હેલ્મેટ જાગૃતિ: જાતને બચાવશો તો જ પ્રીતિને પામશો

0
222
Photo Courtesy: yovizag.com

નાગરિકો પોતાની જ સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તે માટે ટ્રાફિક પોલીસ વિવિધ પ્રયાસો કરતી હોય છે. આવા જ એક પ્રયાસ રૂપે દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામની ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે.

Photo Courtesy: yovizag.com

અમદાવાદ: હેલ્મેટ પહેરવી એ દ્વિચક્રી વાહનચાલકો માટે અત્યંત જરૂરી છે. હેલ્મેટ પહેરવાથી દેશમાં અસંખ્ય લોકોના જીવ બચ્યા છે.

એ વાત અલગ છે કે ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવાને એટલું બધું મહત્ત્વ નથી અપાતું. રાજ્ય સરકાર પણ હેલ્મેટ અંગેના કાયદાના અમલીકરણ પર નક્કર વલણ દેખાડી શકતી નથી.

પરંતુ અન્ય રાજ્યો જેમકે દિલ્હી કે પછી કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં તો દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ ઉપરાંત તેની પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ ફરજીયાત છે.

દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં પણ આ જ પ્રકારે હેલ્મેટના નિયમનું પાલન કરવામાં આવે છે. આમ છતાં ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે નાગરિકોમાં હેલ્મેટના મહત્ત્વ અંગેનો પ્રચાર કરવાનું ઓછું નથી કર્યું.

બે દિવસ અગાઉ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે ગયા વર્ષની સુપરહિટ ફિલ્મ ‘કબીર સિંગ’ ના એક દ્રશ્યનો ઉપયોગ હેલ્મેટ જાગૃતિ માટેનું meme (મીમ) બનાવીને કર્યો હતો. આ ફિલ્મના સહુથી લોકપ્રિય દ્રશ્યોમાંથી એક એવા હોળીના દ્રશ્યમાં જ્યારે કબીર સિંગ એકદમ ગુસ્સે થઈને પ્રીતિને બચાવવા જાય છે તે દ્રશ્યના ફોટોનો ઉપયોગ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે એક સુંદર મીમ બનાવીને કર્યો હતો.

આ મીમમાં કહેવામાં આવ્યું છે કે,

જબ ખુદ બચોગે તભી પ્રીતિ કો બચા પાઓગે

મૂળ દ્રશ્યમાં કબીર સિંગ એટલેકે શાહીદ કપૂરે હેલ્મેટ નથી પહેરી પરંતુ ગુરુગ્રામ પોલીસે શાહિદ કપૂરને હેલ્મેટ પહેરાવી છે અને ખુદ સેફ્ટી માટે નાગરિકોને હેલ્મેટ પહેરવાનો સંદેશ પણ સુંદર રીતે આપી દીધો છે.

ગુરુગ્રામ પોલીસે પોતાની આ Tweetમાં ફિલ્મના બંને મુખ્ય કલાકારો શાહિદ કપૂર અને કિયારા અડવાણીને ટેગ કર્યા હતા. Twitter યુઝર્સમાં પણ આ Twwet ખાસ્સી લોકપ્રિય બની હતી.

કબીર સિંગ ગયા વર્ષે રિલીઝ થઇ હતી અને તેના બોલ્ડ વિષયને કારણે ખાસ્સી ચર્ચામાં રહી હતી, પરંતુ તેણે એટલી તો લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે હવે તેને મોર્ડન ક્લાસિક તરીકે ગણવામાં આવે છે.

તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંગે બોક્સ ઓફિસ પર 278.24 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અંદાજ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here