માત્ર 10 ટકા રોકાણકારો જ શેરબજારમાં વેલ્થ ઉભી કરી શકે છે

0
156
Photo Courtesy: credisol.in

શેરબજારમાંથી તમામ લોકો કમાઈ શકતા નથી તેની પાછળ કેટલાક કારણો છે. આ લોકોમાં મોટી મોટી કંપનીઓના માલિકો પણ સામેલ છે જેઓ ઘણા કારણોસર પોતાની આખેઆખી કંપની ડુબાડીને બેઠા છે.

Photo Courtesy: credisol.in

આ 10 ટકા રોકાણકારો જે 90 ટકા રોકાણકારો કરે છે એનાથી વિરુદ્ધ કરે છે

  • તેઓ અફવાઓ અને ટીપ્સને આધારે રોકાણ નથી કરતા
  • તેઓ પેની સ્ટોકમાં રોકાણ નથી કરતાં
  • તેઓ શોર્ટ ટર્મ કે ઇન્ટ્રાડેમાં ટ્રેડીંગ નથી કરતા
  • તેઓ ખુબ ધીરજવાન બની રોકાણ કરે છે
  • તેઓ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓમાં રોકાણ કરે છે

આ 10 ટકા રોકાણકારો વેલ્થ ઉભી કરવા આવું બધું જ કરે છે છતાં તેઓ એવી ભૂલો કરતાં હોય છે કે જેથી વેલ્થ ક્રિયેશન થતું નથી.

આ ભૂલોને વિસ્તારથી જોઈએ.

આ લોકો સારી સારી કંપનીઓમાં રોકાણ કરે છે પરંતુ સારી કંપનીમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે.

દાખલા તરીકે સત્યમ કમ્યુટર જે એક સમયે સૌથી ઝડપી ગતિએ વિકાસ પામતી કંપની હતી અને એના ચેરમેન બી. રામલિંગમ રાજુ IT કંપનીઓના પોસ્ટર બોય હતા અને વિશ્વના જાણીતા CEOs સાથે એમની ઉઠકબેઠક હતી.

રોકાણની દ્રષ્ટીએ આ ઉત્તમ કંપની હતી, બીજી ઈન્ફોસીસ કહેવાતી હતી અને છતાં રોકાણકારોએ એમાં પૈસા ગુમાવ્યા શા માટે?

જવાબ છે 2009માં બી. રામલિંગા રાજુએ શેરહોલ્ડરોને સંબોધતા સ્વીકાર્યું કે કંપનીએ નાણાંકીય ગોટાળો  કર્યો છે અને એના એક બિલિયન ડોલર કેશ રીઝર્વ ખોટા છે. આના પરિણામે સત્યમનો શેર પટકાયો અને રોકાણકારોના રૂ 14,000 કરોડનું ધોવાણ થયું.

હવે તમને પ્રશ્ન થશે કે જો બધું જ સમુસુતરું થઇ રહ્યું હતું તો પૈસાના ગોટાળાની જરૂર શું હતી. આનો જવાબ છે લોભ.

માયથાસ (અંગ્રેજી સત્યમનું ઊંધું) ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે સત્યમની ગ્રુપ કંપની હતી એણે ખુબ બધી જમીનો હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટ જ્યાં આવવાનો હતો એની આજુબાજુ લીધી હતી. આ પ્રોપર્ટીના ભાવ વધવાની આશાને બદલે ત્યાં જમીનના ભાવમાં 2008માં 50 ટકાનું ધોવાણ થઇ ગયું આવા સમયે સત્યમ આ માયથાસ ઈન્ફ્રાને 1.6 બિલિયન ડોલરમાં ખરીદીના શકી કારણકે શેર હોલ્ડરોએ આ ડીલ ને રીજેક્ટ કર્યું અને એથી બી રાજુને ઘોટાળા નો સ્વીકાર કરવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો.

