ચીને આ વખતે વીટો કેમ ન વાપર્યો તેનો ખુલાસો કરી રહ્યા છે સ્મૃતિ ઈરાની

0
153
Photo Courtesy: deccanchronicle.com

ચૂંટણીની મોસમ બરોબરની છલકાઈ રહી છે. આરોપ અને પ્રતિઆરોપ વચ્ચે નેતાઓ ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે. એવો જ એક કાલ્પનિક ઈન્ટરવ્યુ આપ્યો છે કેન્દ્રીય કાપડ મંત્રી અને અમેઠી પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા સ્મૃતિ ઈરાનીએ.

Photo Courtesy: deccanchronicle.com

વેલકમ અગેઇન ટુ યોર ફેવરિટ શો fryday ફ્રાયમ્સ…. અત્યારે ચુનાવી મૌસમ ચાલી રહી છે… રાજકારણીઓ એમના રોટલા શેકતા હોય એવી સીઝનમાં આપણે મસ્ત મજાનાં ફ્રાયમ્સ માણી રહ્યા છીએ… ચાર તબક્કા સંપન્ન થઈ ચૂક્યા છે ચુનાવના અને ચુનાવની નાવ પાંચમા તબક્કામાં પ્રવેશી ચૂકી છે…..  તો એ નાવ પર સવાર થઈને આપણે આજે ભાજપનાં ફાયર બ્રાન્ડ મહિલા નેતા સ્મૃતિ ઈરાની જોડે ફ્રાયમ્સની મજા માણીશું….

પંકજ પંડ્યા : વેલકમ મેડમ… સૌ પ્રથમ તો ગઈ કાલે જાહેર થયેલાં CBSEનાં બારમા ધોરણના પરિણામોમાં 91 ટકા સાથે તમારો પુત્ર ઉત્તીર્ણ થયો એ બદલ અભિનંદન….

સ્મૃતિ ઈરાની : નમસ્કાર… આભાર……

પંકજ પંડ્યા : શું લાગી રહ્યું છે ?

સ્મૃતિ ઈરાની : આવશે તો મોદી ….

પંકજ પંડ્યા : ઓહ.. એમ નહીં… fryday ફ્રાયમ્સના મંચ પર આવીને શું અનુભવી રહ્યા છો ?

સ્મૃતિ ઈરાની : અદભૂત…. જ્યાં મોટા મોટા મહાનુભાવોને સ્થાન મળ્યું હોય એ સ્થાને મને આજે આમંત્રણ મળ્યું… ખૂબ જ રોમાંચિત છું…

પંકજ પંડ્યા : શું થાય ? અમારે પણ જગ્યા ભરવાની હોય…

સ્મૃતિ ઈરાની : શું કહ્યું ?

પંકજ પંડ્યા : ઉફ્ફ… મારો કહેવાનો મતલબ હતો કે હું નસીબદાર છું કે ભારતમાં છું જ્યાં મહાનુભાવોની કોઈ ખોટ  નથી…..

સ્મૃતિ ઈરાની : ઠીક છે…. ઠીક છે….

પંકજ પંડ્યા : વર્ષો પહેલાં તમારી એક ટીવી સિરિયલ આવતી હતી…. શું નામ હતું એનું ? હા યાદ આવ્યું .. “”સાસ ભી કભી બહુ થી” (મા કસમ… મેં એનો એક પણ એપિસોડ નથી જોયો… )… મેં ક્યાંક વાંચેલું કે એમાં તુલસી નામનું તમારું પાત્ર ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલું…. સ્મૃતિ અને તુલસીમાં શો ફરક છે ?

સ્મૃતિ ઈરાની : તુલસી વિરાણી હતી અને સ્મૃતિ ઇરાણી… આઈ મીન… ઈરાની છે….

પંકજ પંડ્યા : હાહાહાહા…   રાજકારણમાં આજ કાલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ એક બીજા જોડે મુકાબલો કરતાં હોય… (હવે જંગલ તો રહ્યાં નથી ) એટલે કે zoo bout ચાલી રહ્યું હોય એવું લાગે છે… તમે શું માનો છો ?

