શેરબજારમાં તમારા શેર્સ બાય, હોલ્ડ અને સેલ ક્યારે કરશો? – ચાલો જાણીએ!!

0
374
Photo Courtesy: moneycontrol.com

શેરબજારના સેન્ટિમેન્ટમાં ક્યારે તણાઈ જવું નહીં. આપણે આપણી અક્કલ વાપરવી પણ એટલીજ જરૂરી છે અને આથી જ કોઇપણ શેર ક્યારે ખરીદવો, ક્યારે પકડી રાખવો અને ક્યારે વેંચી દેવો તે જાણવું અત્યંત જરૂરી છે.

Photo Courtesy: moneycontrol.com

“શેર નીચા ભાવે ખરીદો અને ઉચા ભાવે વેચો“ આ વાક્ય મીડિયામાં અને શેરદલાલો કાયમ બોલતા હોય છે. જો આપણે શેર ખરીદીએ ત્યારે એ નીચા ભાવે જ હોય અને વેચીએ ત્યારે વધારે ભાવ આવે એવું જ જો બનતું હોય તો જિંદગી સુધરી જાય પરંતુ આવું વાસ્તવમાં હોતું નથી. તો શેર ક્યારે ખરીદવા કે પકડી રાખવા કે વેચવા એ કઈ રીતે જાણવું? શું એના ટ્રાફિક સિગ્નલ હોય છે કે જે તમારા માર્ગદર્શક બને? જવાબ છે હા! તો જોઈએ આ સિગ્નલ્સ.

પહેલો ગ્રીન સિગ્નલ: ક્યારે ખરીદવા?

બજાર જયારે પડે ત્યારે એકદમ સારી સારી કંપનીઓના શેરના ભાવમાં પણ ઘટાડો થતો હોય છે જે 10 ટકા થી 40 ટકા કે વધુ પણ હોઈ શકે જેને આપણે કરેક્શન કહીએ છીએ. આ કરેક્શનનો સમય એ સારી વિકાસ પામતી કંપનીના શેર ખરીદવાનો ઉત્તમ સમય છે. દાખલા તરીકે કોઈ કંપની કે જે દસ ટકાના દરે વિકાસ પામતી હોય એના ભાવમાં 10 ટકાનો ઘટાડો થાય તો એનો અર્થ એ કંપનીનો શેર 20 ટકા સસ્તા દરે મળ્યો કહેવાય.

વોરન બફેએ સાચું જ કહ્યું છે કે “બી ફીયરફૂલ વ્હેન અધર્સ આર ગ્રીડી એન્ડ ગ્રીડી વ્હેન અધર્સ આર ફીયરફૂલ.“ એટલેકે બધા ખરીદવા ધસારો કરતા હોય ત્યારે સાવચેત રહો અને બધા જયારે વેચવા માંડે ત્યારે ખરીદો. બજાર જયારે ગ્રીડ ઝોનમાંથી ફીયર ઝોનમાં જતું હોય ત્યારે એ બહુ ઓછા રોકાણકારોને દેખાતું હોય છે તો આમ ત્યારે ખરીદો.

હવે બીગર અને બ્રોર્ડર પિક્ચર લઈએ. દેશનું અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે, આજે દેશનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વધી રહ્યું છે ત્યારે રૂપિયાની કિંમતમાં ઘટોડો કે ક્રુડ તેલમાં ભાવ વધારો જેવા કારણો ટુંકાગાળાના કરેક્શન્સ છે પરંતુ લાંબાગાળા માટે તો એ ગ્રોથ જ છે એથી ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં સહભાગી થવા આજે શેર ખરીદવાનો ઉત્તમ સમય છે.