પોલીસે રાજુની ધરપકડ કરી અને સત્યમ ટેક મહેન્દ્રમાં મર્જ થઇ. સત્યમમાં વર્લ્ડ ક્લાસ IT કંપની બનવાની શક્યતા હતી પરંતુ મેનેજમેન્ટના લોભે એનું સત્યાનાશ કર્યું.

આમ આવા સમયે કંપનીના મેનેજમેન્ટ ક્વોલિટીનું આગવું મહત્વ છે.

બીજો દાખલો લઈએ રેનબેક્સીનો. સિંગ ભાઈઓ રેનબેક્સીના જુના માલિકો નબળા મેનેજમેન્ટનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે જે પ્રતિષ્ઠિત સ્થાપિત કંપનીને ફડચામાં લઇ ગયું.

રેનબેક્સી વર્લ્ડ ક્લાસ ફાર્મા કંપની હતી જેના ઉત્પાદનો ખુબ પ્રતિષ્ઠિત અને આગવું R&D હતું. કંપની ખુબ સારો દેખાવ કરી રહી હતી પરંતુ કંપનીના માલિકો માલવિન્દર મોહનસિંગ અને સીવિંદર મોહનસિંગે ફાયનાન્શિયલ સર્વિસીસ (રેલીગેર) અને હેલ્થકેર (ફોર્ટીસ હેલ્થકેર)માં ડાઈવર્સીફાય કરવાનું નક્કી કર્યું.

2008માં રેનબેક્સીને એમણે જાપાનની દાઈઇચી સેન્કોને વેચી અને રેલીગેર અને ફોર્ટીસમાં રોકાણ કર્યું. થોડાં સમયમાં ફોર્ટીસ દેશની મોખરાની હોસ્પિટલ ચેઈન બની અને રેલીગેર મોખરાની નોન ફાયનાન્સ બેન્કિંગ કંપની થઇ.

એક તરફ સિંગ ભાઈઓએ આશરે 2700 કરોડ રૂપિયા એમના આધ્યાત્મિક ગુરુ ગુરીન્દરસિંગ ધિલોન જે રાધાસ્વામી સત્સંગ ના સર્વેસર્વા હતા એને આપ્યા. બીજી તરફ એમણે ફોર્ટીસ હેલ્થકેરના વિકાસ માટે ખુબ મોટી લોન લીધી ટુંકમાં નાણાકીય મીસ મેનેજમેન્ટ અને એગ્રેસીવ વિકાસ ને લીધે સિંગ ભાઈઓના વેલ્થનું ધોવાણ થયું. આજે બંને ભાઈઓ સામે મની લોન્ડરિંગ અને નાણાંકીય ગોટાળાના કેસો ચાલી રહ્યા છે.

સહેલાઈથી મળતી લોનને લીધે લોભ જાગે છે અને વધુ પડતા ડાઈવરસીફીકેશનને પ્રોત્સાહન આપે છે

આ દસ ટકા લોકોએ આવી કંપનીઓમાં રોકાણ કરી વેલ્થ ઉભી કરી જેના પરિણામે દરેક તકમાં એમણે બેંક લોન ઉભી કરી જેથી ખોટા રોકાણને પ્રોત્સાહન આપે છે. પરંતુ જો ઓછી મૂડી હોય તો આવી બાબતમાં આપણે વારંવાર વિચારીએ છીએ.

અહી રોકાણનો ઈગો પણ બાધારૂપ બની શકે છે. એકવાર તમે દસ ટકા સફળ રોકાણકારની યાદીમાં આવો એટલે અમુક રોકાણકારોને ઈગો આવી જાય છે કે “મારા રોકાણના નિર્ણયમાં હું ખોટો હોઈ જ ના શકું” આવો અહમ પ્રેક્ટીકલ રોકાણમાં બાધારૂપ બને છે.

તારમ્ય એ જ કે શેરબજારમાં નેવું ટકા લોકો પૈસા ગુમાવે છે અને દસ ટકા સફળ થાય છે અને એમાં પણ માત્ર બે ટકા લોકો જ તગડી વેલ્થ ઉભી કરી શકે છે.

શેરમાં લાંબાગાળાના રોકાણ માટે અને સ્ક્સેસન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here