાણીએ તેમનું ઘોષણાપત્ર શું છે.

હું Lagharvaghar Amdavadi તારીખ ૦૧/૦૪/૨૦૧૯ નાં રોજ અપક્ષ તરીકે લોકસભા ની ચુંટણી લઢવાનો છું અને આજ રોજ મારો ચુંટણી એજન્ડા જાહેર કરું છું.

 1. હું PUBG ગેમ કાયદેસરની કરીશ
 2. જે સ્ત્રીઓ પોતાના પતિઓને મોટા મોટા થેલા જેવા પર્સ ઉચકાવે છે એમની સામે જાહેરનામાનાં ભંગ ની કાર્યવાહી કરીશ.
 3. દરેક તહેવારમાં છાપામાં સ્ત્રીઓ સાથે પુરુષનો એક ફોટો આપવો ફરજિયાત કરીશ, એમાં પણ ચોમાસામાં રીવર ફ્રન્ટ ઉપર પલળતા પુરૂષોનો ફોટો ફરજીયાત કરીશ.
 4. ફેસબુક ઉપર સ્ત્રીઓ અને પુરૂષોના ફોટા ને સરખા લાઈક મળે એ માટે માર્ક જુક્મબર્ગને આવેદન પત્ર સોંપીશ
 5. ફિલ્ટર નો ઉપયોગ કરી ડફોળ બનાવતી સ્ત્રીઓ સામે એકાઉન્ટ બ્લોક કરવાના ઓપ્શનની માંગણી જુક્મબર્ગ પાસે કરીશ અને દરેક સ્ત્રીઓ એ પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં પોતાના આધાર કાર્ડનો ફોટો રાખવો ફરજીયાત કરીશ.
 6. મૈ ભી મુકેશ એવી યોજના લાવીશ અરે ભાઈ દરેક મુવીની શરૂઆતમાં આવતો મુકેશ નહિ પરંતુ મુકેશ અંબાણી જેવો બંગલો દરેક ને ના જોઈતો હોય તો પણ ફરજીયાત આપીશ .
 7. હાથ ઉચો કરો બુલેટ ટ્રેનમાં બેસો એવી યોજના લાવીશ જેથી દરેક વ્યક્તિ પોતાના ઘરેથી જ બુલેટ ટ્રેનમાં બેસી શકે.
 8. કોઈના પણ ખાતામાં રૂપિયા ખૂટે તો તાત્કાલિક રિઝર્વ બેંકમાંથી ટ્રાન્સફર કરીશ અને રિઝર્વ બેંકને પણ કેશ બેક અપાવીશ જેથી ઇકોનોમિ ને કોઈ આંચ ન આવે.
 9. પત્નીઓ દ્રારા પૂછવામાં આવતા પ્રશ્નો ઉપર પાબંદી લગાવીશ ઉ.દા આજે સાંજે જમવામાં શું બનાવું ??
 10. ભ્રષ્ટાચાર માટે ટેકાનાં ભાવ જાહેર કરીશ જેથી કોઈ ભ્રષ્ટાચારમાં છેતરાય નહિ દરેક ભ્રષ્ટ માણસને ભાવપત્રક રાખવું ફરજિયાત કરીશ. આ સ્કીમ નું નામ હશે ‘’ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર’’ .
 11. લોન માફીની જોગવાઈઓ દુર કરીશ અને લોન લઈને ભાગવા ઉપર ફ્લાઈટ ટિકિટ ઉપર કેશબેક અને ડીસકાઉંટ ઓફર કરીશ.
 12. ઓયો રૂમ ઉપર પોલીસ દરોડા ન પાડે એની વ્યવસ્થા કરીશ. ખાવાનું તેલ તેમજ જાપાની તેલના ભાવ પણ ઘટાડીશ.
 13. બુટ લેગર વાઈઝ બુટની સાઈઝ પ્રમાણેના હપ્તા નક્કી કરાવી આપીશ જેથી કોઈ ગરીબ બુટલેગર છેતરાય નહિ.
 14. દરેક વ્યક્તિને ઘરની એક દિવાલ સોના થી મઢેલી હોય એવું કરી આપીશ, શિયાળામાં પણ સોના ચાંદી ચવનપ્રાશ સરકાર તરફથી પૂરું પાડીશ.
 15. IPL પરનો સટ્ટો કાયદેસરનો કરી આપીશ.
 16. દારૂ મુક્તિ કરી આપીશ દારૂ છોડાવા માટે મળો વાળી જાહેરાતો બંધ થાય તેવા પગલાં લઇશ
 17. વોટ્સએપમાં યુનેસ્કો એ શું જાહેર કરવું એ પણ હું જ નક્કી કરી આપીશ અને ખોટી અફવા હું જ એકલો ફેલાવીશ જેથી કોઈ બીજી વ્યક્તિની અફવામાં કોઈ ગરીબ માણસ ભરાઈ ના જાય.
 18. વોટ્સએપ યુનિવર્સીટી ખોલી આપીશ જેથી ગપગોળા, પંચાત, ચુગલી જેવી દુર્લભ થતી જતી કળાઓ પુનઃ વિકસી શકે
 19. છાપાઓ ની કુપન કાપવામાં થતી મહેનત ઓછી કરી આપીશ છાપાની ગીફ્ટનાં સીધા રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થશે જેથી વચેટીઆઓ અને કુપનો કાપવાની તેમજ ગીફ્ટ લેવા જવામાં થી મુક્તિ મળે.
 20. તૈમુર ને બોલીવુડના તમામ એવોર્ડ અત્યારથી આપી દઈશ એટલે દેશનો એટલો કિમતી સમય બચી જાય.

 

તો યાદ રાખો

આજે નહિ તો કાલે
લઘર વઘર અમદાવાદી વિના તો નહિ ચાલે

આધી રોટી ખાએગે
લઘર વઘર કો જીતાએગે
.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

eછાપું

તમને ગમશે: NDTV ભારત પાકિસ્તાન વચ્ચે નોર્વેને જબરદસ્તીથી કેમ મધ્યસ્થી કરાવવા માંગે છે?

3 COMMENTS

 1. લઘરા મારાજ….તમે જીતી જાવ અટલે આપડે અમેરિકા લગી દરિયામાં પુલ બનાવો સે….હેય ને પસે ખુડશી ઢાળી ને ટોલ ટેખ્સ ઉઘરાવીને જલ્સા કરશુ….પણ પુલ તો બનાઅવો જ સે…

 2. જલસો પાડી દીધો હો….. દાંત કાઢી કાઢી ને તો પેટ માં દુખવા માંડ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here