કેવી રીતે ભારતના યુવાનો દેશને 5 ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનાવશે?

0
140
Photo Courtesy: theweek.in

જો 2025માં ભારતને 5 ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનાવવું હશે તો ભારતના યુવાનોમાં તેમાં જબરદસ્ત ફાળો હશે અને એમની પાસે ત્યારે અદભુત તકો પણ નજર સમક્ષ ઉભી છે.

Photo Courtesy: theweek.in

આ સવાલને નરેન્દ્ર મોદી સરકારનું 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્યાંક પાર પાડવામાં યુવાનો કઈરીતે નિમિત્ત બનશે એ જોઈએ.

આને સમજવા થોડાં તથ્યો જોઈએ…

  • ભારતની 1.3 બિલિયન વસ્તીમાંથી 450 મિલિયન મીલેનીયલ છે એનો અર્થ 35%વસ્તી મીલેનીયાલની છે.આ નવા શબ્દ મીલેનીયાલનો અર્થ છે 1981 થી 1996 સુધીમાં જન્મેલા એટલેકે 24 વર્ષ થી 40 વર્ષ સુધીઓની વય ધરાવનારા ટુંકમાં જોબ માર્કેટમાં સક્રિય અથવા આવનારા.
  • આ ધ્યાનમાં લઇ બીજા બે અહેવાલો એક તો એક નીતિ આયોગ “સ્ટ્રેટેજી ફોર ન્યુ ઇન્ડિયા @75” અને મેકેન્સી ગ્લોબલ ઇન્સ્ટીટયુટ મુજબ વિશ્વની કુલ વસ્તીના 18% ભારતમાં રહે છે.
  • ભારત ઈંગ્લીશ બોલનારા વિશ્વમાં બીજા ક્રમાંકે છે અને આવનારા દશકમાં આ સંખ્યા ચારગણી થશે.
  • ભારતમાં શિક્ષિતોની વસ્તી 2001માં જે 65% હતી એ વધીને આજે 80% થઇ છે.
  • ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) ના પ્રોજેક્ટ મુજબ ભારતમાં બેરોજગારોનું પ્રમાણ 2018માં 3.5% છે. અને 2027 સુધીમાં અંદાજે 116 મિલિયન જોબ માર્કેટમાં હશે. જયારે વિશ્વભરમાં માત્ર 467 મિલિયન. સૌથી વધુ મહત્વનું એ કે 2022માં મીડિયન (અર્થશાસ્ત્ર મુજબ સરાસરીનો એક પ્રકાર) માત્ર 28 વર્ષની ઉમર હશે જયારે ચીનમાં 37 પશ્ચિમ યુરોપ 45 ,વર્ષ જાપાનમાં 49 વર્ષ અને અમેરિકામાં 45 વર્ષની હશે.

આ આંકડાઓ ભારતના અર્થતંત્ર માટે શું સૂચવે છે? રીસર્ચ એન્ડ રેન્કિંગ વેલ્થ એડવાઈઝરી સર્વિસના મનીષ ગોયલનું કહેવું છે કે “આ યુવાનો દેશનાં અર્થતંત્રને ગતિ આપશે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપશે. હજી ભારતે આનો લાભ લેવાનો બાકી છે જયારે અન્ય દેશો લઇ રહ્યા છે. આજે દેશમાં 650 મીલયન મોબાઈલ વપરાશકર્તા છે જે અમેરિકા કરતાં મોટું બજાર છે અને ચીન પછી બીજા ક્રમાંકે છે. દેશની સૌથી મોટી મૂડી માનવ મૂડી અને ડેટા છે.

યુવાનો અર્થતંત્રના વિકાસનું મુખ્ય અંગ પાંચ રીતે બનશે.

1) વધુ કર્મચારીઓની વસ્તી

ભારતમાં 450 મિલિયન મીલેનીયલ અને 470 મિલિયન Gen Zed (જનરેશન ઝેડ એટલે 1981 પહેલાં જન્મેલા જે વિશાળ કહેવાય. ડીસેમ્બર 2019નાં આંકડા મુજબ 1.3 બીલીયનની વસ્તીના પ્રમાણમાં કર્મચારીઓનું પ્રમાણ 51.8% છે.

