જેમ પ્રાણીઓમાં સ્ત્રી અને પુરુષના કોષો મળીને નવા જીવનું સર્જન થતું હોય છે, એમ વનસ્પતિઓમાં પણ ફૂલમાં રહેલો સ્ત્રી ભાગ એ વનસ્પતિના સંવનન કોષ કહેવાતા પરાગનું ગર્ભાધાન કરીને નવા છોડની વૃદ્ધિ કરવા સક્ષમ હોય છે. પરંતુ જંગલી છોડ અને અન્ય વનસ્પતિ સૃષ્ટિના સતત વિકાસ માટે વધુ પ્રમાણમાં પરાગરજકો જરૂરી છે. અને આ પરાગરજકોનુ વહન કરતાં ફક્ત મધમાખી અને પતંગિયા સિવાય અન્ય જંતુઓ પણ હોય છે. જે છોડના બીજને ફેલાવવામાં અને છોડના વિકાસને સક્ષમ કરવામાં પણ મદદ કરે છે.
જાણીએ મુખ્ય 7 જીવજંતુઓ, જેમના પર વનસ્પતિસૃષ્ટિ નિર્ભર છે અને માણસે એટલેકે આપણે એ ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રત્યે કાળજી લેવી જોઈએ.
- ભમરી

- કહેવાય છે કે, ફક્ત મધમાખીઓ ફૂલોમાંથી રસ મેળવવા ફૂલો પર બેસે છે અને તેમના શરીર પર આવેલી રુવાંટી પર પરાગરજ ચોંટી જાય છે અને આ રીતે અન્ય ફૂલ સુધી પરાગરજનુ વહન કરે છે.
- પરંતુ હકીકતમાં, કેટલીક ભમરીઓ પણ ફૂલોની મુલાકાત લે છે. એકંદરે, તેઓ સામાન્ય રીતે તેમના પિતરાઇ કહેવાતા મધમાખીઓ કરતા ઓછા કાર્યક્ષમ માનવામાં આવે છે, કારણ કે, ભમરીમાં શરીર પર રુંવાટીનો અભાવ હોય છે અને તેથી ફૂલથી ફૂલ સુધી પરાગ વહન માટે સજ્જ નથી. જો કે, કેટલીક ભમરીની પ્રજાતિઓ છે જે આ કામ પૂર્ણ કરે છે.
- ભમરીઓમાં સખત મહેનત કરતું જૂથ, જેમને પરાગ ભમરી કહે છે, [સબફેમિલી – માસરીના (Subfamily – Masarinae)], જે તેમનાં બચ્ચાંઓને પોષણ આપવા ફૂલોના રસ અને પરાગનો ઉપયોગ કરવા માટે જાણીતા છે.
- સંશોધનકારોએ તાજેતરમાં જ શોધી કાઢ્યું છે કે, ઓર્કિડ એક રાસાયણિક કોકટેલ બનાવે છે જે તેમના ફૂલરસના શિકારી ભમરીને લાલચ આપવા માટે લાક્ષણિક રીતે કેટરપિલર ઉપદ્રવની ગંધ ધરાવે છે. ભમરીની બે જાતિઓ, સામાન્ય ભમરી [વી. વલ્ગારિસ ( vulgaris)] અને યુરોપિયન ભમરી [વી. જર્મનીકા (V. germanica)], ‘બ્રોડ-લેવલ હેલબોરિન’ તરીકે ઓળખાતા ઓર્કિડને પરાગનયન સેવાઓ પૂરી પાડે છે, જેને ‘એપિપેક્ટિસ હેલબોરિન’ પણ કહેવામાં આવે છે.
- સૌથી નોંધપાત્ર એવું ભમરી દ્વારા થતું પરાગવહન એ અંજીર ભમરી (ફિગ વૉસ્પ) દ્વારા કરવામાં આવે છે. જે વિકસતા અંજીર ફળની અંદર નાના ફૂલોમાં પરાગ સ્થાપન કરે છે. અંજીર ભમરી વિના, જંગલી વિસ્તારમાં અંજીરના ઝાડની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે.
- કીડી

- કીડી દ્વારા પરાગવહન થવું એ અતિ પ્રમાણમાં દુર્લભ છે, પરંતુ ખરેખરમાં તે થાય છે.