સ્મૃતિ ઈરાની : હું ઝૂ બાઉટ માં નહિ.. ઝુબિનમાં માનું છું…..

પંકજ પંડ્યા : વાહ…. મસૂદ  અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો….. આને ભારતની… અને એ રીતે જોઈએ તો મોદી સરકારની ડિપ્લોમેટિક જીત તરીકે જોવાય છે… હવે આગળ શું ?

સ્મૃતિ ઈરાની : આગળ શું એટલે ? આ એક પડાવ માત્ર છે… મંજીલ નહીં… અમે અહીંથી અટકીશું નહીં… આ ડિપ્લોમેટિક જીત પછી અમારી સરકાર ડિગ્રીમેટિક જીત માટે સતત પ્રયત્નશીલ રહેશે….

પંકજ પંડ્યા : ઓહ... ડિગ્રી

સ્મૃતિ ઈરાની : શું કહ્યું ?

પંકજ પંડ્યા : કંઈ નહીં… અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચે… પછી ડિગ્રી સાંભળીને AC માં બેઠયા હોઈએ તો પણ પરસેવો વળી જાય છે….  એક એવો આરોપ છે કે મોદીને મદદ કરવા માટે ચીને ચૂંટણી ટાણે મસૂદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવા માટે વિટો ન વાપર્યો…

સ્મૃતિ ઈરાની : એવું હોય તો ઘણું સારું….

પંકજ પંડ્યા : કેવી રીતે ?

સ્મૃતિ ઈરાની : સિમ્પલ…. ચીન ખૂબ મોટો દેશ છે…. એની આર્થિક તાકાત પણ આપણા કરતાં ઘણી વધારે છે… એવા દેશના VeTo પાવરને VoTe માં પરિવર્તિત કરવાની જો આપણા દેશના કોઈ નેતામાં ક્ષમતા હોય તો આપણા સૌ માટે એનાથી વધુ ખુશીની બીજી કઈ વાત હોઈ શકે ?  આટલો મજબૂત નેતા ફરી ક્યારેય ના મળી શકે…..

પંકજ પંડ્યા : અમેઠીંગ…… સોરી… અમેઝિંગ…

સ્મૃતિ ઈરાની : તમે આડકતરી રીતે અમેઠી પર આવ્યા ખરા….

પંકજ પંડ્યા : મને ખબર છે તમે એ માટે જ આવ્યા છો… ગઈ વખતે ચૂકી ગયેલા… શું આ વખતે અમેઠી સર થઈ શકશે ?

સ્મૃતિ ઈરાની : આ વખતે અમેઠી sir નહિ મેડમનું થશે…..

પંકજ પંડ્યા :  પાક્કું…

સ્મૃતિ ઈરાની :  એકદમ પાક્કું….

પંકજ પંડ્યા : તમારા આત્મવિશ્વાસ પરથી લાગે છે કે કુમાર આ વખતે નહિ ફાવે… તમને ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવે છે…

સ્મૃતિ ઈરાની : હા.. તો ?

પંકજ પંડ્યા : હમણાં તમે કોઈ ખેતરમાં આગ બુઝાવવાનું કામ કરેલું…..

સ્મૃતિ ઈરાની : ક્યાં આગ લગાડવી ને ક્યાં બુઝાવવી… મને બરાબર આવડે છે…

પંકજ પંડ્યા :  એવું કહેવામાં આવે છે કે અમેઠીમાં તમે બાહરી નેતા છો….

સ્મૃતિ ઈરાની : રાહુલજી અમેઠીમાં જન્મેલા કે શું ? અમેથીની ક્યાં મેથી મારો છો ? મારી તો માત્ર સરનેઇમ ઇરાની છે.. જ્યારે રાહુલજી આ ચૂંટણી ટાણે પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરવા મથી રહ્યા છે…

પંકજ પંડ્યા : ચૂંટણી જીતવા તમે કેવાં પગલાં લઈ રહ્યા છો ?

