“Howdy Modi!”: રંગમાં ભંગ પડાવવા માટે પાકિસ્તાન-તરફીઓનું ષડયંત્ર

0
317
Photo Courtesy: republicworld.com

ગઈકાલે વિશ્વ-વિખ્યાત બ્રિટીશ પત્રકાર કેટી હોપકિન્સ દ્વારા એક ટવીટ કરીને અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં આયોજિત Howdy Modi!  કાર્યક્રમના રંગમાં ભંગ પડાવવાનું દેશદ્રોહી અને ભારત-વિરોધી ભયાનક ષડ્યંત્ર International Humanitarian Orgnaization દ્વારા રચાઈ રહ્યું છે તેને ખુલ્લું પાડવામાં આવ્યું છે.

Photo Courtesy: republicworld.com

International Humanitarian Foundationનું કહેવું છે કે,

Prime Minister Modi and his administration have been responsible for flagrant human rights violations and lynching/killing of minorities in India. Let’s raise our voices for the victims of this humanitarian crisis and hold the Indian government to the highest ethical standards.

લોકશાહીમાં તમામ ધર્મ અને જ્ઞાતિ કે વિચારધારાના નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાનો હક્ક છે અને તે હક્ક સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. અમેરિકા અને ભારત – આ બંને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશો છે. બંને દેશોના નાગરિકો તેમની મેચ્યોરીટી માટે પ્રસિદ્ધ છે. ભારતમાં ઇન્દિરા ગાંધીને સત્તા ઉપરથી જે ભારતીય મતદારોએ જ ઉતારી દીધા હતા એ જ મતદારોએ ત્રણ જ વર્ષમાં તેમને પાછા સત્તા ઉપર પણ લાવી દીધા હતા. તેવું જ અમેરિકાની લોકશાહીમાં પણ છે.

મતદારો ખુબ જ સમજદાર અને પીઢ છે. વિશ્વની આવી બે મેચ્યોર્ડ લોકશાહી દેશોના વડાઓ એક શહેરમાં 50,000થી વધારે અમેરિકન-ભારતીય નાગરિકો સમક્ષ ઉપસ્થિત થવાના હોય તેવા સમયે કોઈપણ પ્રકારના વિરોધ સામે કોઈને વાંધો ન જ હોવો જોઈએ કારણ કે લોકશાહી દેશના નાગરિકો દ્વારા કોઈપણ કાર્યક્રમનો વિરોધ કરવો એ જ તો તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ છે.

ચાલો…એવું માની લઈએ કે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી નજીક આવી રહી છે એટલે રિપબ્લિક પક્ષના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વ્યક્તવ્ય આપે. અમેરિકન ભારતીયના મત મેળવવા માટે તે આવું કરી શકે છે. અને આવી તક ઝડપવી એ જ કોઈપણ લોકશાહી દેશના રાજકીય નેતાનું લક્ષણ છે અને તે સહજ અને સામાન્ય છે.

પરંતુ અમેરિકામાં International Humanitarian Foundation દ્વારા જે રીતનું આયોજન થયું છે તે એક ષડ્યંત્ર કહી શકાય. તેને વિરોધ કાર્યક્રમ ન કહી શકાય. તેઓનું માનવું છે કે ભારતમાં flagrant human rights violations and lynching/killing of minorities – બહુ વ્યાપક છે. આવું કેવી રીતે કહી શકાય? ભારતની આંતરિક બાબતમાં દખલ દેવાનો કોઈને અધિકાર નથી.

International Humanitarian Foundation દ્વારા થનારા દેખાવોમાં ભારતના 130 કરોડ નાગરિકો દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “FACE OF INDIAN TERRORISM” ગણાવવામાં આવી રહેલ છે. તેઓને “GO BACK MODI” કહેવાનો અધિકાર જરૂર હોય અને હોવો પણ જોઈએ.

પરંતુ આવી સંસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “FACE OF INDIAN TERRORISM” અને “BUTCHER OF KASHMIR” કહેવાનો કોઈ અધિકાર નથી અને જો તે આવું કહેતી હોય તેઓ તેઓ સામે સમગ્ર દેશના 130 કરોડ નાગરિકોએ એક થઈને વિરોધ નોંધાવવો જ જોઈએ. વિદેશીઓ હજી ભારતના મુસ્લિમો અને ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે રહેલા સૌહાર્દ અને સુમેળને સમજી શક્યા જ નથી. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વિવાદ રાજકીય કારણોથી જ સર્જાય છે અને તે થોડા સમયમાં જ થાળે પડી જાય છે એ વાત વિશ્વમાં કોઈને સમજાઈ નથી. “બે વાસણ હોય તો ખખડે” પરંતુ તે પાછું થાળે પડી જ જાય છે. ભારતની આવા વિશિષ્ટ સૌહાર્દની આ વાતને સમજતા વિશ્વને હજુ દાયકાઓ નીકળી જશે.