- મોટાભાગના કીડી પ્રજાતિના પરાગવાહકો ઉડાન ભરીને વિશાળ વિસ્તાર પર પરાગ વિતરણ કરી શકે છે અને આમ તેઓ જે છોડની મુલાકાત લે છે તેમાં આનુવંશિક વિવિધતાને વિકાસ આપી શકે છે.
- કીડીઓ ફૂલોથી ફૂલ સુધી ચાલે છે, એટલે કીડીઓ દ્વારા થતી પરાગ વિનિમયની પ્રક્રિયા અમુક સંખ્યામાં છોડ સુધી જ મર્યાદિત રહે છે.
- ‘ફોર્મિકા આર્જેન્ટિઆ’ આ કીડીની પ્રજાતિઓ ‘કાસ્કેડ નોટવિડ’ કે જેને ‘પોલિગોનમ કાસ્કેડેન્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ફૂલો વચ્ચે પરાગના દાણા વહન કરતી જોવા મળી છે.
- ફોર્મિકા કીડીની અન્ય પ્રજાતિઓ ‘એલ્ફ અર્પાઇન’ કે જે એક જડીબુટ્ટી છે અને ગ્રેનાઇટ આઉટક્રોપ્સ પર ઉગે છે, તેના ફૂલોમાં પરાગ વિતરણ કરે છે.
- ઓસ્ટ્રેલિયામાં કીડીઓ અસરકારક રીતે અનેક ઓર્કિડ અને લીલી વનસ્પતિઓનું પરાગનયન કરે છે.
- એકંદરે, જંતુઓના પરિવારમાં કીડીઓ શ્રેષ્ઠ પરાગવાહકો ન હોઈ શકે. કારણ કે, કીડી ‘મર્મિકેસિન’ નામનું એન્ટિબાયોટિક ઉત્પન્ન કરે છે, જે માનવામાં આવે છે કે પરાગના દાણાઓની સધ્ધરતા ઘટાડે છે.
- માખીઓ
- ઘણી માખીની પ્રજાતિઓ ફૂલો અને ફૂલોનો રસ ખાવાનું પસંદ કરે છે અને તે માટે જે છોડની મુલાકાત લે છે તેનુ જરૂરી પરાગનયન કરે છે.
- લગભગ 150 જેટલા માખીની પ્રજાતિઓમાંથી અડધો અડધ પ્રજાતિઓ ફૂલોની મુલાકાત લે છે.
- માખીઓ ખાસ કરીને આલ્પાઇન અથવા આર્કટિક નિવાસસ્થાનમાં મહત્વપૂર્ણ રીતે કાર્યક્ષમ પરાગ વાહક હોય છે, કારણ કે ત્યાં મધમાખી ઓછી સક્રિય હોય છે.
- પરાગવહન કરતી ફ્લાય્સમાં સિરફિડે ફેમિલી(Syrphid Family) મોખરે છે.
- આશરે 6,000 જેટલી પ્રજાતિઓ કે જે ફૂલોની માખીઓ પણ કહેવામાં આવે છે તેઓ ફૂલો સાથેના તેમના જોડાણ માટે અને પરાગનયન માટે જાણીતી છે.
- કેટલીક પ્રજાતિઓમાં આનુવંશિક રીતે સુધરેલ માઉથ પાર્ટ હોય છે, જેને પ્રોબોસિસ કહેવામાં આવે છે. આના લીધે લાંબા અને સાંકડા ફૂલોમાંથી રસ પીવા તેમને સરળતા રહે છે.
- તદુપરાંત, આશરે 40% માખીઓ લાર્વા ગ્રહણ કરે છે જે અન્ય નાના જંતુઓ કે જેમના દ્વારા છોડના પરાગને નુકસાન પહોંચે છે તેમનો શિકાર કરે છે.
- હોવરફ્લાઇસ એ ઓર્ચિડ બાગના વર્કહોર્સ માનવામાં આવે છે.
- તેઓ સફરજન, નાશપતી, ચેરી, પ્લમ, જરદાળુ, સ્ટ્રોબેરી, રાસબેરિઝ અને બ્લેકબેરી જેવા વિવિધ પ્રકારના પાકના પરાગનયન કરતાં જરૂરી પરાગવાહકો છે.
