IPL 2020 | M 7 | બોરિંગ મેચમાં નાઈટ રાઈડર્સ ઝળક્યા

0
314

IPLની આ વર્ષે હજી આ સાતમી જ મેચ છે પરંતુ તેમાંથી બે મેચ અત્યંત બોરિંગ રહી છે. તેમાંથી એક મેચ આ હતી જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એક આસાન વિજય મેળવવામાં સફળતા મળી હતી.

સન રાઈઝર્સ હૈદરાબાદ કદાચ હજી પણ તેના ગઈ મેચના ધબડકાના આઘાતમાંથી બહાર ન આવી હોય એવું લાગી રહ્યું છે, કારણકે, આ મેચમાં SRHની સમગ્ર ટીમ ખૂબ ધીમું રમી હતી. એક સમય હતો જ્યારે આ જ SRH 120 જેટલો સાવ નાનો સ્કોર પણ તે ડીફેન્ડ કરી લેતી હતી. શરૂઆતમાં કેપ્ટન ડેવિડ વોર્નર અને મનિષ પાંડેએ ઝડપથી રન જરૂર બનાવ્યાહતા.

પરંતુ આ બંનેના આઉટ થયા બાદ આ સિઝનમાં પહેલીવાર રમી રહેલા વૃદ્ધિમાન સહાએ અત્યંત ધીમી બેટિંગ કરી હતી. કદાચ આ જ કારણ હતું કે SRH જેને સ્પર્ધાત્મક કહી શકાય એવા 150-160 જેટલો સ્કોર ઉભો કરી શક્યું નહી. જો કે આ મેચમાં એક નવી બાબત એ બની હતી કે ટોસ જીતીને કોઈ ટીમે આ સિઝનમાં પહેલીવાર બેટિંગ લીધી હતી. પરંતુ ડેવિડ વોર્નરનો આ દાવ નિષ્ફળ ગયો હતો કારણકે તેના બેટ્સમેનોએ તેના નિર્ણયને સાથ આપ્યો ન હતો.

તો સામે પક્ષે કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત પણ સારી રહી ન હતી. પરંતુ KKRના યુવા બેટ્સમેન શુભમન ગીલ અને અનુભવી ઓઇન મોર્ગને બાજી સંભાળી લીધી હતી અને 18મી ઓવર પતવા સુધી તો મેચ જીતી પણ લીધી હતી. આમ આ એકતરફી બની રહેલી મેચ ઓવરઓલ બોરિંગ રહી હતી.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 7 | KKR vs SRH

શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ, અબુધાબી

ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બેટિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 142/4 (20) રન રેટ: 7.10

મનિષ પાંડે 51 (38) | પેટ કમિન્સ 1/19 (4)

ડેવિડ વોર્નર 36 (30)  | ચક્રવર્થી 1/25 (4)

કોલકાતા નાઈટ રાઈડર્સ 145/8 (18.0) રન રેટ: 8.05

શુભમન ગીલ 70* (62) | રાશીદ ખાન 1/25 (4)

ઓઇન મોર્ગન 42* (29) | ટી નટરાજન 1/27 (3)

પરિણામ: કોલકાતા નાઈટ રાઈડર્સનો 7 વિકેટે વિજય

મેન ઓફ ધ મેચ: શુભમન ગીલ (કોલકાતા નાઈટ રાઈડર્સ)

અમ્પાયરો: ક્રિસ ગેફની અને વિરેન્દર શર્મા | એસ રવિ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: શક્તિ સિંગ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here