સ્મૃતિ ઈરાની : ખૂબ મોટાં…

પંકજ પંડ્યા : યેતિ કરતાં પણ મોટાં ????

સ્મૃતિ ઈરાની : હાહાહાહા… મારો કહેવાનો મતલબ છે કે પાંચ વર્ષ પહેલાંની હારને બાજુ પર રાખીને છેલ્લાં વર્ષોમાં અમેઠીમાં અમે ઠીક ઠીક પ્રમાણમાં કામ કર્યું છે….. પ્રજાનો સાથ અને સહકાર ચોક્કસ મળશે….

પંકજ પંડ્યા : સરસ…. એક પ્રશ્ન છે….

સ્મૃતિ ઈરાની : પૂછો..

પંકજ પંડ્યા : માની લો કે તમે ગાઢ વનમાંથી પસાર થઈ રહ્યાં છો… વાતાવરણ ખૂબ જ ડર લાગે એવું છે…. તમે ગભરાઈ જાઓ છો… એટલામાં તમારી નજર એક સુંદર ફૂલ પર પડે છે અને તમે અભિભૂત થઈ જાઓ છો.. આ વાતને એક જ શબ્દમાં કઈ રીતે કહેશો ?

સ્મૃતિ ઈરાની : ત્રણ વાક્યમાંથી એક વાક્ય બની શકે પણ એક શબ્દ ? અઘરું છે….

પંકજ પંડ્યા : ટ્રાય તો કરો…

સ્મૃતિ ઈરાની : btw… આટલો બધો ડર લાગે તો માણસ મરી પણ જઈ શકે.. અને અભી મરા… અભી ભૂત….. આ તો ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ જેવું છે…

પંકજ પંડ્યા : હાહાહાહા…. હાહાહાહા… જબ્બર… સારું મારા પ્રશ્નનો જવાબ આપો હવે….

સ્મૃતિ ઈરાની : ઓકે… લેટ મી ટ્રાય… હું વનમાંથી પસાર થઈ રહી છું… અરે મને તો હજુ માંડ ત્રેતાલીસ થયાં છે….

પંકજ પંડ્યા : પ્રશ્ન પર ફોકસ કરો….. ભટકો નહિ…

સ્મૃતિ ઈરાની : ઓકે… હું વનમાંથી પસાર થઈ રહી છું… ડર લાગે એવું વાતાવરણ છે…. એક સુંદર ફૂલ જોઈને હું અભિભૂત થઈ જાઉં છું…. વનડરફુલ…. ઓહ.. વાઉ…. ઈટ વન્ડરફૂલ…..

પંકજ પંડ્યા : એક્સેલલેન્ટ…. યુ હેવ ડન ઇટ… કોંગ્રેચ્યુલેશન્સ….

સ્મૃતિ ઈરાની :  આભાર… પણ આ તમારું કોંગ્રેચ્યુલેશન્સ…. 23 મે સુધી જમા રાખો… એ દિવસે આપજો…

પંકજ પંડ્યા : શ્યોર… ખૂબ મજા આવી તમારી જોડે વાતો કરવાની…

સ્મૃતિ ઈરાની : મને પણ….

પંકજ પંડ્યા : લોકસભાની અમેઠી બેઠક પર જ્વલંત વિજય માટે શુભેચ્છાઓ…. આશા રાખું કે મેથી અમેથી થાય કે ન થાય પણ તમારા માટે અમેઠી મેઠી (મીઠી) થાય…..

સ્મૃતિ ઈરાની : wow… wonderful… હાહાહાહા…. થેન્ક્સ… હવે હું રજા લઉ…

પંકજ પંડ્યા :  અહીં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર….  અગેઇન ઓલ ધ બેસ્ટ…

સ્મૃતિ ઈરાની : ધન્યવાદ.. જય હિન્દ…

પંકજ પંડ્યા : જય હિન્દ….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here