- હોવરફ્લાઇસ એ એકમાત્ર પરાગનયન ફ્લાય્સ નથી. અન્ય પરાગવાહક ફ્લાય્સમાં કેટલાક કોરિઅન અને ગોબર ફ્લાય્સ, ટાકીનીડ ફ્લાય્સ, મધમાખી ફ્લાય્સ, નાના-માથાની ફ્લાય્સ, માર્ચ ફ્લાય્સ અને બ્લોફ્લાય્સ પણ શામેલ છે.
- મીઝીસ

- મીઝીસ એ પણ માખીનો એક પ્રકાર કહેવામાં આવે છે. પરંતુ તે માણસ પ્રત્યે વધુ નુક્શાનકર્તા હોય છે.
- વનસ્પતિઓમાં આ મીઝીસ વિના ચોકલેટના છોડ બનવા શક્ય નથી.
- મીઝીસ, ખાસ કરીને ‘સેરેટોપોગોનીડે’(Ceratopogonidae) અને ‘સેસિડોમિઆઈડે’ (Cecidomyiidae) પરિવારોમાંથી, કોકો વૃક્ષના નાના, સફેદ ફૂલોના એકમાત્ર જાણીતા પરાગ વાહકો છે, જે ફળને ઉત્પન્ન કરવા માટે વૃક્ષને સક્ષમ કરે છે.
- પિનહેડ્સના કદ કરતા મોટો વધુ મોટા ના હોય એવા મીઝીસ એ એકમાત્ર એવા જીવ છે કે, જે પરાગનયન માટેના જટિલ ફૂલો ગણાતા કોકો ફૂલો કે જે સૂર્યોદય પહેલાં જ સંપૂર્ણ રીતે ખુલે છે, તેમની સાથે સુમેળ બાંધીને સાંજથી લઈને સવાર સુધી તેમની પરાગન્ય ફરજોમાં ખૂબ સક્રિય હોય છે.
- મચ્છર

- મચ્છર એ લોહી પીવા માટે જાણીતા જંતુ છે, પરંતુ આ કામ ફક્ત માદા મચ્છર કરે છે. અને આ પ્રક્રિયા ત્યારે જ થાય છે, જ્યારે સ્ત્રી મચ્છરને ઇંડા મૂકવા હોય છે.
- મચ્છરનું પ્રિય ખોરાક ફૂલોનો રસ છે.
- નર મચ્છરો તેમની સ્વેમિંગ ફ્લાઇટ્સ માટે પોતાને ઉત્સાહિત બનાવવા માટે ફૂલરસ પીવે છે, જ્યારે તેઓ સાથીઓની શોધખોળ કરવાની તૈયારીમાં હોય છે.
- સંવનન પહેલાં માદાઓ પણ ફૂલરસ પીવે છે.
- કોઈપણ સમયે જ્યારે કોઈપણ જીવજંતુ ફૂલરસ પીવે છે, ત્યારે વનસ્પતિઓ માટે એક સારી તક બનતી હોય છે કે, તે જંતુના શરીર પર થોડું પરાગ સ્થાન મેળવે છે જે અન્ય છોડના ફૂલ પર સ્થાનાંતરીત થાય છે.
- મચ્છર અમુક ઓર્કિડના પરાગનયન માટે જાણીતા છે. સાથે સાથે વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે, તેઓ અન્ય છોડને પણ પરાગાધાન કરે છે.
- મોથ

- પતંગિયા કરતાં સહેજ જુદા પડી આવતા આ જંતુને પરગવાહક તરીકે વધુ પ્રમાણમાં ક્રેડિટ મળે છે.
- મોટાભાગના મોથ નિશાચર છે. આ રાત્રે ઊડતી સફેદ અને સુગંધિત ફૂલોની પરાગ રજકો, જેમ કે જાસ્મિનના ફૂલોની મુલાકાત લે છે.
- ‘હોક’ અને ‘સ્ફીન્ક્સ’ મોથ કદાચ સૌથી વધુ દૃશ્યમાન પરાગ રજકો છે. અન્ય મોથમાં આઉલેટ મોથ, અન્ડરવિંગ મોથ અને જીઓમિટર મોથ શામેલ છે.