2027ના અંદાજ મુજબ 116 મિલિયનનો વધારો ભારતમાં થશે જયારે અન્ય વિશ્વમાં 467 મિલિયન

કર્મચારીઓની વસ્તીમાં વધારો અને જરૂરી મીડીયન વય ને લીધે ભારતને સારુએવું ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળતું થશે.

2) ભારત સાયન્સ ટેકનોલોજી ઇન્જીય્રીંગ અને મેથેમેટિક્સ (STEM) સૌથી વધુ ગ્રેજ્યુએટ્સ પેદા કરે છે.

૩) માત્ર વિશાળ પ્રમાણ :

ભારતના બજારને તમે ગમે તે રીતે જુઓ એ કોઈને કોઈ એક દેશની પૂર્ણ બજાર જેટલું છે. આજે ભારતમાં આશરે 300 સ્માર્ટફોન વપરાશકર્તા છે જે અમેરિકાની વસ્તી જેટલા અને મહારાષ્ટ્રની વસ્તી છે. 114 મિલિયન જે જાપાનની વસ્તી 126 મિલિયન થી સહેજ ઓછી

4) ડીજીટલ કનેક્ટિવિટીમાં વધારો :

ભારત યુવાનોનો દેશ છે જે ઈન્ટરનેટનો વપરાશ વધારી રહ્યા છે

યુવાન વાઇબ્રન્ટ અને અનેકવિધ મીલીયેનલ ડેટા, ઈ કોમર્સ અને સોશિયલ મીડિયાનો વાપરશ વધારી રહ્યા છે જે વિશ્વનો બીજા ક્રમાંકનો ડીજીટલ વપરાશકર્તા છે.

650 મિલિયન મોબાઈલ વપરાશકર્તા જેમાંથી 300 મિલિયન સ્માર્ટફોન વાપરનારા આનો અર્થ બાય બાય એન્ડ બાય એટલે ખરીદો ખરીદો અને ખરીદો.

5) ઉંચી અપેક્ષાઓ :

આજે યુવાનો પાસે ખર્ચ કરવા વધુ આવક છે.

આ એમનાં જીવનધોરણમાં સુધારો કરતી રહેશે. આજે યુવાનોને ફરવું છે, વધુ સારું ખાવું છે, બ્રાન્ડેડ કપડાં પહેરવા છે અને વધુ લક્ઝરી માટે ખર્ચ કરવો છે વગેરે.

આ ગ્રાહકલક્ષી ખર્ચાઓ ઘરખર્ચમાં વધારો કરશે જે આખરે GDP જ વધારશે.

આ આંકડાઓ જોયા પછી કહેવું હોય તો ભારતે જો ખરેખર ડેમોગ્રાફિક ડિવિડન્ડ પામવું હોય તો ઉત્તમ તક છે જે ઝડપવા ભારતે અર્થતંત્રની કાર્યક્ષમતા વધારવી પડશે, ડીજીટલ ભવિષ્ય માટે કામ કરવું પડશે સાથે સાથે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવી પડશે આમ થશે તો જ માનવીય મુડીનો લાભ મળશે અને 5 ટ્રીલીયન ડોલરનું લક્ષ્યાંક હાંસલ થશે.

ટૂંકમાં માત્ર શેરબજારના જ રોકાણ માટે નહિ પરંતુ નાના નાના અને મીડીયમ સાઈઝના ઉદ્યોગધંધા અને વ્યવસાયિકો માટે પણ ઉત્તમ તક છે કારણકે મોટી મોટી કંપનીઓને એમના ઉત્પાદનો અને સેવાઓ માટે આઉટ સોર્સની જરૂર પડશે. બસ જરૂર છે નાના ઉદ્યોગો માટે સાહસ કરી એમાં ઝંપલાવવા થોડું સાહસ કરવાની થોડું જોખમ લેવાની જેમ શેરબજારમાં જોખમ લો એવી રીતે.

તમે જો એક આન્ત્રપ્રીન્યોર તરીકે ઉદ્યોગ કે વ્યવસાયમાં ઝંપલાવશો તો ભાગીદાર તરીકે પણ નાણા મળી રહેશે જરૂર છે એના માટે એક ટીમવર્ક બનાવવાની વહેચીને ખાવાથી વિકાસ ઝડપી થશે અને વ્યક્તિદીઠ કુલ નફો પણ વધશે.

શેરબજારમાં લાંબાગાળાના રોકાણ માટે અને સક્સેસન પ્લાનિંગ માટે નીચેની લીંક પર ક્લિક કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here