જયારે લાંબાગાળા માટે એટલેકે ત્રણ વર્ષ પાંચ વર્ષ દસ વર્ષના ગાળા માટે શેર ખરીદવામાં આવે ત્યારે શેરબજારમાં વળતર શ્રેષ્ઠ મળી રહે છે. એકવાર તમે નક્કી કરો કે તમારે ઇક્વિટીમાં રોકાણ કરવું છે તો તમે એમાં કેટલું રોકાણ કરશો? આ માટે રુલ છે 100માંથી તમારી ઉમર બાદ કરો દાખલા તરીકે તમારી ઉમર 40 વર્ષ છે તો 100 – 40 = 60 ટકા તો તમારી કુલ બચતના 60 ટકા મૂડી ઇક્વિટીમાં રોકાણ કરી શકાય આમ કરવાથી બચત પર વધુ વળતર મળે.

ક્યારે હોલ્ડ કરશો? યલો સિગ્નલ

કારમાં જો તમારું મનગમતું સંગીત સાંભળતા હોવ ત્યારે ટ્રાફિક સિગ્નલો તમને ઇરીટેટ નથી કરતા એજ પ્રમાણે જો તમારી પાસે ક્વોલીટી સ્ટોક હોય તો મંદીની અસરની ચિતા તમને નહિ થાય. જયારે કંપનીના ફન્ડામેન્ટલ્સ સારા જ હોય એમાં એમાં કોઈ નકારાત્મક પરિબળો નહિ હોય ત્યારે તમારે હોલ્ડ જ કરવાનું હોય.

જો તમે ગણતરીપૂર્વકનું જોખમ લીધું છે એક લાંબાગાળાનું રોકાણ કર્યું છે કંપનીના ફન્ડામેન્ટલ્સનો અભ્યાસ કરીને શેર લીધા છે તો અભિનંદન આવા સમયે તમારે ત્રણ કે છ મહિનાનો સમય ન જોતા ત્રણ વર્ષ થી પાંચ વર્ષનો સમયગાળો જોવાનો રહે છે અને એ મુજબ એટલો સમય શેર પકડી રાખવાના છે.

અને હા તમારી પાસે રોકાણ માટે વધારાનું ફંડ ન હોય ત્યારે લોન લઈને કે લીવરેજ પોઝીશન લઇ શેર ખરીદવાની સલાહ અમે નહિ આપીએ કારણકે એમાં ભારોભાર જોખમ છે.

રેડ સિગ્નલ શેર વેચવાના કારણો

મિડિયા રીપોર્ટને આધારે ટીપ્સ મળતા મફતિયા રિચર્ચ રીપોર્ટ અફવાઓ વગેરેના આધારે શેરો ખરીદવાનું સહેલું છે પરંતુ આવી હાલતમાં શેરનું શું કરવું એ એક જટિલ સમસ્યા છે તમને પોતાને જ ખબર નથી કે તમે એ શેર શા માટે ખરીદ્યા એના ફન્ડામેન્ટલ્સની તમને ગતાગમ નથી આવા સમયે ભાવ વધતા જ શેર વેચી મૂડી બચાવવી એજ સલાહભર્યું છે.

જયારે તમે સ્ટોકમાં લીવરેજ પોઝીશન લો છો એટલેકે તમારી મૂડીના 10 ગણા શેર ખરીદવાની સવલત જયારે તમારો શેરદલાલ તમને આપે છે ત્યારે અથવા લોન લઇ શેર ખરીદ્યા છે ત્યારે ભાવ વધતા જ શેર વેચી તમારું દેવું ચૂકતે કરી દ્યો એ બહેતર છે.

અને અંતે હા, જો તમે કંપનીના ફન્ડામેન્ટલ્સનો અભ્યાસ કરી શકતા ન હોવ, તમારો દેશની આર્થિક ગતિવિધિનો અભ્યાસ ન હોય, તમારી લાગણીઓને કાબુમાં રાખી શકતા ન હોવ ત્યારે એક વિશ્વાસુ સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. એક સાચો વિશ્વાસુ સલાહકાર તમને ક્યારે બાય હોલ્ડ કે સેલ કરવું એની સાચી સલાહ આપશે.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here