નાટકનો અંત: કુમારસ્વામી વિશ્વાસનો મત હાર્યા; યેદિયુરપ્પા નવા મુખ્યમંત્રી

0
250
Photo Courtesy: twitter.com/ANI

કર્ણાટક વિધાનસભામાં લગભગ એક અઠવાડિયા ચાલેલી ચર્ચા બાદ વિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું હતું જેમાં JDS-કોંગ્રેસ સરકારની હાર થઇ હતી અને 18 દિવસ ચાલેલા કર્ણાટકના નાટકનો અંત આવ્યો હતો.

Photo Courtesy: twitter.com/ANI

બેંગલુરુ: કર્ણાટકના નાટકનો આખરે 18 દિવસ બાદ અંત આવ્યો છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી કર્ણાટક વિધાનસભામાં ચાલેલા વિશ્વાસ પ્રસ્તાવ પર આજે સાંજે લગભગ સાડાસાત વાગ્યે મતદાન થયું હતું. એચ ડી કુમારસ્વામી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 99 મત અને વિરોધમાં 105 મત પડ્યા હતા.

છેલ્લા એક અઠવાડિયાથી લગભગ દરરોજ કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસના મત પર ચર્ચા ચાલી રહી હતી અને દરરોજ કોઈને કોઈ કારણસર મતદાનને આગલા દિવસ પર ટાળી દેવામાં આવતું હતું. આજે કર્ણાટક વિધાનસભાના સ્પિકર કે આર રમેશે કોઇપણ સંજોગોમાં મતદાન કરાવવાનું મુખ્યમંત્રી કુમારસ્વામીને કહ્યું હતું.

ત્યારબાદ આજે પહેલાં ધ્વનીમત માંગવામાં આવ્યો હતો પરંતુ કુમારસ્વામીએ મતદાનનો આગ્રહ રાખતા મતદાન થયું હતું. લગભગ 14 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here