ખેર….બીજો એક પ્રશ્ન એ પણ છે કે માનવ અધિકારની વાત પાકિસ્તાન-તરફી અને ભારત-વિરોધી સંસ્થાઓ કેવી રીતે કરી શકે? “મુખડા ક્યા દેખે દર્પણ મેં” – શું પાકિસ્તાનમાં કે અન્ય મુસ્લિમ દેશોમાં માનવ અધિકારોનું કોઈ જ હનન થતું નથી? શું પાકિસ્તાન ત્રાસવાદીઓનો અડ્ડો બની ગયો છે તે જ માનવ અધિકારનો ભંગ નથી? શું ત્રાસવાદીનો માનવ અધિકાર હોય ખરો? અન્ય એક આંચકાજનક વાત એ છે કે ભારત વિરોધી દેખાવોમાં પાકિસ્તાન તરફી મુસ્લિમોની સાથે સાથે ખાલિસ્તાન તરફી શીખો પણ સામેલ થવાના છે. આ જ દર્શાવે છે કે ભારત-વિરોધી દેખાવો પાછળ કોનો દોરીસંચાર હોઈ શકે. પાકિસ્તાન તરફી મુસ્લિમો સિવાય અન્ય કોઈ હોઈ શકે જ નહીં.

International Humanitarian Foundation દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ખુબ જ મોટું નાણાંકીય ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે બસોના 18 રૂટમાંથી એક રૂટ પસંદ કરવાનો ઓપ્શન છે. એક આંખે ઉડીને વળગે અને ષડ્યંત્ર છે તેવું નક્કી કરી શકાય તેવી હકીકત એ છે કે બસોના 17 રૂટ હ્યુસ્ટનની વિવિધ મસ્જીદોમાંથી છે. બસો મસ્જીદમાંથી ઉપડવાની છે. મુસ્લિમોએ પોતપોતાના વાહનમાં આવીને તે વાહન મસ્જિદના પાર્કિંગમાં પાર્ક કરવાનું છે. મસ્જિદના કમ્પાઉન્ડમાંથી જ શટલ બસ દર 20 મિનિટે ઉપડવાની છે. આ બસો દેખાવકારોને NRG સ્ટેડીયમ કે જ્યાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવચન આપવાના છે તે સ્થળે લઇ જશે.

મારો પ્રશ્ન એ છે કે મસ્જીદ ઈબાદત કરવાની જગ્યા છે. મસ્જીદ અલ્લાહની પાક જગ્યા છે. મસ્જીદ કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે લોકોને એકત્રિત કરીને લઇ જવાની વ્યવસ્થા કરવાનું સ્થળ બની શકે? શું મસ્જીદ સિવાય અન્ય કોઈ સ્થળ ન મળ્યું કે જ્યાંથી બસોને ઉપાડી શકાય?

બ્રિટીશ પત્રકાર કેટી હોપકિન્સ દ્વારા Tweet કરવામાં આવેલા બસોના રૂટ ઉપર એક નજર નાખો. આખા ષડ્યંત્રનો ખ્યાલ આવી જશે

મારા કેટલાંક મુદ્દાઓ છે જે ધ્યાનથી વાંચીને માત્ર લાઈક નહીં પરંતુ કોમેન્ટ કરશો એવી વિનંતી છે.

(૦1) આવા જ દેખાવો ભારતમાં રહેતા મુસ્લિમોએ ભારતના તમામ શહેરોમાં કર્યા હોત તો તે બિલકુલ વ્યાજબી હોત કારણ કે એ આપણા દેશના જ નાગરિકો છે અને તેમને વિરોધ કરવાનો અધિકાર છે. કાશ્મીરમાં 370મી કલમ નાબુદ થયા પછી કે ટ્રીપલ તલાકનો કાયદો પસાર થયા પછી ભારતના મોટાભાગના મુસ્લિમોનો તેની સામે બહુ મોટો વિરોધ નથી. તેઓનો જે વિરોધ છે તેને આપણી સરકાર સાથે બેસીને અને આપણા રાજકીય નેતાઓ સાથે બેસીને સુલઝાવી શકે તેટલી મેચ્યોરીટી ભારતના મુસ્લિમો અને ભારતના રાજકીય નેતાઓમાં છે જ.