- પ્રકૃતિવાદી અને જૈવવૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને એવી કલ્પના કરી હતી કે, ‘કોમેટ ઓર્કિડ’ કે જેને ‘એંગ્રેક્યુમ સિસ્ક્વિપેડેલ’ પણ કહેવામાં આવે છે, તેમાં અપવાદરૂપે ફૂલનો લાંબો ભાગ હોય છે જેમાં ફૂલનો રસ હોય છે. અને તેને ગ્રહણ કરવા સમાન લાંબા પ્રોબોસિસવાળા મોથની જરૂર પડશે. ડાર્વિનની આ પૂર્વધારણા માટે મજાક કરવામાં આવી હતી, પરંતુ તે આજે હકીકત સાબિત થયું જ્યારે હોક-મોથ (ઝેન્થોપન મોર્ગની) તેના લાંબા પ્રોબોક્સિસનો ઉપયોગ કરીને છોડના ફૂલરસને ચૂસે છે.
- કદાચ મોથ દ્વારા થતાં પરાગનયન વાળા છોડનું સૌથી જાણીતું ઉદાહરણ એ યુકા પ્લાન્ટ છે, જેને તેના ફૂલોને પરાગાધાન માટે યુકામોથની મદદની જરૂર હોય છે.
- માદા યુકા મોથ તેના ઇંડાને ફૂલોના એક ભાગમાં જમા કરે છે. તે પછી, તે છોડના પરાગ એકત્રિત કરે છે, તેને એક બોલ જેમ બનાવે છે, અને તેને ફૂલોના સંવનન ભાગ પર મૂકી દે છે, જ્યાં છોડ પરાગાધાન કરે છે. આ ફૂલ હવે બીજ પેદા કરી શકે છે, જે યુકા મોથ લાર્વા તેના પર આધીન રહીને પોષણ લે છે.
- બિટલ્સ

- બીટલ્સ પ્રાચીન પરાગરજકોમાંનુ એક જંતુ છે.
- તેઓ લગભગ 150 મિલિયન વર્ષો પહેલા ફૂલોના છોડ આસપાસ રહેવાનું કરતાં, જે મધમાખીઓ કરતા 50 મિલિયન વર્ષો પહેલાની વાત છે.
- આ બીટલ્સ આજે પણ ફૂલોનું પરાગનયન કરવાનું ચાલુ રાખ્યું છે.
- અશ્મિભૂત પુરાવા સૂચવે છે કે, બિટલ્સે સૌ પ્રથમ ‘સાયકેડ્સ’ નામના છોડને પરાગનયન કર્યું હતું.
- આધુનિક સમયમાં બિટલ્સ તે પ્રાચીન ફૂલોના નજીકના વંશજો, મુખ્યત્વે ‘મેગ્નોલિયાઝ’ અને ‘વોટર લીલીસ’ને પરાગાધાન કરવાનું પસંદ કરે છે.
- બિટલ્સ દ્વારા થતાં પરાગનયન માટે વૈજ્ઞાનિક શબ્દ ‘કેંથોરોફિલ’ તરીકે ઓળખાય છે.
- બિટલ્સ માટે અન્ય જંતુઓ કરતાં અવળું હોય છે. તે સુગંધિત ફૂલો જ નહીં પરંતુ, દુર્ગંધ અને તીક્ષ્ણ ગંધ ધરાવતા ફૂલોને પણ પરાગનયન કરાવે છે.
- બીટલ્સ ફૂલોના રસને નથી પીતા પરંતુ, ફૂલોના ભાગને આરોગે છે. અને પરાગરજને તેમના શરીર પર વહન કરે છે.
- બીટલ્સ પરાગ વાહકોમાં અન્ય ઘણા ફેમિલી હોય છે; જેમકે, સોલ્જર બીટલ્સ, જેવેલ બીટલ્સ, બ્લીસ્ટર બીટલ્સ, લાંબા શિંગડાવાળા બીટલ્સ, ચેકર બીટલ્સ, ફૂલના બીટલ્સ, નરમ પાંખવાળા બીટલ્સ, સ્કારબ બીટલ્સ, વગેરે.
eછાપું