જો તમે કોઈ સ્ત્રીના BFF છો તો તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે

0
196
Photo Courtesy: bustle.com

BFF એટલેકે Best Friend Forever! આ BFF શબ્દ જ સ્વર્ગનો અનુભવ કરાવે છે. જો કે કોઈના BFF બનવા માટે ઘણા કાંદા કાપવા પડે છે. વળી મિત્રતાની આ એક એવી પરિસ્થિતિ છે કે તેને મેળવવા માટે કોઈ પહેલેથી અમલમાં મુકેલો પ્લાન કામમાં આવતો નથી. જેમ પ્રેમ થઇ જાય છે તો કોઈના BFF પણ થઇ જવાય છે એ પણ ત્યારે જ્યારે એકબીજાને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ હોય. પુરુષ પુરુષનો BFF હોઈ શકે અને સ્ત્રી સ્ત્રીની BFF હોઈ શકે પરંતુ જ્યારે અહીં જેન્ડરની આપ-લે થાય ત્યારે આખું ચિત્ર જ બદલાઈ જતું હોય છે.

એમાંય જો તમે પુરુષ છો અને તમે કોઈ સ્ત્રીના BFF છો તો તમારા પર એક્સ્ટ્રા ઓર્ડિનરી જવાબદારી આવી પડતી હોય છે. એવી ઘણી સ્ત્રીઓ જોવા મળી છે કે જે અમુક બાબતોમાં પોતાના પતિ કરતા પણ પોતાના BFF પર વધુ વિશ્વાસ કરતી હોય છે. તેને એવું લાગે છે કે આ કામ તેના પતિ કરતા તેના BFF સાથે અંજામ આપવામાં વધારે સરળતા રહેશે, પાર્ટનર્સ ઇન ક્રાઈમ યુ નો!? અથવાતો એના સિક્રેટ્સ પોતાની સ્ત્રી મિત્ર કરતા પુરુષ BFF સાથેજ એ શેર કરે તો તે વધુ સેફ રહેશે. એટલે પુરુષ BFFની જવાબદારી આ રીતે પણ વધી જતી હોય છે.

એવું જોવામાં અને અનુભવવામાં આવ્યું છે કે એક સ્ત્રી માટે પુરુષ BFF એ માત્ર Best Friend Forever થી વિશેષ હોય છે. એટલેકે આ સંબંધ સ્ત્રી મિત્રને ખુશ રાખવામાં, તેની હંમેશા મદદ કરવા કરતા ઘણો મોટો અને ઘણો આગળ નીકળી ગયેલો સંબંધ હોય છે. ન સમજાયું? ચાલો આપણે BFF શબ્દમાંથી જ તેને સમજીયે.

BF – Best Friend

જ્યારે તમને કોઈ સ્ત્રી તમને તેની સમક્ષ આટલા બધા વિકલ્પો હાજર હોવા છતાં બેસ્ટ ફ્રેન્ડ બનાવે છે ત્યારે તેનો સીધો અને સરળ મતલબ એટલો જ છે કે તેને માત્ર તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તમને કહેલી કોઇપણ ખાનગી વાત કે પછી તમારી મદદ લઈને તેણે કરેલા કોઇપણ કાર્યની વિગતો તમારા પૂરતી જ મર્યાદિત રહેશે. આથી તેનો આ વિશ્વાસ ક્યારેય ન તૂટે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. જ્યારે forever શબ્દનો ઉપયોગ થાય છે તેનો મતલબ તેની મદદે કે તેની ખુશીમાં તમારે ગમેત્યારે સામેલ થવાનું છે અને ત્યારે તમારી કોઇપણ મજબૂરી હોય તમારે તેને અવગણીને પણ તમારી એ સ્ત્રી મિત્રની પડખે ઉભું રહેવાનું છે.

B- Brother

સ્ત્રી ભલે ખુદ પૂરતી શક્તિ ધરાવતી હોય પરંતુ પુરુષની જેમ તેને પણ કોઈ સુરક્ષાનો અહેસાસ કરાવે તેવી અંદરથી ઈચ્છા હોય છે. આ પ્રકારની સુરક્ષા આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર એક ભાઈ પૂરી પાડતો હોય છે. એવું બને કે એ સ્ત્રી જેના તમે ખાસ મિત્ર છો તેનો કોઈ ભાઈ ન હોય કે પછી તે તેનાથી દૂર રહેતો હોય ત્યારે તેની સુરક્ષા તેનો આ BFF કરે તેવી તેની ઈચ્છા હોય છે અને તેને વિશ્વાસ પણ હોય છે કે જીવનમાં ક્યારેય મને અસુરક્ષિત મહેસૂસ થશે ત્યારે મારો BFF મારા ભાઈની જેમ મારી બાજુમાં ઉભો હશેજ. ડરો નહીં આ પ્રમાણે  કરવાથી એ તમને પોતાનો ભાઈ નહીં બનાવી લે.

F – Father

એક સ્ત્રી, એક છોકરીની આસપાસ જ્યારે તેના પિતા હોય ત્યારે તેને શાંતિનો અનુભવ થતો હોય છે. આ ઉપરાંત એક પિતા પોતાની પુત્રીને કાયમ તે સ્પેશિયલ છે એનો અહેસાસ પણ કરાવતા હોય છે. પોતાના પિતાની કોઇપણ પ્રકારની ગેરહાજરીમાં એ સ્ત્રી જેણે તમને BFF ની પદવી આપી છે એ તમારી પાસેથી આવી અપેક્ષા રાખે તો જરાય ખોટું નથી. જ્યારે તમે કોઈ સ્ત્રીના BFF થયા છો ત્યારે તેનું મન શાંત રાખવું, તેની સમસ્યાનો શાંતિથી હલ કાઢવો અને તેને વારંવાર સ્પેશિયલ હોવાની ફીલિંગ આપવી એ તમારો ધર્મ બની જાય છે.

BF – Boy Friend

આ બે શબ્દો વાંચીને જ ગોળની જેમ ગળ્યા થઇ ગયાને? પણ અહીં તમારે એજ ધ્યાન રાખવાનું છે કે આ ખાસ સંબંધમાં તમારે Boy Friendની જે પ્રચલિત વ્યાખ્યા છે એ પ્રકારના Boy Friend નથી બનવાનું. બલ્કે જો તમે એવું કરવા જશો તો તમારો એ સંબંધ જ તૂટી પડે એવી શક્યતાઓ વધુ છે. જો કોઈ સ્ત્રી તમને પોતાનો BFF અથવાતો માત્ર ફ્રેન્ડ પણ માને છે તો એનો મતલબ એક જ છે કે એ તમને ‘પેલા પ્રકારનો’ પ્રેમ નથી કરતી. તો પછી આપણે એના Boy Friend બનીને કેવી રીતે રહેવું? સિમ્પલ! એને ખડખડાટ હસાવીને, એની સાથે મસ્તીમજાક તોફાન કરીને, એને લોજીક વગરના જોક્સ સંભળાવીને અથવાતો શેર કરીને કે પછી કોઈકવાર નાની-મોટી ટ્રીટ આપીને. હા નિર્દોષ ફલર્ટિંગનો કોઈજ વાંધો નથી જો તમારી સ્ત્રી મિત્રને તેનો વાંધો ન હોય તો, પણ જો તેને એ ન ગમતું હોય તો ફલર્ટિંગથી જોજનો દૂર જ રહેજો.

eછાપું

તમને ગમશે: ‘ગૃહલક્ષ્મી’ જાહેરમાં સ્તનપાન કરાવે, એમાં પ્રોબ્લેમ શું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here