(૦2) ભારત જયારે વિશ્વ કક્ષાએ અગ્રણી બનવા તરફ પ્રયાણ કરવા માટેના ડગલાં ભરી રહ્યું છે તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદી અમેરિકામાં નરેન્દ્ર મોદી તરીકે નહીં પરંતુ 130 કરોડ નાગરિકો ધરાવતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના વડાપ્રધાન તરીકે તેઓ અમેરિકા જઈ રહ્યા છે. આપણા દેશ માટે ગૌરવની વાત છે કે વિશ્વ કક્ષાએ ભારતનો અવાજ વધુ મજબુત બની રહ્યો છે અને તેને કારણે દેશને આવનારા વર્ષોમાં કુટનૈતિક અને આર્થિક ફાયદો મળવાનો છે. નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં એનર્જી ક્ષેત્રના વિશ્વના માંધાતાઓને મળીને એનર્જી ક્ષેત્ર માટે ભારતમાં રહેલી તકો માટે તેઓએ માહિતગાર કરવાના છે અને તેઓને ભારતમાં પોતાના ઉદ્યોગ સ્થાપવા માટે નિમંત્રણ આપવાના છે તેવા સંજોગોમાં ભારત-વિરોધી તાકાતો અમેરિકામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરે અને તે પણ સૌને સૌ પ્રથમ મસ્જિદમાં એકત્ર કરીને – આવા પ્રકારના દેખાવોને ભારતના પ્રત્યેક નાગરિકે પછી તે ગમે તે ધર્મનો હોય તેને વખોડી નાખવા જોઈએ.

(૦3) ભારતમાં જે બની રહ્યું છે કે ભારતના મુસ્લિમને જે તકલીફો પડી રહી છે તેનો ઉકેલ લાવવા માટે ભારતના મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ નેતાગીરી સક્ષમ છે અને તેમાં અન્ય કોઈ દેશની દખલ ચલાવી ન લેવી જોઈએ. ભારતમાં સામાન્ય હિંદુ કે સામાન્ય મુસ્લિમ સૌહાર્દ અને સુમેળથી જ રહે છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે વિવાદ રાજકીય કારણોથી જ સર્જાય છે અને તે થોડા સમયમાં જ થાળે પડી જાય છે એટલે જ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભારતના મુસ્લિમો માટે કે ભારતના મુસ્લિમોના માનવ અધિકારો અંગે વિશ્વના કોઈપણ સંગઠનોને બોલવાનો કે વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી. ભારતના મુસ્લિમો એટલા તો સમજુ છે કે તેઓ કયારેય આવા અન્ય દેશોના કટ્ટરવાદી સંગઠનોને ટેકો ન જ કરે.

(૦4) મસ્જીદોમાં પોતપોતાની કાર પાર્ક કરીને, સૌને મસ્જીદમાં એકત્રિત કરીને પછી શટલ બસમાં તેઓને બેસાડીને NRG સ્ટેડીયમ લઇ જઈને ભારતના મુસ્લિમોના માનવ અધિકારો બાબતે દેખાવો કરવા એ પાકિસ્તાનનું આડકતરું કાવતરું છે કારણ કે પાકિસ્તાન સીધી રીતે તો ભારત સાથે ટક્કર લઇ શકે તેમ નથી. ભારતના મુસ્લિમોએ આ પ્રકારના ભારત વિરોધી દેખાવોને કડક શબ્દોમાં વખોડી કાઢવા જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે.

(05) ભારત દેશમાં મુસ્લિમોને જે તકલીફ છે તેનો “અમે દેશમાં બેસીને જ નિકાલ કરી શકીએ તેમ છીએ.પાકિસ્તાન-તરફી તાકાતોએ જો ખરેખર દેખાવો કરવા હોય તો પાકિસ્તાનમાં જે કટ્ટરવાદી તત્વો ઉછરી રહ્યા છે અને ઈસ્લામને સમગ્ર વિશ્વમાં બદનામ કરી રહ્યા છે તેમને કાબુમાં લેવા માટે દેખાવો કરવા જોઈએ” આવો એક સ્પષ્ટ સંદેશ ભારતમાંથી જવો જ જોઈએ.

(06) અમેરિકામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે થનારા દેખાવો એ ભારતનું અપમાન છે. ભારતના 130 કરોડ નાગરિકોનું અપમાન છે. ભારતના મુસ્લિમોનું અપમાન છે. તેઓને ભારતના મુસ્લિમોએ કોઈ પ્રકારનો કોન્ટ્રકટ નથી આપ્યો. આવા ભારત વિરોધી તત્વોને સમગ્ર દેશે એક અવાજે વખોડી કાઢવા જોઈએ. ભારતની મેચ્યોર્ડ મુસ્લિમ નેતાગીરીએ જાહેરમાં આવા તત્વોને વખોડી કાઢીને એક અવાજે કહી દેવું જોઈએ કે ભારતના મુસ્લિમો પોતાની રીતે પોતાના પ્રશ્નોનો હલ લાવી શકે તેમ છે.

(07) તેવી જ રીતે ભારતની હિંદુ નેતાગીરીએ ભારતના મુસ્લિમોને હૈયાધારણા આપવી જોઈએ કે દેશમાં આપણા એક-બીજા સાથે ગમે તેટલા પ્રશ્નો હોય કે વિવાદ હોય – પરંતુ જયારે દેશ-વિરોધી તાકાતો વિશ્વ-કક્ષાએ ભારતને બદનામ કરવા માટે થનગની રહી હોય ત્યારે અમારા માટે કોણ હિંદુ કે કોણ મુસ્લિમ – અમે સૌ ભારતીય છે અને ભારતીય રહેવાના છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here