શું ચુંટણી પરિણામોની શેરબજાર પર અસર થાય છે? – જાણો નિષ્ણાતો શું કહે છે

0
63
Photo Courtesy: bloombergquint.com

ચૂંટણીના પરિણામો જ્યારે આવતા હોય છે ત્યારે શેરબજારપણ તેની સાથે તાલ મેળવતું જોવા મળતું હોય છે. પરંતુ શું આ વાત ખરેખર સાચી છે ખરી?

Photo Courtesy: bloombergquint.com

બે ચુંટણી પરિણામો વચ્ચે આશરે ૧૦૦ ટકા ગ્રોથ :

નીચેનું ટેબલ જોઈએ

તારીખ                   નિફ્ટીનો બંધ ભાવ                  % ગ્રોથ

૩૦ એપ્રિલ ૧૯૯૯                ૯૭૮                        NA

૩૦ એપ્રિલ ૨૦૦૪               ૧૭૯૬                     ૮૩.૬૪%

૩૦ એપ્રિલ ૨૦૦૯              ૩૪૭૪                      ૯૩.૪૨%

૩૦ એપ્રિલ ૨૦૧૪               ૬૬૯૬                     ૯૨.૭૪%

૮ ઓકટોબર ૨૦૧૮             ૧૦૩૮૦                    ૫૫.૦૨%

આ ટેબલ જોશો તો ખ્યાલ આવશે કે બજાર બે ચુંટણી વચ્ચે લગભગ ડબલ થયું છે ૮૩% ૯૩% ના દરે વધ્યું છે. આ ડેટા એ દર્શાવે છે કે બજાર રાજકીય પાર્ટીઓથી પર છે. સરકાર બદલાય તો પણ બજારનો ગ્રોથ થાય છે. ૧૯૯૯માં અને ૨૦૧૪માં એનડીએની સરકાર હતી અને ૨૦૦૪ અને ૨૦૦૯માં યુપીએની સરકાર હતી આનો અર્થ કોઈપણ પક્ષની સરકાર હોય બજાર બે ચુંટણીઓ વચ્ચે બમણા દરે વધે છે.

બજારને સ્થિર સરકારથી વધુ કૈક જોઈએ છે

તમે ઉપરનું ટેબલ જોશો તો ખ્યાલ આવશે કે એપ્રિલ ૨૦૧૪ થી ૮ ઓક્ટોબર સુધીના ૪.૫ વર્ષમાં બજાર માત્ર ૫૫% વધ્યું આ સ્થિર સરકાર હોવા છતાં ઓછો વધારો દર્શાવે છે. આનો અર્થ બજારને વધવા સ્થિર સરકારથી વિશેષ કૈક જોઈએ છે. રાજકીય ઉથલપાથલની બજાર પર અસર તો થતી જ હોય છે પરંતુ બંનેને એકબીજા સાથે સાંકળી શકાય નહિ. આથી લાંબાગાળાના રોકાણકારે ચુંટણી પરિણામોના આધારે રોકાણ નહી કરવું જોઈએ પરંતુ બીજા ઘણાબધા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ.

ધંધાની ક્વોલીટી મહત્વનો ભાગ ભજવે છે

૩૦ એપ્રિલથી ૮ ઓક્ટોબર ૨૦૧૮ના સાડાચાર વર્ષમાં નિફ્ટી ભલે માત્ર ૫૫% જ વધ્યો હોય પરંતુ ઘણી કંપનીઓ જેવીકે આયશર મોટર્સ ટીવીએસ મોટર્સ બજાજ ફિનસર્વ સેટેલાઈટ ટેકનોલોજીસ વગેરે આજ સમય દરમ્યાન પાંચ ગણા વધ્યા છે. એજ પ્રમાણે આજ સમય દરમ્યાન ઓએનજીસી ભેલ બેંક ઓફ ઇન્ડિયા સન ફાર્મા જેવા શેરના ભાવ ઘટયા છે. આનો અર્થ ભાવ વધવા માટે સ્ટોકની ક્વોલીટી મહત્વની છે અને એનો અર્થ કંપનીના પરફોર્મન્સ જેવાકે નફામાં વધારો મેનેજમેન્ટ ક્વોલીટી વેચાણમાં વધારો કેશ ફલો મજબુત બેલેન્સશીટ વગેરે મહત્વના છે ટુંકમાં જો કંપની મજબુત હોય તો કોઈપણ પક્ષની સરકાર આવે ભાવ વધશે જ.

તો રોકાણકારે શું કરવું જોઈએ?

આવા સમયે મીડિયા રીપોર્ટસ મફતિયા રીસર્ચ રીપોર્ટસ દલાલની ટીપ્સ બજારની અફવાઓ વગેરે પર ધ્યાન ન આપતા માત્ર બે બાબતો પર ફોકસ કરવું જોઈએ.

આપણે કંપનીઓની કામગીરીમાં સુધારો જોઈ રહ્યા છીએ ઘણી કંપનીઓ હકારાત્મક રિઝલ્ટ્સ આપી રહી છે તેઓ ઈનપુટ કોસ્ટ અને વ્યાજના દર વધારાને ક્રુડ તેલના ભાવ વધારાને નબળા રૂપિયાને પચાવીને સારું પર્ફોમન્સ આપી રહી છે.

બેન્ક્ર્પસી કોડ અને આરબીઆઈની ચાંપતી નજરને લીધે બેન્કોના નોન પર્ફોમિંગ એસેટ્સ એનપીએ ઘટી રહ્યા છે અને એનપીએની ઉઘરાણીઓ વધી રહી છે.

ટુંકમાં ક્રૂડતેલ માં ભાવ વધારો કે રૂપિયામાં ઘટાડો એ ટુંકાગાળાની ઘટનાઓ છે એજ રીતે ચુંટણી પરિણામો પણ ટુંકા ગાળાની ઘટના છે અને એની ટુંકાગાળા માટે બજાર પર અસર થાય છે પરંતુ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી જેમની તેમ છે એટલેકે દેશના અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે અને થતો જ રહેવાનો છે.

આનો અર્થ જો તમારી પાસે ક્વોલીટી સ્ટોક હોય તો આ બધાં પરિબળોની ચિંતા કરવાની જરૂર નથી પછી એ ચુંટણી પરિણામો હોય કે નબળો પડતો રૂપિયો હોય અને મજબુત ક્વોલીટી સ્ટોક માટે કંપનીના પર્ફોમન્સ મેનેજમેન્ટ ક્વોલીટી અને કંપનીના ભાવી વગેરે મહત્વના ભાગ ભજવે છે અને કંપનીએ અંગે આ જોવા જો સારા સલાહકાર હોય તો ઘણો ફેર પડે છે અને સારું વળતર મેળવી શકાય છે

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here